Chhota Udepur News: કાળઝાળ ગરમી વચ્ચે છોટા ઉદેપુરના તુરખેડામાં પાણી માટે રઝળપાટ

છોટા ઉદેપુર જીલ્લાના અંતરીયાળ ગામોમાં પાણીની સમસ્યાપાણી માટે મહીલાઓને ચાલતા જવું પડે છે બે કિલોમીટર દૂર નજીકમાં જ નર્મદા હોવા છતાં પાણી માટે મારવા પડે છે વલખાં ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે. ત્યારે ઠેર ઠેર પાણીનો પોકાર ઉઠી રહ્યો છે, છોટા ઉદેપુર જીલ્લાના અંતરીયાળ વિસ્તારમાં પણ પાણીને લઈને પારાયણ શરૂ થઈ છે કેટલાય ગામોમાં પાણી માટે મહીલાઓને રઝળપાટ કરતી જોવા મળે છે. આવું જ એક ગામ છે તુરખેડા કે જ્યાથી નર્મદા વહે છે અને તેના પાણી લેવા માટે ગામની મહીલાઓને બે કિલોમીટર દૂર જવાની ફરજ પડી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની માંગ વધી ગઈ છે ત્યારે ગુજરાતભરમાં પાણી માટે મહીલાઓને રઝળપાટ કરવાનો વારો આવી ગયો છે. ત્યારે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે વસેલા તુરખેડા ગામની મહીલાઓને પણ બે બેડા પાણી માટે બે કીલોમીટર દૂર નર્મદા નદીએ જવાની ફરજ પડે છે. તુરખેડા ગામમાથી જ નર્મદા નદી વહે છે, પણ ગામની ભૌગોલિક પરિસ્થિતી એવી છે કે આખું ગામ ખીણમાં વસે છે. અને ખીણની નાની ટેકરીઓ પર પોતાના ઝૂપડા બનાવીને રહેતા આદીવાસી પરીવારની મહીલાઓને બે બેડા પાણી માટે બારેમાસ નદીએ જવું પડે છે. આ મહીલાઓએ માથે પાણીના બેડા મૂકીને બે બેડા પાણી લેવા જયા ત્યારે તેમના માથુ પણ દુખી જાય છે, પગ દુખી જાય છે, ઘૂટણ દુખી જાય છે, પણ તેમ છતાય દીવસમાં ત્રણ થી ચાર વાર માથે બેડા ભરીને પાણી લાવે છે અને ઢોર અને માણસ બંનેને પાણી પીવડાવે છે. ગામની મહીલાઓ પોતાના પરીવાર માટે તો પાણી લાવે જ છે પણ પોતાના ઢોરને પણ બેડા ભરીને પાણી લાવીને જ પીવડાવે છે. ઢોરને નદીએ લઈને જાય તો નદીના કીચડમાં ગરકી જાય છે. ચોમાસામાં જયારે નર્મદા નદીમાં પાણી ખૂબ વધી જાય ત્યારે કોતરમાં પાણી ખૂબ આવી જાય છે, રસ્તો બંધ થઈ જતાં અને પોતે નાની ટેકરીઓ પર રહેતા હોવાને કારણે પાણી લેવા જઇ શકતી નથી. પાણી લેવા માટે કેટલીકવાર અકહો દીવસ પણ પૂરો થઈ જતો હોવાની વાત ગામની મહિલાઓ કરી રહી છે. તુરખેડા ગામમાં 7 ફળીયા છે, જેમાં બે ફળીયા ડુંગર ઉપર વસેલા છે જ્યારે પાંચ ફળીયા ખીણમાં વસેલા છે. જેના લીધે આખા ગામને પાણીની ખૂબ જ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. ખીણમાં વસતા ગ્રામજનો માટે નદી સીવાય બીજો કોઈ પાણીનો સ્ત્રોત નથી જેના કારણે ફરજીયાત નર્મદા નદીના આશરે જ રહેવું પડે છે. નર્મદા નદીનું પાણી સમગ્ર ગુજરાતને પાઇપલાઇન દ્વારા પહોચાડવામાં આવી રહયું છે.પરંતુ નર્મદાનું ગોદમાં વસતા તુરખેડાના લોકોને નર્મદાના પાણી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ગામમાં કોઈના લગ્ન હોય કે અન્ય પ્રસંગ હોય ત્યારે ગામની મહીલાઓ એક અઠવાડીયા પહેલા બે બે બેડા પાણી નર્મદા નદીએથી લાવીને પીપમાં સંગ્રહ કરે છે ત્યારે જઈને પ્રસંગ સચવાય છે. તુરખેડા ગામની મહીલાઓને બે બેડા પાણી માટે બારે મહીના રઝળપાટ કરવો પડે છે વહીવટી તંત્રે બે હજારની વસ્તી ધરાવતા તુરખેડામાં આજદીન સુધી પાણી માટે કોઈ સ્ત્રોત ઊભો કર્યો નથી, સરકારની ઘેર ઘેર નલથી પાણી પહોચાડવાની યોજના નલ સે જળ અહી ફક્ત સપનામાં જ જોવા મળે છે. એ આ વિકાસના મોડેલની વાસ્તવિક્તા દર્શાવે છે. હવે તુરખેડાની મહીલાઓને ઘેરબેઠા પાણી મળે છે કે નહી તે તો સમય જ બતાવશે.

Chhota Udepur News: કાળઝાળ ગરમી વચ્ચે છોટા ઉદેપુરના તુરખેડામાં પાણી માટે રઝળપાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છોટા ઉદેપુર જીલ્લાના અંતરીયાળ ગામોમાં પાણીની સમસ્યા
  • પાણી માટે મહીલાઓને ચાલતા જવું પડે છે બે કિલોમીટર દૂર
  • નજીકમાં જ નર્મદા હોવા છતાં પાણી માટે મારવા પડે છે વલખાં

ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે. ત્યારે ઠેર ઠેર પાણીનો પોકાર ઉઠી રહ્યો છે, છોટા ઉદેપુર જીલ્લાના અંતરીયાળ વિસ્તારમાં પણ પાણીને લઈને પારાયણ શરૂ થઈ છે કેટલાય ગામોમાં પાણી માટે મહીલાઓને રઝળપાટ કરતી જોવા મળે છે. આવું જ એક ગામ છે તુરખેડા કે જ્યાથી નર્મદા વહે છે અને તેના પાણી લેવા માટે ગામની મહીલાઓને બે કિલોમીટર દૂર જવાની ફરજ પડી રહી છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની માંગ વધી ગઈ છે ત્યારે ગુજરાતભરમાં પાણી માટે મહીલાઓને રઝળપાટ કરવાનો વારો આવી ગયો છે. ત્યારે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે વસેલા તુરખેડા ગામની મહીલાઓને પણ બે બેડા પાણી માટે બે કીલોમીટર દૂર નર્મદા નદીએ જવાની ફરજ પડે છે. તુરખેડા ગામમાથી જ નર્મદા નદી વહે છે, પણ ગામની ભૌગોલિક પરિસ્થિતી એવી છે કે આખું ગામ ખીણમાં વસે છે. અને ખીણની નાની ટેકરીઓ પર પોતાના ઝૂપડા બનાવીને રહેતા આદીવાસી પરીવારની મહીલાઓને બે બેડા પાણી માટે બારેમાસ નદીએ જવું પડે છે. આ મહીલાઓએ માથે પાણીના બેડા મૂકીને બે બેડા પાણી લેવા જયા ત્યારે તેમના માથુ પણ દુખી જાય છે, પગ દુખી જાય છે, ઘૂટણ દુખી જાય છે, પણ તેમ છતાય દીવસમાં ત્રણ થી ચાર વાર માથે બેડા ભરીને પાણી લાવે છે અને ઢોર અને માણસ બંનેને પાણી પીવડાવે છે.

ગામની મહીલાઓ પોતાના પરીવાર માટે તો પાણી લાવે જ છે પણ પોતાના ઢોરને પણ બેડા ભરીને પાણી લાવીને જ પીવડાવે છે. ઢોરને નદીએ લઈને જાય તો નદીના કીચડમાં ગરકી જાય છે. ચોમાસામાં જયારે નર્મદા નદીમાં પાણી ખૂબ વધી જાય ત્યારે કોતરમાં પાણી ખૂબ આવી જાય છે, રસ્તો બંધ થઈ જતાં અને પોતે નાની ટેકરીઓ પર રહેતા હોવાને કારણે પાણી લેવા જઇ શકતી નથી. પાણી લેવા માટે કેટલીકવાર અકહો દીવસ પણ પૂરો થઈ જતો હોવાની વાત ગામની મહિલાઓ કરી રહી છે.

તુરખેડા ગામમાં 7 ફળીયા છે, જેમાં બે ફળીયા ડુંગર ઉપર વસેલા છે જ્યારે પાંચ ફળીયા ખીણમાં વસેલા છે. જેના લીધે આખા ગામને પાણીની ખૂબ જ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. ખીણમાં વસતા ગ્રામજનો માટે નદી સીવાય બીજો કોઈ પાણીનો સ્ત્રોત નથી જેના કારણે ફરજીયાત નર્મદા નદીના આશરે જ રહેવું પડે છે. નર્મદા નદીનું પાણી સમગ્ર ગુજરાતને પાઇપલાઇન દ્વારા પહોચાડવામાં આવી રહયું છે.પરંતુ નર્મદાનું ગોદમાં વસતા તુરખેડાના લોકોને નર્મદાના પાણી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ગામમાં કોઈના લગ્ન હોય કે અન્ય પ્રસંગ હોય ત્યારે ગામની મહીલાઓ એક અઠવાડીયા પહેલા બે બે બેડા પાણી નર્મદા નદીએથી લાવીને પીપમાં સંગ્રહ કરે છે ત્યારે જઈને પ્રસંગ સચવાય છે.

તુરખેડા ગામની મહીલાઓને બે બેડા પાણી માટે બારે મહીના રઝળપાટ કરવો પડે છે વહીવટી તંત્રે બે હજારની વસ્તી ધરાવતા તુરખેડામાં આજદીન સુધી પાણી માટે કોઈ સ્ત્રોત ઊભો કર્યો નથી, સરકારની ઘેર ઘેર નલથી પાણી પહોચાડવાની યોજના નલ સે જળ અહી ફક્ત સપનામાં જ જોવા મળે છે. એ આ વિકાસના મોડેલની વાસ્તવિક્તા દર્શાવે છે. હવે તુરખેડાની મહીલાઓને ઘેરબેઠા પાણી મળે છે કે નહી તે તો સમય જ બતાવશે.