Surat News: સુરતમાં સ્કૂલ બસ ચાલકે દારૂના નશામાં 3 જગ્યાએ બસ ઠોકી

એક વિદ્યાર્થીની સતર્કતાથી મોટી દુર્ઘટના થતાં બચીવિદ્યાર્થીએ બસની ચાવી કાઢીને બસને રોકી દીધી મહેશ્વરી વિદ્યાલય સ્કૂલના બસ ડ્રાઈવર સામે રોષ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે આંકડાઓ પર નજર કરીએ સુરતમાં અકસ્માતના કિસ્સાઓ ચોક્કસ ચિંતા જન્માવે છે. ત્યારે, છેલ્લા કેટલાંક સમયથી સામાન્ય બસ તો ઠીક પરંતુ જે બસોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હોય છે તેવી સ્કૂલ બસના અકસ્માતના કિસ્સા પણ વધ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં સ્કૂલબસ ચાલક નશામાં હોવાનું સામે આવે છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દારૂના નશામાં ધૂત બસ ચાલકે બેફામ બસ હંકારીને અકસ્માતોની હારમાળા સર્જી દીધી. મળતી માહિતી મુજબ, સુરતમાં સ્કૂલ બસચાલકની ગંભીર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અલથાણ વિસ્તારમાં આવેલી સ્કુલની બસના ચાલાકનો બેફામ બસ હંકારતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી મહેશ્વરી વિદ્યાલયનો સ્કૂલ બસ ડ્રાયવર દારૂના નશામાં બસ હંકારતા હોવાનો વિદ્યાર્થીઓ આરોપ લગાવી રહ્યા છે. તો સાથે સાથે, સ્કૂલ બસ ચાલકે દારૂના નાશન 3 જગ્યા પર અકસ્માત સર્જ્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે, આવા બેફામ સ્કુલ બસ ચાલક સામે મહેશ્વરી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વાલીઓનો રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે, સ્કૂલ બસ ડ્રાયવર પર બેદરકારીનો આરોપ લગાવતા સ્કૂલના વાલીઓએ વિરોધ કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે વાયરલ વિડીયો પરથી જાણવા મળી રહ્યું છે કે, દારૂના નશામાં ધૂત સ્કૂલ બસ ડ્રાયવર ત્રણ સ્થળોએ અકસ્માત સર્જે છે. ત્યારે, એક વિદ્યાર્થિની સતર્કતા વાપરીને બસની ચાવી કાઢીને બસ અટકાવી દે છે. વિદ્યાર્થિની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના સર્જાતાં અટકી ગઈ હતી. ત્યારે હવે સ્કૂલ વહીવટી તંત્ર સ્કૂલ બસ ડ્રાયવર સામે શું પગલાં લે છે તે જોવાનું રહ્યું.

Surat News: સુરતમાં સ્કૂલ બસ ચાલકે દારૂના નશામાં 3 જગ્યાએ બસ ઠોકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક વિદ્યાર્થીની સતર્કતાથી મોટી દુર્ઘટના થતાં બચી
  • વિદ્યાર્થીએ બસની ચાવી કાઢીને બસને રોકી દીધી
  • મહેશ્વરી વિદ્યાલય સ્કૂલના બસ ડ્રાઈવર સામે રોષ

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે આંકડાઓ પર નજર કરીએ સુરતમાં અકસ્માતના કિસ્સાઓ ચોક્કસ ચિંતા જન્માવે છે. ત્યારે, છેલ્લા કેટલાંક સમયથી સામાન્ય બસ તો ઠીક પરંતુ જે બસોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હોય છે તેવી સ્કૂલ બસના અકસ્માતના કિસ્સા પણ વધ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં સ્કૂલબસ ચાલક નશામાં હોવાનું સામે આવે છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દારૂના નશામાં ધૂત બસ ચાલકે બેફામ બસ હંકારીને અકસ્માતોની હારમાળા સર્જી દીધી.


મળતી માહિતી મુજબ, સુરતમાં સ્કૂલ બસચાલકની ગંભીર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અલથાણ વિસ્તારમાં આવેલી સ્કુલની બસના ચાલાકનો બેફામ બસ હંકારતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી મહેશ્વરી વિદ્યાલયનો સ્કૂલ બસ ડ્રાયવર દારૂના નશામાં બસ હંકારતા હોવાનો વિદ્યાર્થીઓ આરોપ લગાવી રહ્યા છે. તો સાથે સાથે, સ્કૂલ બસ ચાલકે દારૂના નાશન 3 જગ્યા પર અકસ્માત સર્જ્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ત્યારે, આવા બેફામ સ્કુલ બસ ચાલક સામે મહેશ્વરી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વાલીઓનો રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે, સ્કૂલ બસ ડ્રાયવર પર બેદરકારીનો આરોપ લગાવતા સ્કૂલના વાલીઓએ વિરોધ કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે વાયરલ વિડીયો પરથી જાણવા મળી રહ્યું છે કે, દારૂના નશામાં ધૂત સ્કૂલ બસ ડ્રાયવર ત્રણ સ્થળોએ અકસ્માત સર્જે છે. ત્યારે, એક વિદ્યાર્થિની સતર્કતા વાપરીને બસની ચાવી કાઢીને બસ અટકાવી દે છે. વિદ્યાર્થિની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના સર્જાતાં અટકી ગઈ હતી. ત્યારે હવે સ્કૂલ વહીવટી તંત્ર સ્કૂલ બસ ડ્રાયવર સામે શું પગલાં લે છે તે જોવાનું રહ્યું.