Navsari News: નવસારીમાં 23 લાખથી વધુના ચોરીના સળિયા જપ્ત, આરોપી સંકજામાં

નવસારી એલસીબીએ લાખો રૂપિયાના ચોરીના સળિયા ઝડપી પાડયાપોલીસે ટ્રેલર સળિયા સહિતનો 48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તમહારાષ્ટ્રના મનોરથી ચોરીના સળિયા ભરી નીકળ્યું હતું ટ્રેલરનવસારી શહેરના નેશનલ હાઈવે-48 પર દુવાડા નજીકથી એલસીબી પોલીસે મહારાષ્ટ્રથી ચોરીના સળિયા ભરેલું ટ્રેલર ઝડપી પાડયું હતું. આ ટ્રેલર મહારાષ્ટ્રના મનોરથી નીકળીની રાજસ્થાનના જયપુર જઈ રહ્યું હતું. જો કે પોલીસને બાતમી મળતા હાઈવે પર તપાસ દરમિયાન 23 લાખખી વધુની કિંમતના સળિયાં ભરેલું ટ્રેલર જપ્ત કરી આરોપીની અટકાયત કરી હતી. પોલીસે ટ્રેલની તપાસ કરતા અંદર 40 હજાર કિલોથી વધુના સળિયા હોવાનું સામે આવ્યું હતું. નવસારી જિલ્લામાં આવેલા નેશનલ હાઈવે પર દુવાડા નજીક લાખોની ચોરીના સળિયાં ભરેલું ટ્રેલર જઈ રહ્યું હોવાની એલસીબીને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે હાઈવે પર સઘન તપાસ શરૂ કરી હતી. જે બાદ એક ટ્રેલર મળ્યું હતું જેમાં લાખોના સળિયા ભરેલાં હતા. પોલીસે સઘન રીતે તપાસ કરીને સળિયા ભરેલા ટ્રેલરને જપ્ત કરી ડ્રાયવરની પૂછપરછ હાથ ધરી હતી. જેથી આ ટ્રેલરમાં રાખેલા ચોરીના 40 હજારથી કિલોના સળિયા લઈ ટ્રેલર મહારાષ્ટ્રના મનોરથી જયપુર જઈ રહ્યું હતું. જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે સળિયા ભરેલું ટ્રેલર જપ્ત કરી તેના ડ્રા.વરની અટકાયત કરી હતી. પોલીસે ટ્રેલર તેમજ સળિયા સહિતનો 48 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Navsari News: નવસારીમાં 23 લાખથી વધુના ચોરીના સળિયા જપ્ત, આરોપી સંકજામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવસારી એલસીબીએ લાખો રૂપિયાના ચોરીના સળિયા ઝડપી પાડયા
  • પોલીસે ટ્રેલર સળિયા સહિતનો 48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
  • મહારાષ્ટ્રના મનોરથી ચોરીના સળિયા ભરી નીકળ્યું હતું ટ્રેલર


નવસારી શહેરના નેશનલ હાઈવે-48 પર દુવાડા નજીકથી એલસીબી પોલીસે મહારાષ્ટ્રથી ચોરીના સળિયા ભરેલું ટ્રેલર ઝડપી પાડયું હતું. આ ટ્રેલર મહારાષ્ટ્રના મનોરથી નીકળીની રાજસ્થાનના જયપુર જઈ રહ્યું હતું. જો કે પોલીસને બાતમી મળતા હાઈવે પર તપાસ દરમિયાન 23 લાખખી વધુની કિંમતના સળિયાં ભરેલું ટ્રેલર જપ્ત કરી આરોપીની અટકાયત કરી હતી. પોલીસે ટ્રેલની તપાસ કરતા અંદર 40 હજાર કિલોથી વધુના સળિયા હોવાનું સામે આવ્યું હતું.


નવસારી જિલ્લામાં આવેલા નેશનલ હાઈવે પર દુવાડા નજીક લાખોની ચોરીના સળિયાં ભરેલું ટ્રેલર જઈ રહ્યું હોવાની એલસીબીને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે હાઈવે પર સઘન તપાસ શરૂ કરી હતી. જે બાદ એક ટ્રેલર મળ્યું હતું જેમાં લાખોના સળિયા ભરેલાં હતા. પોલીસે સઘન રીતે તપાસ કરીને સળિયા ભરેલા ટ્રેલરને જપ્ત કરી ડ્રાયવરની પૂછપરછ હાથ ધરી હતી. જેથી આ ટ્રેલરમાં રાખેલા ચોરીના 40 હજારથી કિલોના સળિયા લઈ ટ્રેલર મહારાષ્ટ્રના મનોરથી જયપુર જઈ રહ્યું હતું. જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે સળિયા ભરેલું ટ્રેલર જપ્ત કરી તેના ડ્રા.વરની અટકાયત કરી હતી. પોલીસે ટ્રેલર તેમજ સળિયા સહિતનો 48 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.