Gujarat Monsoon: રાજ્યમાં હવે મેઘમંડાણ..! કચ્છ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યોઅમરેલી, કચ્છ, રાજકોટ, મોરબી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદવરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આજે બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.કચ્છના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદકચ્છમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. કચ્છના નખત્રાણા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. અંગીયા, મંગવાણા, સાંગનારામાં વરસાદ ખાબક્યો છે. આગાહી વચ્ચે ઝરમર વરસાદથી ગરમીમાં ઠંડક પ્રસરી હતી.અમરેલી જિલ્લા સહિત તાલુકામાં વરસાદી માહોલહવામાન વિભાગની આગાહીને પગલે બાબરા અને લીલીયા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોર બાદ નાના ગોખરવાળા, મોટા ગોખરવાળા,સોનારીયા ચાંદગઢ સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી.ખારાપાટના ગ્રામ્ય વિસ્તારો અને ભોરિંગડા ગામની સ્થાનિક નદી અને તળાવ છલકાયા હતા. ધોધમાર વરસાદ થતા નાના ભૂલકાઓએ વરસાદી પાણીની મજા માણી હતી.મોરબી જિલ્લામાં વરસાદ મોરબી જિલ્લા સહિત તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. ટંકારા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશખૂશાલ જોવા મળી રહ્યા છે. વરસાદથી ચોમાસુ વાવેતરને ફાયદો થશે તેવું ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.રાજકોટના જસદણ તાલુકામાં વરસાદ રાજકોટના જસદણ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. જસદણ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. સાણથલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ખેતરોમાં પાણી વહેતા થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ચોમાસાની શરૂઆતમાં જ સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.બપોરે 4 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદઆજે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 16 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ખંભાળિયામાં 7.3 ઇંચ, પોરબંદરમાં 2.5 ઇંચ, ભાણવડમાં 2.1 ઇંચ, રાણાવાવમાં 1.4 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગારિયાધારમાં 19 મિ.મી., ધરમપુરમાં 15 મિ.મી., માંગરોળમાં 12 મિ.મી., લિલિયામાં 11 મિ.મી., પાલિતાણામાં 10 મિ.મી. વરસાદ વરસ્યો છે.આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહીઆજે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટા-છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

Gujarat Monsoon: રાજ્યમાં હવે મેઘમંડાણ..!  કચ્છ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો
  • અમરેલી, કચ્છ, રાજકોટ, મોરબી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
  • વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી 

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આજે બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.

કચ્છના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

કચ્છમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. કચ્છના નખત્રાણા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. અંગીયા, મંગવાણા, સાંગનારામાં વરસાદ ખાબક્યો છે. આગાહી વચ્ચે ઝરમર વરસાદથી ગરમીમાં ઠંડક પ્રસરી હતી.

અમરેલી જિલ્લા સહિત તાલુકામાં વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહીને પગલે બાબરા અને લીલીયા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોર બાદ નાના ગોખરવાળા, મોટા ગોખરવાળા,સોનારીયા ચાંદગઢ સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી.ખારાપાટના ગ્રામ્ય વિસ્તારો અને ભોરિંગડા ગામની સ્થાનિક નદી અને તળાવ છલકાયા હતા. ધોધમાર વરસાદ થતા નાના ભૂલકાઓએ વરસાદી પાણીની મજા માણી હતી.

મોરબી જિલ્લામાં વરસાદ 

મોરબી જિલ્લા સહિત તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. ટંકારા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશખૂશાલ જોવા મળી રહ્યા છે. વરસાદથી ચોમાસુ વાવેતરને ફાયદો થશે તેવું ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.

રાજકોટના જસદણ તાલુકામાં વરસાદ 

રાજકોટના જસદણ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. જસદણ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. સાણથલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ખેતરોમાં પાણી વહેતા થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ચોમાસાની શરૂઆતમાં જ સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

બપોરે 4 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ

આજે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 16 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ખંભાળિયામાં 7.3 ઇંચ, પોરબંદરમાં 2.5 ઇંચ, ભાણવડમાં 2.1 ઇંચ, રાણાવાવમાં 1.4 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગારિયાધારમાં 19 મિ.મી., ધરમપુરમાં 15 મિ.મી., માંગરોળમાં 12 મિ.મી., લિલિયામાં 11 મિ.મી., પાલિતાણામાં 10 મિ.મી. વરસાદ વરસ્યો છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

આજે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટા-છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.