Suratમાં રોંગ સાઈડ વાહન લઇ જશો તો પોલીસ 5 કલાક બેસાડી રાખશે

વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ હવે ઠેર-ઠેર મોટા સર્કલો નડતરરૂપ જણાતા હટાવાશે સિગ્નલોનું પાલન કરવા માટે પોલીસ કરશે કાર્યવાહી સુરતમાં રોન્ગ સાઈડ વાહન ચલાવશો તો સજા થશે. રોંગ સાઈડ જશો તો પોલીસ 5 કલાક બેસાડી રાખશે. જેમાં વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હવે ઠેર-ઠેર મોટા સર્કલો નડતરરૂપ જણાતા હટાવાશે. તેમજ સિગ્નલોનું પાલન કરવા માટે પોલીસ કાર્યવાહી કરશે. શહેરમાં રોંગ સાઈડ જનારા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ શહેરમાં રોંગ સાઈડ જનારા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ થઇ છે. જેમાં 12 રોડના જંક્શનવાળા બ્રેડલાઇનર સહિતના 44 સર્કલ તેમજ નડતરરૂપ 40 બમ્પ દૂર કરાશે. તેમજ સહરા દરવાજા સહિત વિવિધ સર્કલો પર પોલીસે રોંગ સાઇડમાં જતા વાહનચાલકોને દંડ્યા હતા. 56 ફ્રી લેફ્ટ ટર્નની ઓળખ કરી ડાયવર્ઝન વધારાયા છે. તેમજ શહેરમાં 200 TRBની ટીમ ઉમેરાશે. સિગ્નલોનું પાલન કરાવવા સાથે રોંગ સાઇડ જતાં વાહનચાલકોને 5 કલાક બેસાડી રાખવાની ફરજ નિભાવશે. સુરત શહેરના 213 જંકશન પર પોલીસ અને પાલિકા સિગ્નલના ટાઈમ સેટ કરી રહ્યા છે. ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 4 હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરાયો હવે ઠેર-ઠેર મોટા સર્કલો નડતરરૂપ જણાતાં હટાવાશે. તેમજ સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 4 હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરાયો છે. આ ઉપરાંત રોંગ સાઈડ જનારા સામે પણ કાર્યવાહી થશે તો નિયમો તોડનારાઓની હવે ખેર નહીં. સુરત શહેરમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે તંત્ર કડક હાથે કામ લઇ રહ્યું છે અને જે સુરતીઓ ટ્રાફિકના નિયમો તોડી ચુક્યા છે તેમના પર આકરી કાર્યવાહીની ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આદેશ આપ્યો છે. સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ કરાઇ છે. રાજ્યના ગૃહપ્રધાન અને સુરતની મજુરા વિધાનસભાથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ સુરતીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા બદલ બિરદાવ્યા હતા. ટ્રાફિક સિગ્નલ લાગવાને કારણે અને ટ્રાફિકના નિયમોના પાલનને કારણે શહેરમાં અકસ્માતની સંખ્યા ઘટી છે તે વાતે પણ હર્ષ સંઘવીએ આવકારી હતી.

Suratમાં રોંગ સાઈડ વાહન લઇ જશો તો પોલીસ 5 કલાક બેસાડી રાખશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ
  • હવે ઠેર-ઠેર મોટા સર્કલો નડતરરૂપ જણાતા હટાવાશે
  • સિગ્નલોનું પાલન કરવા માટે પોલીસ કરશે કાર્યવાહી

સુરતમાં રોન્ગ સાઈડ વાહન ચલાવશો તો સજા થશે. રોંગ સાઈડ જશો તો પોલીસ 5 કલાક બેસાડી રાખશે. જેમાં વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હવે ઠેર-ઠેર મોટા સર્કલો નડતરરૂપ જણાતા હટાવાશે. તેમજ સિગ્નલોનું પાલન કરવા માટે પોલીસ કાર્યવાહી કરશે.

શહેરમાં રોંગ સાઈડ જનારા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ

શહેરમાં રોંગ સાઈડ જનારા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ થઇ છે. જેમાં 12 રોડના જંક્શનવાળા બ્રેડલાઇનર સહિતના 44 સર્કલ તેમજ નડતરરૂપ 40 બમ્પ દૂર કરાશે. તેમજ સહરા દરવાજા સહિત વિવિધ સર્કલો પર પોલીસે રોંગ સાઇડમાં જતા વાહનચાલકોને દંડ્યા હતા. 56 ફ્રી લેફ્ટ ટર્નની ઓળખ કરી ડાયવર્ઝન વધારાયા છે. તેમજ શહેરમાં 200 TRBની ટીમ ઉમેરાશે. સિગ્નલોનું પાલન કરાવવા સાથે રોંગ સાઇડ જતાં વાહનચાલકોને 5 કલાક બેસાડી રાખવાની ફરજ નિભાવશે. સુરત શહેરના 213 જંકશન પર પોલીસ અને પાલિકા સિગ્નલના ટાઈમ સેટ કરી રહ્યા છે.

ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 4 હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરાયો

હવે ઠેર-ઠેર મોટા સર્કલો નડતરરૂપ જણાતાં હટાવાશે. તેમજ સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 4 હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરાયો છે. આ ઉપરાંત રોંગ સાઈડ જનારા સામે પણ કાર્યવાહી થશે તો નિયમો તોડનારાઓની હવે ખેર નહીં. સુરત શહેરમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે તંત્ર કડક હાથે કામ લઇ રહ્યું છે અને જે સુરતીઓ ટ્રાફિકના નિયમો તોડી ચુક્યા છે તેમના પર આકરી કાર્યવાહીની ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આદેશ આપ્યો છે. સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ કરાઇ છે. રાજ્યના ગૃહપ્રધાન અને સુરતની મજુરા વિધાનસભાથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ સુરતીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા બદલ બિરદાવ્યા હતા. ટ્રાફિક સિગ્નલ લાગવાને કારણે અને ટ્રાફિકના નિયમોના પાલનને કારણે શહેરમાં અકસ્માતની સંખ્યા ઘટી છે તે વાતે પણ હર્ષ સંઘવીએ આવકારી હતી.