Junagadh News: 5.37 લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજ સીઝ કરતાં કલેકટર

સરકારી અનાજના કાળાબજાર કરતા ઈસમો સામે કલેકટરની તવાઈપ્રાંત અધિકારી, 7 નાયબ મામલતદાર, 4 રેવન્યુ તલાટીની ટીમને દોડાવી છકડો રિક્ષામાં 91 કિલો ઘઉ અને 121 કિલો ચોખા સાથે શખ્સ ઝડપાયો જૂનાગઢ કલેકટર અનિલ રાણાવસિયાને બાતમી મળેલ કે કેટલાક તત્વો જિલ્લામાં સરકારી અનાજની કાળાબજારી કરે છે, અને સસ્તા અનાજની દુકાને મળતું અનાજ દુકાનેથી વિતરણ થઈ ગયા પછી ઘરે ઘરે જઈ અને એકત્રિત કરી ગેરકાયદેસર અનાજના વેપારીઓ તથા આટા મિલ અને માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખે છે. જેથી આ સમગ્ર સિસ્ટમ તોડી પાડવા માટે નિવાસી અધિક કલેક્ટર એન એફ ચૌધરીના માર્ગદર્શન નીચે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, સાત નાયબ મામલતદાર, એક સર્કલ ઓફિસર, ત્રણ ક્લાર્ક અને ચાર રેવન્યુ તલાટીની કુલ 16 ની એક ટીમ કાર્યરત થયેલ હતી. આ ટીમે સવારથી જ વોચ ગોઠવવામાં આવેલ હતી અને આ વોચના આધારે ઘરે-ઘરે ફરી અને સરકારી અનાજ વેચાતું મેળવી અને ગોડાઉન ધારકોને વેચી અને બારોબાર વેચી નાખવાનો ધંધો કરતા એક ઈસમને પકડી પાડેલ હતો. જેની સઘન તપાસ કરી અને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવેલ હતો. આ ઇસમ પાસેથી છકડો રીક્ષામાં 2 બોરી ઘઉ (91.32૦ કિલો) કિંમત રૂ.2374 તથા ચોખા 3 બોરી (121.8 કિલો) કિંમત રૂ.4753 સીઝ કરવામાં આવેલ છે. તેઓ કઈ રીતે આ તમામ રેકેટ ચલાવે છે તેની તમામ માહિતી મળી ગયેલ હતી. માહિતીના આધારે તેઓ જે ગોડાઉન ધારકોને અનાજ વેચે છે, તેમના સ્થળે જઈ અને રેડ કરવામાં આવેલ હતી અને આવા બે ગોડાઉન પાદરીયા ગામે પકડી પાડવામાં આવેલા હતા જેમાં મોટા પાયે સરકારી અનાજનો જથ્થો મળી આવેલ હતો. જેમા પાદરીયા ગામમા 2 અનાજના ગોડાઉનમા રેડ કરતા એક ગોડાઉનના માલીક સોહીલ રફીકભાઇ મહીડા નામના ઇસમ આ ગોડાઉન ભાડે રાખી ફેરીથી અનાજ ખરીદી કરતા છકડા રીક્ષા વાળા પાસેથી માલ મેળવતા હોવાનુ અને સંગ્રહ કરી યાર્ડ અને આટા મીલોમા વેચાણ કરતા હોવાની કબુલાત આપેલ છે. વધુમાં, ત્રણ છકડો રીક્ષાઓ પડેલ જોવા મળેલ હતી, આ ગોડાઉનમાંથી અંદાજે ઘઉંની 58 બોરી (341૦ કિલો) કિંમત રૂ.88663 તથા ચોખા 89 બોરી (4914 કિલો) કિંમત રૂ.191663 સીઝ કરવામાં આવેલ છે તેમજ બીજા ગોડાઉન માલિક વસીમ રજાક ચૌહાણ પાસેથી ઘઉં 75 બોરી(375૦ કિલો) કિંમત રૂ.975૦૦ તથા ચોખા 82 બોરી (41૦૦ કિલો) કિંમત રૂ.1599૦૦ સીઝ કરવામાં આવેલ છે આ ઉપરાંત કુલ ચાર જેટલી છકડો રીક્ષા પણ પકડી અને મુદ્દા માલ સ્વરૂપે ડીટેઇન કરવામાં આવેલ હતી. અનાજના ગોરખધંધાની મોડસ ઓપરેન્ડી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકારી અનાજ વ્યાજબી ભાવની દુકાને વિતરણ કરવામાં આવતું હોય છે આવું અનાજ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવે છે. ત્યારબાદ છકડો રીક્ષા લઈને ફરતા ફેરીયાઓ આવું અનાજ જેમણે મેળવી લીધું છે અને જેમને જરૂર નથી તેવા લોકોના ઘરે ઘરે જઈ અને આ અનાજ એકત્રિત કરી ઓછી કિંમતે ખરીદ કરે છે અને તેમાં કેટલીક કિંમત વધારી અને અને ગેરકાયદે ગોડાઉન ધારકો, આટા મિલો કે માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખે છે. ફેરીયાઓને અનાજ વેચતા લાભાર્થીના રેશનકાર્ડ રદ્દ કરાશે ઘરે ઘરે જઈને જે લોકો ફેરીયાને માલ વેચે છે, આવા લોકોના ઘરે આ ફેરીયાઓને સાથે રાખીને આગામી સમયમાં તપાસ કરવામાં આવશે અને જે લોકો આવા ફેરિયાઓને માલ વેચી દેતા માલૂમ પડશે તેમને આ અનાજની જરૂરિયાત નથી તેમ સમજી અને તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી ઝુંબેશના ધોરણે કરવામાં આવશે.

Junagadh News: 5.37 લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજ સીઝ કરતાં કલેકટર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરકારી અનાજના કાળાબજાર કરતા ઈસમો સામે કલેકટરની તવાઈ
  • પ્રાંત અધિકારી, 7 નાયબ મામલતદાર, 4 રેવન્યુ તલાટીની ટીમને દોડાવી
  • છકડો રિક્ષામાં 91 કિલો ઘઉ અને 121 કિલો ચોખા સાથે શખ્સ ઝડપાયો

જૂનાગઢ કલેકટર અનિલ રાણાવસિયાને બાતમી મળેલ કે કેટલાક તત્વો જિલ્લામાં સરકારી અનાજની કાળાબજારી કરે છે, અને સસ્તા અનાજની દુકાને મળતું અનાજ દુકાનેથી વિતરણ થઈ ગયા પછી ઘરે ઘરે જઈ અને એકત્રિત કરી ગેરકાયદેસર અનાજના વેપારીઓ તથા આટા મિલ અને માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખે છે. જેથી આ સમગ્ર સિસ્ટમ તોડી પાડવા માટે નિવાસી અધિક કલેક્ટર એન એફ ચૌધરીના માર્ગદર્શન નીચે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, સાત નાયબ મામલતદાર, એક સર્કલ ઓફિસર, ત્રણ ક્લાર્ક અને ચાર રેવન્યુ તલાટીની કુલ 16 ની એક ટીમ કાર્યરત થયેલ હતી.


આ ટીમે સવારથી જ વોચ ગોઠવવામાં આવેલ હતી અને આ વોચના આધારે ઘરે-ઘરે ફરી અને સરકારી અનાજ વેચાતું મેળવી અને ગોડાઉન ધારકોને વેચી અને બારોબાર વેચી નાખવાનો ધંધો કરતા એક ઈસમને પકડી પાડેલ હતો. જેની સઘન તપાસ કરી અને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવેલ હતો. આ ઇસમ પાસેથી છકડો રીક્ષામાં 2 બોરી ઘઉ (91.32૦ કિલો) કિંમત રૂ.2374 તથા ચોખા 3 બોરી (121.8 કિલો) કિંમત રૂ.4753 સીઝ કરવામાં આવેલ છે. તેઓ કઈ રીતે આ તમામ રેકેટ ચલાવે છે તેની તમામ માહિતી મળી ગયેલ હતી.


માહિતીના આધારે તેઓ જે ગોડાઉન ધારકોને અનાજ વેચે છે, તેમના સ્થળે જઈ અને રેડ કરવામાં આવેલ હતી અને આવા બે ગોડાઉન પાદરીયા ગામે પકડી પાડવામાં આવેલા હતા જેમાં મોટા પાયે સરકારી અનાજનો જથ્થો મળી આવેલ હતો. જેમા પાદરીયા ગામમા 2 અનાજના ગોડાઉનમા રેડ કરતા એક ગોડાઉનના માલીક સોહીલ રફીકભાઇ મહીડા નામના ઇસમ આ ગોડાઉન ભાડે રાખી ફેરીથી અનાજ ખરીદી કરતા છકડા રીક્ષા વાળા પાસેથી માલ મેળવતા હોવાનુ અને સંગ્રહ કરી યાર્ડ અને આટા મીલોમા વેચાણ કરતા હોવાની કબુલાત આપેલ છે.


વધુમાં, ત્રણ છકડો રીક્ષાઓ પડેલ જોવા મળેલ હતી, આ ગોડાઉનમાંથી અંદાજે ઘઉંની 58 બોરી (341૦ કિલો) કિંમત રૂ.88663 તથા ચોખા 89 બોરી (4914 કિલો) કિંમત રૂ.191663 સીઝ કરવામાં આવેલ છે તેમજ બીજા ગોડાઉન માલિક વસીમ રજાક ચૌહાણ પાસેથી ઘઉં 75 બોરી(375૦ કિલો) કિંમત રૂ.975૦૦ તથા ચોખા 82 બોરી (41૦૦ કિલો) કિંમત રૂ.1599૦૦ સીઝ કરવામાં આવેલ છે આ ઉપરાંત કુલ ચાર જેટલી છકડો રીક્ષા પણ પકડી અને મુદ્દા માલ સ્વરૂપે ડીટેઇન કરવામાં આવેલ હતી.


અનાજના ગોરખધંધાની મોડસ ઓપરેન્ડી

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકારી અનાજ વ્યાજબી ભાવની દુકાને વિતરણ કરવામાં આવતું હોય છે આવું અનાજ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવે છે. ત્યારબાદ છકડો રીક્ષા લઈને ફરતા ફેરીયાઓ આવું અનાજ જેમણે મેળવી લીધું છે અને જેમને જરૂર નથી તેવા લોકોના ઘરે ઘરે જઈ અને આ અનાજ એકત્રિત કરી ઓછી કિંમતે ખરીદ કરે છે અને તેમાં કેટલીક કિંમત વધારી અને અને ગેરકાયદે ગોડાઉન ધારકો, આટા મિલો કે માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખે છે.

ફેરીયાઓને અનાજ વેચતા લાભાર્થીના રેશનકાર્ડ રદ્દ કરાશે

ઘરે ઘરે જઈને જે લોકો ફેરીયાને માલ વેચે છે, આવા લોકોના ઘરે આ ફેરીયાઓને સાથે રાખીને આગામી સમયમાં તપાસ કરવામાં આવશે અને જે લોકો આવા ફેરિયાઓને માલ વેચી દેતા માલૂમ પડશે તેમને આ અનાજની જરૂરિયાત નથી તેમ સમજી અને તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી ઝુંબેશના ધોરણે કરવામાં આવશે.