Lok Sabha Elections 2024: ગુજરાતના 266માંથી 68 ઉમેદવાર કરોડપતિ, 36નો ગુનાઈત ઈતિહાસ

Gujarat Candidates ADR Data: ગુજરાતમાં 7 મેના લોકસભાની ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા અગાઉ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) દ્વારા ચૂંટણી લડી રહેલા 266 ઉમેદવારોની એફિડેવિટને આધારે તેમનું વિશ્લેષણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના 266 ઉમેદવારોમાંથી 36 સામે ગુનાઓ અને 21 સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે. જેમાં કોંગ્રેસમાંથી 6, ભાજપમાંથી ચાર ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. અલબત્ત, છેલ્લી ચારેય લોકસભાની ચૂંટણીની સરખામણીએ ગુજરાતમાં ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોનું પ્રમાણ ઘટયું છે. વાત સંપત્તિની કરવામાં આવે તો 266માંથી 68 ઉમેદવારો કરોડપતિ છે. જામનગરથી ભાજપનાં ઉમેદવાર પૂનમ માડમ સૌથી વધુ રૂ. 147 કરોડની સંપત્તિ ધરાવે છે. ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોનું પ્રમાણ ઘટયુંભરૂચમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા સામે કુલ 13 ગુના નોંધાયેલા છે. જેમાં ધાડ, છેડતી, ઘરફોડ, ઉશ્કેરણીજનક સ્પીચ, આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરિત કરવા સહિતની કલમના ગુના નોંધાયા છે. આ પૈકી 12 પ્રકારની કલમ અને 18 અન્ય પ્રકારની કલમ હેઠળ નોંધાયા છે. ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો 2014માં 66, 2019માં 68 હતા. આમ, ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોનું પ્રમાણ ઘટયું છે. સૌથી વધુ આવક ધરાવતા ઉમેદવારોમાં પૂનમ માડમ બાદ ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમીત શાહ બીજા અને નવસારીથી ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ ત્રીજા સ્થાને છે. પૂનમ માડમ પાસે 60.60 કરોડની જંગમ-87.09 કરોડની સ્થાવર, અમીત શાહ પાસે 42.80 કરોડની જંગમ-22.86 કરોડની સ્થાવર મિલકત છે. કુલ ઉમેદવારોમાંથી 120 એટલે કે 47 ટકા ઉમેદવારો જવાબદારી ધરાવે છે. વયજૂથ પ્રમાણે જોવામાં આવે તો 41 થી 50ની વયજૂથમાં સૌથી વધુ 88 ઉમેદવારો છે. 25 થી 30ની વયજૂથના 30 જ્યારે 71 થી 80ની વયજૂથના 6 ઉમેદવારો છે. 57% ઉમેદવારોનું ધોરણ 5 થી 12 વચ્ચે શિક્ષણશિક્ષણની વાત કરવામાં આવે તો 7 ઉમેદવાર અશિક્ષિત છે જ્યારે 152 ઉમેદવારોએ ધોરણ 5 થી ધોરણ 12 વચ્ચે શિક્ષણ મેળવ્યું છે. કુલ ઉમેદવારોમાંથી 8 દ્વારા પાન કાર્ડ નંબર આપવામાં આવ્યો નથી. કુલ 266 ઉમેદવારોમાંથી 152 એટલે કે 57 ટકા ઉમેદવારોએ 5 થી 12 વચ્ચે શિક્ષણ મેળવ્યું છે. તો બીજી તરફ 79 એટલે કે 30 ટકા ઉમેદવારોએ ગ્રેજ્યુએશન અથવા તેથી વધુનુ શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે. 5 ઉમેદવારો ડોક્ટરેટ છે, જેમાં પોરબંદરના ડોક્ટર મનસુખ માંડવિયા, બનાસકાંઠાના ડોક્ટર રેખાબેન ચૌધરી, જુનાગઢના જયંતિલાલ માંકડિયા, વડોદરાના ડોક્ટર રાહુલ વ્યાસ, નવસારીના કનુભાઇ ખડડિયાનો સમાવેશ થાય છે.   મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં પક્ષ નીરસમહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આ વખતે પણ પક્ષ નીરસ રહ્યા છે. 2009 માં 26, 2014 માં 16, 2019 માં 27 જ્યારે આ વખતે માત્ર 19 મહિલા ઉમેદવાર છે. આમ, કુલ ઉમેદવારોમાં મહિલાઓનું પ્રમાણ માત્ર 5 થી 7 ટકા હોય છે.બારડોલીના ઉમેદવાર પાસે સૌથી ઓછી રૂપિયા 2 હજારની મિલકત લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના 10 ઉમેદવારો એવા છે કે જેની સંપત્તિ રૂપિયા 50 હજારથી પણ ઓછી છે, જેમાં બારડોલીનાં રેખાબેન ચૌધરી, કે જેઓ બીએસપી માટે લડી રહ્યા છે. જેમની સંપત્તિ સૌથી ઓછી રૂપિયા 2 હજારની છે. આ સિવાય, વડોદરાના નિલેશ વસાઇકર, સાબરકાંઠાના વરુણ કટારા, રૂપિયા 20 હજારથી પણ ઓછી સંપત્તિ ધરાવે છે.સૌથી વધુ જવાબદારી ધરાવતા ઉમેદવાર ઉમેદવારબેઠકપક્ષકુલ મિલકતજવાબદારીપૂનમ માડમજામનગરભાજપ147 કરોડ53 કરોડચંદનજી ઠાકોરપાટણકોંગ્રેસ13.72 કરોડ09.57 કરોડજેની ઠુમ્મરઅમરેલીકોંગ્રેસ8.47 કરોડ3.29 કરોડગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, ભરૂચ બેઠક 'રેડ એલર્ટ' હેઠળએક જ બેઠકમાં 3 કે તેથી વધુ ઉમેદવાર ગુનાઈત ઈતિહાસ ધરાવનારા હોય તેને 'રેડ એલર્ટ' હેઠળ મૂકવામાં આવે છે. ગુજરાતમાં આ વખતે ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ અને ભરૂચ બેઠક રેડ એલર્ટ હેઠળ મૂકાઇ છે.   ગુજરાતમાંથી આ પ્રકારની રેડ એલર્ટ બેઠકો 2009માં 16, 2014માં 14, 2019માં 12 હતી.રાષ્ટ્રીય પક્ષના કયા ઉમેદવાર સામે કેટલા ગુના ?ઉમેદવારપક્ષગુનાચૈતર વસાવાઆપ13અનંત પટેલકોંગ્રેસ4અમીત શાહભાજપ3હીરભાઇ જોટવાકોંગ્રેસ2રાજેશ ચુડાસમાભાજપ1ગેનીબેન ઠાકોરકોંગ્રેસ1હિંમતસિંહ પટેલકોંગ્રેસ1ચંદનજી ઠાકોરકોંગ્રેસ1સુખરામ રાઠવાકોંગ્રેસ1જશુભાઇ રાઠવાકોંગ્રેસ1

Lok Sabha Elections 2024: ગુજરાતના 266માંથી 68 ઉમેદવાર કરોડપતિ, 36નો ગુનાઈત ઈતિહાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Candidates ADR Data: ગુજરાતમાં 7 મેના લોકસભાની ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા અગાઉ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) દ્વારા ચૂંટણી લડી રહેલા 266 ઉમેદવારોની એફિડેવિટને આધારે તેમનું વિશ્લેષણ જાહેર કરવામાં આવ્યું છે. 

ગુજરાતના 266 ઉમેદવારોમાંથી 36 સામે ગુનાઓ અને 21 સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે. જેમાં કોંગ્રેસમાંથી 6, ભાજપમાંથી ચાર ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. અલબત્ત, છેલ્લી ચારેય લોકસભાની ચૂંટણીની સરખામણીએ ગુજરાતમાં ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોનું પ્રમાણ ઘટયું છે. 

વાત સંપત્તિની કરવામાં આવે તો 266માંથી 68 ઉમેદવારો કરોડપતિ છે. જામનગરથી ભાજપનાં ઉમેદવાર પૂનમ માડમ સૌથી વધુ રૂ. 147 કરોડની સંપત્તિ ધરાવે છે. 

ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોનું પ્રમાણ ઘટયું

ભરૂચમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા સામે કુલ 13 ગુના નોંધાયેલા છે. જેમાં ધાડ, છેડતી, ઘરફોડ, ઉશ્કેરણીજનક સ્પીચ, આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરિત કરવા સહિતની કલમના ગુના નોંધાયા છે. આ પૈકી 12 પ્રકારની કલમ અને 18 અન્ય પ્રકારની કલમ હેઠળ નોંધાયા છે. ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો 2014માં 66, 2019માં 68 હતા. આમ, ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોનું પ્રમાણ ઘટયું છે. 

સૌથી વધુ આવક ધરાવતા ઉમેદવારોમાં પૂનમ માડમ બાદ ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમીત શાહ બીજા અને નવસારીથી ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ ત્રીજા સ્થાને છે. પૂનમ માડમ પાસે 60.60 કરોડની જંગમ-87.09 કરોડની સ્થાવર, અમીત શાહ પાસે 42.80 કરોડની જંગમ-22.86 કરોડની સ્થાવર મિલકત છે. કુલ ઉમેદવારોમાંથી 120 એટલે કે 47 ટકા ઉમેદવારો જવાબદારી ધરાવે છે. 


વયજૂથ પ્રમાણે જોવામાં આવે તો 41 થી 50ની વયજૂથમાં સૌથી વધુ 88 ઉમેદવારો છે. 25 થી 30ની વયજૂથના 30 જ્યારે 71 થી 80ની વયજૂથના 6 ઉમેદવારો છે. 

57% ઉમેદવારોનું ધોરણ 5 થી 12 વચ્ચે શિક્ષણ

શિક્ષણની વાત કરવામાં આવે તો 7 ઉમેદવાર અશિક્ષિત છે જ્યારે 152 ઉમેદવારોએ ધોરણ 5 થી ધોરણ 12 વચ્ચે શિક્ષણ મેળવ્યું છે. કુલ ઉમેદવારોમાંથી 8 દ્વારા પાન કાર્ડ નંબર આપવામાં આવ્યો નથી. 

કુલ 266 ઉમેદવારોમાંથી 152 એટલે કે 57 ટકા ઉમેદવારોએ 5 થી 12 વચ્ચે શિક્ષણ મેળવ્યું છે. તો બીજી તરફ 79 એટલે કે 30 ટકા ઉમેદવારોએ ગ્રેજ્યુએશન અથવા તેથી વધુનુ શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે. 

5 ઉમેદવારો ડોક્ટરેટ છે, જેમાં પોરબંદરના ડોક્ટર મનસુખ માંડવિયા, બનાસકાંઠાના ડોક્ટર રેખાબેન ચૌધરી, જુનાગઢના જયંતિલાલ માંકડિયા, વડોદરાના ડોક્ટર રાહુલ વ્યાસ, નવસારીના કનુભાઇ ખડડિયાનો સમાવેશ થાય છે.   



મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં પક્ષ નીરસ

મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આ વખતે પણ પક્ષ નીરસ રહ્યા છે. 2009 માં 26, 2014 માં 16, 2019 માં 27 જ્યારે આ વખતે માત્ર 19 મહિલા ઉમેદવાર છે. આમ, કુલ ઉમેદવારોમાં મહિલાઓનું પ્રમાણ માત્ર 5 થી 7 ટકા હોય છે.

બારડોલીના ઉમેદવાર પાસે સૌથી ઓછી રૂપિયા 2 હજારની મિલકત 

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના 10 ઉમેદવારો એવા છે કે જેની સંપત્તિ રૂપિયા 50 હજારથી પણ ઓછી છે, જેમાં બારડોલીનાં રેખાબેન ચૌધરી, કે જેઓ બીએસપી માટે લડી રહ્યા છે. જેમની સંપત્તિ સૌથી ઓછી રૂપિયા 2 હજારની છે. આ સિવાય, વડોદરાના નિલેશ વસાઇકર, સાબરકાંઠાના વરુણ કટારા, રૂપિયા 20 હજારથી પણ ઓછી સંપત્તિ ધરાવે છે.

સૌથી વધુ જવાબદારી ધરાવતા ઉમેદવાર 

ઉમેદવારબેઠકપક્ષકુલ મિલકતજવાબદારીપૂનમ માડમજામનગરભાજપ147 કરોડ53 કરોડચંદનજી ઠાકોરપાટણકોંગ્રેસ13.72 કરોડ09.57 કરોડજેની ઠુમ્મરઅમરેલીકોંગ્રેસ8.47 કરોડ3.29 કરોડ


ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, ભરૂચ બેઠક 'રેડ એલર્ટ' હેઠળ

એક જ બેઠકમાં 3 કે તેથી વધુ ઉમેદવાર ગુનાઈત ઈતિહાસ ધરાવનારા હોય તેને 'રેડ એલર્ટ' હેઠળ મૂકવામાં આવે છે. ગુજરાતમાં આ વખતે ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ અને ભરૂચ બેઠક રેડ એલર્ટ હેઠળ મૂકાઇ છે.   ગુજરાતમાંથી આ પ્રકારની રેડ એલર્ટ બેઠકો 2009માં 16, 2014માં 14, 2019માં 12 હતી.

રાષ્ટ્રીય પક્ષના કયા ઉમેદવાર સામે કેટલા ગુના ?

ઉમેદવારપક્ષગુનાચૈતર વસાવાઆપ13અનંત પટેલકોંગ્રેસ4અમીત શાહભાજપ3હીરભાઇ જોટવાકોંગ્રેસ2રાજેશ ચુડાસમાભાજપ1ગેનીબેન ઠાકોરકોંગ્રેસ1હિંમતસિંહ પટેલકોંગ્રેસ1ચંદનજી ઠાકોરકોંગ્રેસ1સુખરામ રાઠવાકોંગ્રેસ1જશુભાઇ રાઠવાકોંગ્રેસ1