Rajkot TRP Game Zone: ઘોડા છુટી ગયા તબેલાને તાળા મારવા તંત્રના ધમપછાડા

રાજકોટ ગેમઝોનમાં બનેલી ગોઝારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાંખ્યું આગમાં નિર્દોષ બાળકો, યુવાનો સહિત 27થી વધુ લોકો અગનજવાળામાં ભડથું થઇ ગયા  સુરત તક્ષશિલા અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જામીન પર બહાર રાજકોટ ગેમઝોનમાં બનેલી ગોઝારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાંખ્યું છે. સરકારી તંત્રો પણ હંમેશાની જેમ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા દોડાદોડી કરી રહ્યા છે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા પરંતુ જાડી ચામડીના તંત્ર પર કોઈ અસર થઇ નહીં. સુરત તક્ષશિલા અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જામીન પર બહાર છે. રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં નિર્દોષ બાળકો, યુવાનો સહિત 27થી વધુ લોકો અગનજવાળામાં ભડથું થઇ જવાના ગોઝારા કાંડને લઇ હાઇકોર્ટ લાલઘુમ છે. ગેમિંગ ઝોનમાં મ્યુનિ તંત્રની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એનઓસી ના હોવા ઉપરાંત ઈલેક્ટ્રીકલ અને મિકેનીકલ ખામી જણાતા કાર્યવાહી કરવામાં આવી છે.6 અધિકારીને સસ્પેન્ડ કર્યા છે અમે કોઈને નહીં બક્ષવા માંગતા સરકાર. નિયમોનું પાલન નહિ કરનાર સામે અમે પગલાં લીધા છે અને લઇશુ. રાજ્યના તામામ ગેમ ઝોન મુદે હાઇકોર્ટનો આદેશ. ફાયર NOC ના હોય તેવા ગેમ ઝોન રહેશે બંધ. આ મામલે અત્યાર સુધી કુલ 7 અધિકારી સસ્પેન્ડ. ફાયર અધિકારી રોહિત વિગોરા સસ્પેન્ડ. સ્ટેશન ઓફિસર કાલાવડ રોડ ફાયર સ્ટેશન. આ તમામ 7 અધિકારોઓને તેમની બેદરકારી બદલ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ અગ્નિકાંડ  સુઓમોટો પર કોર્ટની નોંધ ગુજરાતમાં ફાયર સેફટીનો અભાવ હોવાની કોર્ટની નોંધ. રાજકોટ મનપા કમિશનરની બેદરકારીથી અગ્નિકાંડ થયો. સરકારે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના હુકમનું પાલન કર્યું નહીં. રાજકોટ મનપા એ અંતિમ એફિડેવિટ આપવા કોર્ટનો આદેશ. આગમાં જીવ ગયાં તંત્ર ઊંઘતું રહ્યું. ફાયર સેફટીના નીયમોનું પાલન થયું નહીં. Jcbથી પુરાવાનો નાશ તંત્ર કરી રહ્યું હોવાની હાઇકોર્ટની નોંધ. શા માટે મનપા આવું કરે છે તેનો જવાબ આપવા આદેશ. પરિવારજનોને ગુમ થયેલા લોકો મળી રહે તે દિશામાં કાર્યવાહી કરવા હાઇકોર્ટનો આદેશઆવા અગ્નિકાંડ ફરી ન સર્જાય તે જોવાની આપણા સૌની ફરજ જો કે હવે શું જે લોકોએ પોતાના વ્હાલસોયા બાળકો ગુમાવ્યા તેમને ક્યારેય મળી નહી શકે. આ અગ્નિકાંડમાં એટલી હદે ક્ષત-વિક્ષીત થયા છે કે DNA બાદ મૃતકોની ઓળખ શક્ય બનશે. હસતી ખેલતી જિંદગી કોથળાઓમાં ભરીને સમેટાઇ જાય ત્યારે પરિવાર જનોની શું હાલત થાય તે કલ્પનાની બહાર છે. એ દર્દ એ તકલીફ આગમાં હોમાયેલા એ નિર્દોષ પરિવાર ક્યારેય ભૂલી નહી શકે. હવે તંત્ર સફાળુ જાગશે તો પણ શુ આ પહેલા પણ .સુરત તક્ષશિલા અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના સર્જાઇ જ હતી આ તમામ પરથી ક્યાં કોઇ બોધપાઠ આપણે શિખ્યા છીએ. હવે બસ આ રીતે કોઇ કમોતને ભેટે એ પહેલા કાર્યવાહી કરી આવા અગ્નિકાંડ ફરી ન સર્જાય તે જોવાની આપણા સૌની ફરજ છે.

Rajkot TRP Game Zone: ઘોડા છુટી ગયા તબેલાને તાળા મારવા તંત્રના ધમપછાડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ ગેમઝોનમાં બનેલી ગોઝારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાંખ્યું
  • આગમાં નિર્દોષ બાળકો, યુવાનો સહિત 27થી વધુ લોકો અગનજવાળામાં ભડથું થઇ ગયા
  •  સુરત તક્ષશિલા અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જામીન પર બહાર

રાજકોટ ગેમઝોનમાં બનેલી ગોઝારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાંખ્યું છે. સરકારી તંત્રો પણ હંમેશાની જેમ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા દોડાદોડી કરી રહ્યા છે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા પરંતુ જાડી ચામડીના તંત્ર પર કોઈ અસર થઇ નહીં. સુરત તક્ષશિલા અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જામીન પર બહાર છે. રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં નિર્દોષ બાળકો, યુવાનો સહિત 27થી વધુ લોકો અગનજવાળામાં ભડથું થઇ જવાના ગોઝારા કાંડને લઇ હાઇકોર્ટ લાલઘુમ છે. ગેમિંગ ઝોનમાં મ્યુનિ તંત્રની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એનઓસી ના હોવા ઉપરાંત ઈલેક્ટ્રીકલ અને મિકેનીકલ ખામી જણાતા કાર્યવાહી કરવામાં આવી છે.

6 અધિકારીને સસ્પેન્ડ કર્યા છે

અમે કોઈને નહીં બક્ષવા માંગતા સરકાર. નિયમોનું પાલન નહિ કરનાર સામે અમે પગલાં લીધા છે અને લઇશુ. રાજ્યના તામામ ગેમ ઝોન મુદે હાઇકોર્ટનો આદેશ. ફાયર NOC ના હોય તેવા ગેમ ઝોન રહેશે બંધ.

આ મામલે અત્યાર સુધી કુલ 7 અધિકારી સસ્પેન્ડ.

ફાયર અધિકારી રોહિત વિગોરા સસ્પેન્ડ. સ્ટેશન ઓફિસર કાલાવડ રોડ ફાયર સ્ટેશન. આ તમામ 7 અધિકારોઓને તેમની બેદરકારી બદલ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા છે.

રાજકોટ અગ્નિકાંડ  સુઓમોટો પર કોર્ટની નોંધ

ગુજરાતમાં ફાયર સેફટીનો અભાવ હોવાની કોર્ટની નોંધ. રાજકોટ મનપા કમિશનરની બેદરકારીથી અગ્નિકાંડ થયો. સરકારે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના હુકમનું પાલન કર્યું નહીં. રાજકોટ મનપા એ અંતિમ એફિડેવિટ આપવા કોર્ટનો આદેશ. આગમાં જીવ ગયાં તંત્ર ઊંઘતું રહ્યું. ફાયર સેફટીના નીયમોનું પાલન થયું નહીં. Jcbથી પુરાવાનો નાશ તંત્ર કરી રહ્યું હોવાની હાઇકોર્ટની નોંધ. શા માટે મનપા આવું કરે છે તેનો જવાબ આપવા આદેશ. પરિવારજનોને ગુમ થયેલા લોકો મળી રહે તે દિશામાં કાર્યવાહી કરવા હાઇકોર્ટનો આદેશ

આવા અગ્નિકાંડ ફરી ન સર્જાય તે જોવાની આપણા સૌની ફરજ

જો કે હવે શું જે લોકોએ પોતાના વ્હાલસોયા બાળકો ગુમાવ્યા તેમને ક્યારેય મળી નહી શકે. આ અગ્નિકાંડમાં એટલી હદે ક્ષત-વિક્ષીત થયા છે કે DNA બાદ મૃતકોની ઓળખ શક્ય બનશે. હસતી ખેલતી જિંદગી કોથળાઓમાં ભરીને સમેટાઇ જાય ત્યારે પરિવાર જનોની શું હાલત થાય તે કલ્પનાની બહાર છે. એ દર્દ એ તકલીફ આગમાં હોમાયેલા એ નિર્દોષ પરિવાર ક્યારેય ભૂલી નહી શકે. હવે તંત્ર સફાળુ જાગશે તો પણ શુ આ પહેલા પણ .સુરત તક્ષશિલા અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના સર્જાઇ જ હતી આ તમામ પરથી ક્યાં કોઇ બોધપાઠ આપણે શિખ્યા છીએ. હવે બસ આ રીતે કોઇ કમોતને ભેટે એ પહેલા કાર્યવાહી કરી આવા અગ્નિકાંડ ફરી ન સર્જાય તે જોવાની આપણા સૌની ફરજ છે.