Ahmedabad News : નિકોલમાં પૂર્વ મંજૂરી વિના ચાલતું કેમ્પસ ગેમઝોન કરાયું સીલ

અગ્નિકાંડ બાદ અમદાવાદમાં તંત્ર એકશનમાં AMCના એસ્ટેટ વિભાગ દ્વારા કરાઇ કાર્યવાહી છેલ્લા ૩ વર્ષ થી ચાલતું હતું ગેમ ઝોન રાજકોટમાં ગેમ ઝોનના કારણે અગ્નિકાંડમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓમાં ફાયર બ્રિગેડ, AMC અને પોલીસના અધિકારીઓએ દ્રારા ગેમ ઝોનમાં ફાયર સેફટી, NOC, એન્ટ્રી એક્ઝિટની કેવી વ્યવસ્થા છે તે વગેરે અંગેની ચકાસણી કરવામાં આવી હતી.ત્યારે આજે નિકોલમાં આવેલ કેમ્પસ ગેમઝોનને સીલ કરવામાં આવ્યું હતુ,છેલ્લા 3 વર્ષથી આ ગેમઝોન ચાલી રહ્યું હતું પરંતું NOC નહી હોવાથી બંધ કરાયું છે. રેસ્ટોરન્ટોની પણ તપાસ કરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ કે પટેલે જણાવ્યું હતું કે, શહેરના રિંગરોડ, એસજી હાઇવે તેમજ અનેક વિસ્તારોમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉપર કાફે અને રેસ્ટોરાં ઊભાં કરી દેવામાં આવ્યાં છે. આજે ગેમ ઝોન બાદ આગામી દિવસોમાં હવે એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા આવા ટેમ્પરરી સ્ટ્રક્ચરના કેટલાં કાફે, રેસ્ટોરાં બનેલાં છે, તે તમામ અંગેની તપાસ કરવામાં આવશે અને કોઈએ પરવાનગી વિનાનું પ્લાન પાસ વિના બનાવવામાં આવેલું હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે અમદાવાદના 14 ગેમઝોનમાં તપાસ કરાઈ આજે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને શહેરમાં આવેલા વિવિધ 14 જેટલા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની પ્રાથમિક માહિતીમાં જેટલા પણ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી છે. તેમાં મોટાભાગના ગેમઝોનમાં જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે તે એક જ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગ લાગે ત્યારે ધુમાડા બહાર નીકળવા માટે જે વેન્ટિલેશન હોવું જોઈએ તે વેન્ટિલેશન પણ પ્રોપર ન હોવાનું ધ્યાને આવ્યું છે. ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં એક્ઝિટ માટે કામગીરી શરૂ સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ઈમરજન્સી એક્ઝિટ માટે અલગથી ગેટ બનાવવાની શરૂઆત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ગેમ ઝોનમાં તાત્કાલિક ધોરણે કામગીરી ચાલી રહી છે. જોકે આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફન બ્લાસ્ટમાં હાલ આ કામગીરી કરવામાં આવી રહી છે,બંને જગ્યાએ હાલ ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જોકે આ બાંધકામ ગઈકાલ રાતથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું.  

Ahmedabad News : નિકોલમાં પૂર્વ મંજૂરી વિના ચાલતું કેમ્પસ ગેમઝોન કરાયું સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્નિકાંડ બાદ અમદાવાદમાં તંત્ર એકશનમાં
  • AMCના એસ્ટેટ વિભાગ દ્વારા કરાઇ કાર્યવાહી
  • છેલ્લા ૩ વર્ષ થી ચાલતું હતું ગેમ ઝોન

રાજકોટમાં ગેમ ઝોનના કારણે અગ્નિકાંડમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓમાં ફાયર બ્રિગેડ, AMC અને પોલીસના અધિકારીઓએ દ્રારા ગેમ ઝોનમાં ફાયર સેફટી, NOC, એન્ટ્રી એક્ઝિટની કેવી વ્યવસ્થા છે તે વગેરે અંગેની ચકાસણી કરવામાં આવી હતી.ત્યારે આજે નિકોલમાં આવેલ કેમ્પસ ગેમઝોનને સીલ કરવામાં આવ્યું હતુ,છેલ્લા 3 વર્ષથી આ ગેમઝોન ચાલી રહ્યું હતું પરંતું NOC નહી હોવાથી બંધ કરાયું છે.

રેસ્ટોરન્ટોની પણ તપાસ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ કે પટેલે જણાવ્યું હતું કે, શહેરના રિંગરોડ, એસજી હાઇવે તેમજ અનેક વિસ્તારોમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉપર કાફે અને રેસ્ટોરાં ઊભાં કરી દેવામાં આવ્યાં છે. આજે ગેમ ઝોન બાદ આગામી દિવસોમાં હવે એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા આવા ટેમ્પરરી સ્ટ્રક્ચરના કેટલાં કાફે, રેસ્ટોરાં બનેલાં છે, તે તમામ અંગેની તપાસ કરવામાં આવશે અને કોઈએ પરવાનગી વિનાનું પ્લાન પાસ વિના બનાવવામાં આવેલું હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.


ગઈકાલે અમદાવાદના 14 ગેમઝોનમાં તપાસ કરાઈ

આજે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને શહેરમાં આવેલા વિવિધ 14 જેટલા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની પ્રાથમિક માહિતીમાં જેટલા પણ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી છે. તેમાં મોટાભાગના ગેમઝોનમાં જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે તે એક જ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગ લાગે ત્યારે ધુમાડા બહાર નીકળવા માટે જે વેન્ટિલેશન હોવું જોઈએ તે વેન્ટિલેશન પણ પ્રોપર ન હોવાનું ધ્યાને આવ્યું છે.

ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં એક્ઝિટ માટે કામગીરી શરૂ

સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ઈમરજન્સી એક્ઝિટ માટે અલગથી ગેટ બનાવવાની શરૂઆત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ગેમ ઝોનમાં તાત્કાલિક ધોરણે કામગીરી ચાલી રહી છે. જોકે આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફન બ્લાસ્ટમાં હાલ આ કામગીરી કરવામાં આવી રહી છે,બંને જગ્યાએ હાલ ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જોકે આ બાંધકામ ગઈકાલ રાતથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું.