Ahmedabad:રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ઉનાળુ પાક સુકાઈ જવાની ભીતિ

ભુક્કા કાઢી નાખતી ગરમીમાં ગામે ગામ પાણીના પોકારચૂંટણીના કારણે ઉનાળાનો માસ્ટર પ્લાન તૈયાર ન થયો પાંચ જિલ્લાના 35 ગામમાં પીવાના પાણીના 109 ફેરા રાજયમાં મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હરિયાળા ગણાતા જિલ્લાઓમાં પણ ગરમીનો પારો તમામ રેકોર્ડ તોડી રહયો છે. આવી સ્થિતિમાં પીવાના પાણીની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. એક જ દિવસમાં રાજયના રાજકોટ, બનાસકાંઠા, કચ્છ સહિતનાં 5 જિલ્લાના 35 ગામમાં પાણીના 109 ફેરા કરવા ટેન્કર દોડાવવાની તંત્રને ફરજ પડી છે. મહેસાણા જીલ્લાની સાથોસાથ અન્ય જિલ્લાઓમાં પાણીની અછતને લઈ ઉનાળુ પાક પર વિપરિત અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ઉનાળુ વાવેતર માટે સિંચાઈના પાણીની જરૂરિયાતની સામે હાલમાં પાણીનો કેટલો જથ્થો છે તેનુ પણ આકલન કરાઈ રહ્યું છે. રાજયના 206 જળાશયોમાં પણ પાણીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી છે. આવા સંજોગોમાં ખેતી માટે જરુરી પાણીની સ્થિતિની સમિક્ષા કરવા રાજય સરકારે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને સૂચના આપી છે. સૌથી મહત્વની બાબતમાં પશુઓ માટે પીવાનું પાણી,ઘાસચારાનો જથ્થો અને ગરમીથી બચાવવાના તાત્કાલિક પગલા ભરવા આદેશ અપાયા છે. ખેડૂતોએ ખાતર, બિયારણ અને ખેડ કર્યા બાદ વાવણી કરેલાં ઉનાળુ વાવેતરને પણ નુકસાન થવાની શકયતાની સાથે સાથે ગરમીના કારણે જળાશયોમાંથી પાણીનો જથ્થો બાષ્પીભવન થઈ રહ્યો છે તો અપૂરતી વીજળીના કારણે પાતાળકૂવા સિંચાઈ માટે પાણી પુરું પાડી શકે તેમ નથી. બીજી તરફ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જીલ્લાઓમાં ટેન્કર યુગની શરુઆત થઈ ચુકી છે. સરકારની મહત્વપૂણૅ સૌની યોજનાની વચ્ચે રાજકોટના 3 તાલુકામાં પાણીના ટેન્કર દોડાવાઈ રહ્યાં છે. આકાશમાંથી આગ ઓકતા ઉનાળાની વચ્ચે ચિંતાની વાત એ છે કે જિલ્લા કલેકટરે પણ સ્વીકાર્યુ છે કે ચુંટણીના કારણે ઉનાળાનો માસ્ટર પ્લાન તૈયાર થઈ શકયો નથી. તેને લઈને પ્રાથમિક સ્તરે જે ગામડાઓમાં પાણીની તકલીફ હોય ત્યાં પ્રાંત અધિકારીને ટેન્કરના ફેરા મંજૂર કરવા સતા સોંપાઈ છે. કયા કયા જિલ્લામાં પાણીના કેટલા ફેરા બનાસકાંઠાના 9 ગામોમાં ટેન્કરના 26 ફેરા ,દાંતાના 6 ગામમાં જ સૌથી વધુ 22 ફેરા ,રાજકોટના છ ગામોમાં ટેન્કરના 37 ફેરા કોટડા સાંગાણીના ગામમાં ટેન્કરના 10 ફેરા, રાજકોટના વીંછિયાના બે ગામમાં ચાર ફેરા , કચ્છ જિલ્લાના 14 ગામોમાં 24 ટેન્કરના ફેરા, રાપરના 9 ગામોમાં સૌથી વધુ પાણીનો કકળાટ, ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના 4 ગામોમાં 15 ફેર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને મૂળીના ગામમાં 7 ફેરા.

Ahmedabad:રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ઉનાળુ પાક સુકાઈ જવાની ભીતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભુક્કા કાઢી નાખતી ગરમીમાં ગામે ગામ પાણીના પોકાર
  • ચૂંટણીના કારણે ઉનાળાનો માસ્ટર પ્લાન તૈયાર ન થયો
  • પાંચ જિલ્લાના 35 ગામમાં પીવાના પાણીના 109 ફેરા

રાજયમાં મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હરિયાળા ગણાતા જિલ્લાઓમાં પણ ગરમીનો પારો તમામ રેકોર્ડ તોડી રહયો છે. આવી સ્થિતિમાં પીવાના પાણીની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. એક જ દિવસમાં રાજયના રાજકોટ, બનાસકાંઠા, કચ્છ સહિતનાં 5 જિલ્લાના 35 ગામમાં પાણીના 109 ફેરા કરવા ટેન્કર દોડાવવાની તંત્રને ફરજ પડી છે. મહેસાણા જીલ્લાની સાથોસાથ અન્ય જિલ્લાઓમાં પાણીની અછતને લઈ ઉનાળુ પાક પર વિપરિત અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

ઉનાળુ વાવેતર માટે સિંચાઈના પાણીની જરૂરિયાતની સામે હાલમાં પાણીનો કેટલો જથ્થો છે તેનુ પણ આકલન કરાઈ રહ્યું છે. રાજયના 206 જળાશયોમાં પણ પાણીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી છે. આવા સંજોગોમાં ખેતી માટે જરુરી પાણીની સ્થિતિની સમિક્ષા કરવા રાજય સરકારે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને સૂચના આપી છે. સૌથી મહત્વની બાબતમાં પશુઓ માટે પીવાનું પાણી,ઘાસચારાનો જથ્થો અને ગરમીથી બચાવવાના તાત્કાલિક પગલા ભરવા આદેશ અપાયા છે.

ખેડૂતોએ ખાતર, બિયારણ અને ખેડ કર્યા બાદ વાવણી કરેલાં ઉનાળુ વાવેતરને પણ નુકસાન થવાની શકયતાની સાથે સાથે ગરમીના કારણે જળાશયોમાંથી પાણીનો જથ્થો બાષ્પીભવન થઈ રહ્યો છે તો અપૂરતી વીજળીના કારણે પાતાળકૂવા સિંચાઈ માટે પાણી પુરું પાડી શકે તેમ નથી.

બીજી તરફ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જીલ્લાઓમાં ટેન્કર યુગની શરુઆત થઈ ચુકી છે. સરકારની મહત્વપૂણૅ સૌની યોજનાની વચ્ચે રાજકોટના 3 તાલુકામાં પાણીના ટેન્કર દોડાવાઈ રહ્યાં છે. આકાશમાંથી આગ ઓકતા ઉનાળાની વચ્ચે ચિંતાની વાત એ છે કે જિલ્લા કલેકટરે પણ સ્વીકાર્યુ છે કે ચુંટણીના કારણે ઉનાળાનો માસ્ટર પ્લાન તૈયાર થઈ શકયો નથી. તેને લઈને પ્રાથમિક સ્તરે જે ગામડાઓમાં પાણીની તકલીફ હોય ત્યાં પ્રાંત અધિકારીને ટેન્કરના ફેરા મંજૂર કરવા સતા સોંપાઈ છે.

કયા કયા જિલ્લામાં પાણીના કેટલા ફેરા

બનાસકાંઠાના 9 ગામોમાં ટેન્કરના 26 ફેરા ,દાંતાના 6 ગામમાં જ સૌથી વધુ 22 ફેરા ,રાજકોટના છ ગામોમાં ટેન્કરના 37 ફેરા કોટડા સાંગાણીના ગામમાં ટેન્કરના 10 ફેરા, રાજકોટના વીંછિયાના બે ગામમાં ચાર ફેરા , કચ્છ જિલ્લાના 14 ગામોમાં 24 ટેન્કરના ફેરા, રાપરના 9 ગામોમાં સૌથી વધુ પાણીનો કકળાટ, ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના 4 ગામોમાં 15 ફેર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને મૂળીના ગામમાં 7 ફેરા.