Arvalliના ટીંટોઈ ગામે વાલીઓનો હોબાળો,આંગણવાડીના તેડાગર બાળકોને મારતા હોવાનો લગાવ્યો આક્ષેપ

નાના ભુલકાઓને તેડાગર મારમારતો હોવાનો આક્ષેપ આંબેડકર ચોકની આંગણવાડીમાં તેડાગરની દાદાગીરી બાળકોને અંગણવાડીમાં ના મોકલતા કહી વાલીઓને ધમકાવ્યા અરવલ્લીના ટીંટોઈમાં આંગણવાડી કેન્દ્રમાં વાલીઓએ આજે હોબાળો મચાવ્યો હતો.વાલીઓનો આક્ષેપ છે કે,આંગણવાડીમાં તેડાગર બહેન દ્રારા બાળકોને મારવામાં આવે છે,તો આંગણવાડી કેન્દ્રમાં લાઈટ અને પંખાની પણ કોઈ સગવડ છે નહી,આજે વાલીઓએ ભેગા થઈને આંગણવાડી કેન્દ્રમાંથી તેડાગરને બદલવા માટે માંગ કરી હતી. શાળામાં લાઈટો પણ નહી મોડાસા તાલુકામાં આવેલુ ટીંટોઈ ગામ એ ખૂબ નાનુ ગામ છે અને પહાડોની વચ્ચે આવેલુ ગામ છે,આ ગામની વસ્તી ઓછી છે માટે ટીંટોઈમાં જ આંગણવાડી કેન્દ્ર ખોલવામાં આવ્યું છે,તેડાગર એટલે કે આંગણવાડીની મુખ્ય મહિલા કે જે બાળકોનું ધ્યાન રાખે છે,ત્યારે આજે વાલીઓએ ભેગા થઈને આંગણવાડી કેન્દ્રમાં હોબાળો મચાવ્યો હતો,વાલીઓનો આક્ષેપ છે કે તેડાગર દ્રારા બાળકોને માર મારવામાં આવે છે અને આંગણવાડીમાં આવવું નહી તેવુ કહેવામાં આવે છે જેને લઈ વાલીઓ વિફર્યા હતા. પહાડોની વચ્ચે આવેલુ છે ટીંટોઈ ગામ મોડાસાના ટીંટોઇ ગામે આંગણવાડી તેડાગરની દાદાગીરીથી વાલીઓ કંટાળી ગયા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામના સરપંચને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે પણ આંગણવાડીની તેડાગરને બદલવામાં આવતી નથી.બાળકોએ વાલીઓને ફરિયાદ કરી હતી કે તેમને ટીચર કહે છે કે,કાલથી શાળામાં આવતા નહી તેને લઈ વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.ટીંટોઈના આંબેડકર ચોક ખાતે આવેલ છે આંગણવાડી. આંગણવાડી એટેલે શું ગ્રામવિસ્તારો તેમજ શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વસતી પ્રજાનાં બાળકોને માટે પૂર્વપ્રાથમિક શિક્ષણપ્રબંધ કરતી પ્રાયોગિક વ્યવસ્થા. ત્રણથી પાંચ વર્ષની વયનાં બાળકોના પૂર્વપ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા મૉન્ટેસોરી પદ્ધતિ દ્વારા ચાલતાં બાલમંદિરોમાં થતી હોય છે. મોટેભાગે આવી સંસ્થાઓ શહેર અને કસબાનાં ગામોમાં હોય છે.  

Arvalliના ટીંટોઈ ગામે વાલીઓનો હોબાળો,આંગણવાડીના તેડાગર બાળકોને મારતા હોવાનો લગાવ્યો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાના ભુલકાઓને તેડાગર મારમારતો હોવાનો આક્ષેપ
  • આંબેડકર ચોકની આંગણવાડીમાં તેડાગરની દાદાગીરી
  • બાળકોને અંગણવાડીમાં ના મોકલતા કહી વાલીઓને ધમકાવ્યા

અરવલ્લીના ટીંટોઈમાં આંગણવાડી કેન્દ્રમાં વાલીઓએ આજે હોબાળો મચાવ્યો હતો.વાલીઓનો આક્ષેપ છે કે,આંગણવાડીમાં તેડાગર બહેન દ્રારા બાળકોને મારવામાં આવે છે,તો આંગણવાડી કેન્દ્રમાં લાઈટ અને પંખાની પણ કોઈ સગવડ છે નહી,આજે વાલીઓએ ભેગા થઈને આંગણવાડી કેન્દ્રમાંથી તેડાગરને બદલવા માટે માંગ કરી હતી.

શાળામાં લાઈટો પણ નહી

મોડાસા તાલુકામાં આવેલુ ટીંટોઈ ગામ એ ખૂબ નાનુ ગામ છે અને પહાડોની વચ્ચે આવેલુ ગામ છે,આ ગામની વસ્તી ઓછી છે માટે ટીંટોઈમાં જ આંગણવાડી કેન્દ્ર ખોલવામાં આવ્યું છે,તેડાગર એટલે કે આંગણવાડીની મુખ્ય મહિલા કે જે બાળકોનું ધ્યાન રાખે છે,ત્યારે આજે વાલીઓએ ભેગા થઈને આંગણવાડી કેન્દ્રમાં હોબાળો મચાવ્યો હતો,વાલીઓનો આક્ષેપ છે કે તેડાગર દ્રારા બાળકોને માર મારવામાં આવે છે અને આંગણવાડીમાં આવવું નહી તેવુ કહેવામાં આવે છે જેને લઈ વાલીઓ વિફર્યા હતા.


પહાડોની વચ્ચે આવેલુ છે ટીંટોઈ ગામ

મોડાસાના ટીંટોઇ ગામે આંગણવાડી તેડાગરની દાદાગીરીથી વાલીઓ કંટાળી ગયા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામના સરપંચને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે પણ આંગણવાડીની તેડાગરને બદલવામાં આવતી નથી.બાળકોએ વાલીઓને ફરિયાદ કરી હતી કે તેમને ટીચર કહે છે કે,કાલથી શાળામાં આવતા નહી તેને લઈ વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.ટીંટોઈના આંબેડકર ચોક ખાતે આવેલ છે આંગણવાડી.


આંગણવાડી એટેલે શું

ગ્રામવિસ્તારો તેમજ શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વસતી પ્રજાનાં બાળકોને માટે પૂર્વપ્રાથમિક શિક્ષણપ્રબંધ કરતી પ્રાયોગિક વ્યવસ્થા. ત્રણથી પાંચ વર્ષની વયનાં બાળકોના પૂર્વપ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા મૉન્ટેસોરી પદ્ધતિ દ્વારા ચાલતાં બાલમંદિરોમાં થતી હોય છે. મોટેભાગે આવી સંસ્થાઓ શહેર અને કસબાનાં ગામોમાં હોય છે.