Lok Sabha Election: ગુજરાતમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો સ્ટાર પ્રચારકોમાં સમાવેશ જે.પી.નડ્ડા અને રાજનાથસિંહ પણ સ્ટાર પ્રચારક તરીકે રહેશે પરશોત્તમ રૂપાલાનું નામ પણ સ્ટાર પ્રચારકમાં સામેલ લોકસભાની ચૂંટણીનો જંગ હવે નજીક આવી રહ્યો છે. જેની સાથે જ તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરવાની કામગીરી પણ પૂર્ણ કરી છે. આ વચ્ચે ભાજપે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને 5 વિધાનસભાની પેટાચૂંટણી માટેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત 40 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે. ચૂંટણી માટેના ભાજપની રણનીતિ સ્પષ્ટ થઈ રહી છે. જેમાં કુલ 40 નેતાઓના નામ સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સહિતના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાંથી મનસુખ માંડવીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર , ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા નો પણ સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ પરશોત્તમ રૂપાલાનું નામ પણ સ્ટાર પ્રચારકમાં રાખવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલ પણ ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમજ અલ્પેશ ઠાકોરથી લઈ રજની પટેલ તેમજ આઈ કે જાડેજા ના નામ પણ સ્ટાર પ્રચારકોમાં રાખવામાં આવ્યા છે.

Lok Sabha Election: ગુજરાતમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો સ્ટાર પ્રચારકોમાં સમાવેશ
  • જે.પી.નડ્ડા અને રાજનાથસિંહ પણ સ્ટાર પ્રચારક તરીકે રહેશે
  • પરશોત્તમ રૂપાલાનું નામ પણ સ્ટાર પ્રચારકમાં સામેલ

લોકસભાની ચૂંટણીનો જંગ હવે નજીક આવી રહ્યો છે. જેની સાથે જ તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરવાની કામગીરી પણ પૂર્ણ કરી છે. આ વચ્ચે ભાજપે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને 5 વિધાનસભાની પેટાચૂંટણી માટેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત 40 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે.

ચૂંટણી માટેના ભાજપની રણનીતિ સ્પષ્ટ થઈ રહી છે. જેમાં કુલ 40 નેતાઓના નામ સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સહિતના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.


જ્યારે ગુજરાતમાંથી મનસુખ માંડવીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર , ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા નો પણ સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ પરશોત્તમ રૂપાલાનું નામ પણ સ્ટાર પ્રચારકમાં રાખવામાં આવ્યું છે.

આ સાથે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલ પણ ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમજ અલ્પેશ ઠાકોરથી લઈ રજની પટેલ તેમજ આઈ કે જાડેજા ના નામ પણ સ્ટાર પ્રચારકોમાં રાખવામાં આવ્યા છે.