Surat Breaking: સુરતમાં વેપારીઓના વિરોધ વચ્ચે, મિલેનિયમ 2 માર્કેટ સીલ કરવામાં આવ્યું

સુરત મનપાની મોટી કાર્યવાહી વેપારીઓના વિરોધ વચ્ચે માર્કેટ સીલ મિલેનિયમ 2 માર્કેટ ની NOC રિન્યુઅલ રદ્દ રાજકોટમાં TRP ગેમઝોનમાં જે અગ્નિકાંડ થયો જેમાં 27 જિંદગીઓ હોમાઈ ગઈ હતી. ત્યારે આ દુર્ઘટના બાદ હવે રાજ્યમાં ઠેર ઠેર ફાયર સેફટીનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. સાથે જ જે કોઈ જગ્યા પર ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ના કરવામાં આવતું હોય તે જગ્યાઓને સીલ કરી દેવામાં આવી રહી છે. ત્યારે હવે સુરતમાં પણ ફાયર NOC અંગેનું ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક જગ્યાઓને સીલ મારવામાં આવ્યું હતું. ત્યારે હવે આ દરમિયાન સુરતના માર્કેટમાં સીલ મારી દેવાથી વેપારીઓ રોષે ભરાયા હતા. માર્કેટમાં આવેલી 623 દુકાનો સીલ સુરતમાં વેપારીઓમાં રોષ વચ્ચે પણ સુરત મનપા દ્વારા મિલેનિયમ 2 માર્કેટ સીલ કરવામાં આવી છે. મિલેનીયમ માર્કેટ-2 સહિત માર્કેટમાં આવેલી 623 દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં સુરતમાં લગભગ 7 હજારથી વધારે દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસ સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી છે. ફાયર સેફટીના અભાવથી દુકાનો સીલ કરાઈ મહત્વનું છે કે, અત્યાર સુધીમાં આ વેપારીઓને 4 થી 5 વાર નોટિસ આપવામાં આવી હતી. જે બાદ પણ આ વેપારીઓ દ્વારા કોઈ નિરાકરણ ના લાવવામાં આવતા મનપા દ્વારા આગળ કાર્યવાહી કરવામાં આવી હતી. વેન્ટિલેશન અને ઈલેક્ટ્રીકલને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મનપા દ્વારા જણાવવામાં આવ્યું હતું પણ આ વેપારીઓએ કોઈ નિરાકરણ લાવ્યું નહીં જે બાદ આ દુકાનોને ફાયર સેફટીના અભાવના કારણે સીલ કરવામાં આવી હતી. મિલેનિયમ 2 માર્કેટમાં ત્રણવાર આગ લાગી હતી મિલેનિયમ 2 માર્કેટ ની NOC રિન્યુઅલ રદ્દ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષમાં મિલેનિયમ 2 માર્કેટમાં ત્રણવાર આગ લાગવાના બનાવો બની ચૂક્યા છે. તેમ છતાં પણ કોઈ પગલાં ન લેવામાં આવ્યા હતા. 7 મી મેના રોજ પણ આ માર્કેટમાં આગ લાગી હતી. જે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. 

Surat Breaking: સુરતમાં વેપારીઓના વિરોધ વચ્ચે, મિલેનિયમ 2 માર્કેટ સીલ કરવામાં આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત મનપાની મોટી કાર્યવાહી
  • વેપારીઓના વિરોધ વચ્ચે માર્કેટ સીલ
  • મિલેનિયમ 2 માર્કેટ ની NOC રિન્યુઅલ રદ્દ

રાજકોટમાં TRP ગેમઝોનમાં જે અગ્નિકાંડ થયો જેમાં 27 જિંદગીઓ હોમાઈ ગઈ હતી. ત્યારે આ દુર્ઘટના બાદ હવે રાજ્યમાં ઠેર ઠેર ફાયર સેફટીનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. સાથે જ જે કોઈ જગ્યા પર ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ના કરવામાં આવતું હોય તે જગ્યાઓને સીલ કરી દેવામાં આવી રહી છે. ત્યારે હવે સુરતમાં પણ ફાયર NOC અંગેનું ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક જગ્યાઓને સીલ મારવામાં આવ્યું હતું. ત્યારે હવે આ દરમિયાન સુરતના માર્કેટમાં સીલ મારી દેવાથી વેપારીઓ રોષે ભરાયા હતા.

માર્કેટમાં આવેલી 623 દુકાનો સીલ

સુરતમાં વેપારીઓમાં રોષ વચ્ચે પણ સુરત મનપા દ્વારા મિલેનિયમ 2 માર્કેટ સીલ કરવામાં આવી છે. મિલેનીયમ માર્કેટ-2 સહિત માર્કેટમાં આવેલી 623 દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં સુરતમાં લગભગ 7 હજારથી વધારે દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસ સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી છે.

ફાયર સેફટીના અભાવથી દુકાનો સીલ કરાઈ

મહત્વનું છે કે, અત્યાર સુધીમાં આ વેપારીઓને 4 થી 5 વાર નોટિસ આપવામાં આવી હતી. જે બાદ પણ આ વેપારીઓ દ્વારા કોઈ નિરાકરણ ના લાવવામાં આવતા મનપા દ્વારા આગળ કાર્યવાહી કરવામાં આવી હતી. વેન્ટિલેશન અને ઈલેક્ટ્રીકલને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મનપા દ્વારા જણાવવામાં આવ્યું હતું પણ આ વેપારીઓએ કોઈ નિરાકરણ લાવ્યું નહીં જે બાદ આ દુકાનોને ફાયર સેફટીના અભાવના કારણે સીલ કરવામાં આવી હતી.

મિલેનિયમ 2 માર્કેટમાં ત્રણવાર આગ લાગી હતી

મિલેનિયમ 2 માર્કેટ ની NOC રિન્યુઅલ રદ્દ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષમાં મિલેનિયમ 2 માર્કેટમાં ત્રણવાર આગ લાગવાના બનાવો બની ચૂક્યા છે. તેમ છતાં પણ કોઈ પગલાં ન લેવામાં આવ્યા હતા. 7 મી મેના રોજ પણ આ માર્કેટમાં આગ લાગી હતી. જે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.