Surat શહેરના ATMમાં રૂપિયા ઉપાડવા જતા હોય તો સાવધાન

ATMમાં પૈસા ઉપાડવા મદદ કરવાના બહાને કરતા ઠગાઈ કાપોદ્રા પોલીસે બે શખ્સની કરી ધરપકડ પોલીસે કુલ રૂ.1,03,100નો મુદ્દામાલ કર્યો જપ્ત સુરતમાં છેતરપિંડી કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ છે. જેમાં ATMમાં પૈસા ઉપાડવા મદદ કરવાના બહાને ઠગાઈ કરતા લોકો પોલીસના સકંજામાં આવ્યા છે. તેમાં કાપોદ્રા પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે. પોલીસે કુલ રૂપિયા 1,03,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં પોલીસે 48 ATM કાર્ડ પણ જપ્ત કર્યા છે. તેમાં બે પૈકી અર્જુન જાટ વિરુદ્ધ રાજસ્થાનમાં 8 ગુના નોંધાયા છે.રોકડા રૂપિયા મળી કુલ રૂ 1,03100 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા શહેરના ATM મશીનોમાં પૈસા ઉપાડવા આવતા ઇસમોને પૈસા કઢાવવામાં મદદ કરવાના બહાને છેતરપિંડી કરનાર આંતરરાજય ટોળકી ઝડપાઇ છે. જેમાં ટોળકીના બે આરોપીઓને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે. તેમજ ATM તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ 1,03100 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. મોટા વરાછા અને કામરેજના 3 ગુનાઓ ઉકેલાયા છે. જેમાં 48 એટીએમ કાર્ડ કબ્જે કરાયા છે. અગાઉ પણ શહેરમાં ATMમાંથી નાણાં તફડાવતી ગેંગ ઝડપાઈ હતી અગાઉ પણ શહેરમાં ATMમાંથી નાણાં તફડાવતી ગેંગ ઝડપાઈ હતી. જેમાં ATMના ડિસ્પેન્સરમાં પટ્ટી ફિટ કરી ગેંગ નાણાં તફડાવતી હતી. તેમાં ગેંગ સામે વિવિધ વિસ્તારોમાં નાણાં તફડાવવાના ગુના નોંધાયેલા છે. જેમાં ઉત્તર પ્રદેશના તિવારી નામના શખ્સે ગેંગેને ટેક્નિક શીખવી હતી. તેમાં બે આરોપીની ધરપકડ કરી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. ટોળકી સામે ઉધના, સચિન જીઆઇડીસી, પલસાણા અને કામરેજમાં 7 ગુના નોંધાય ચુક્યા છે. યુપીના તિવારીએ બે મહિના પહેલા જ ટેક્નિક શીખવી હતી. તેમાં બન્ને આરોપીઓની પૂછપરછમાં હજી ગુનાઓની કબૂલાત થાય તેવી શકયતા છે. લોકોના ભરોસે તમારુ કાર્ડ મશીનમાં છોડીને બહાર ન નીકળવું જોઈએ એક સમય હતો જ્યારે લોકોને પૈસા ઉપાડવા માટે બેન્કમાં જવું પડતું હતું.લાઇનમાં ઊભા રહેવું પડતું હતું પણ હવે એવું નથી. હવે લોકો ATMની મદદથી પૈસા ઉપાડે છે.પરંતુ ઘણી વખત એટીએમ ફ્રોડના કેસ આવતા રહે છે. આવી જ એક છેતરપિંડી આજકાલ લોકો સાથે થઈ રહી છે. આ છેતરપિંડીમાં જ્યારે લોકો કાર્ડનો ઉપયોગ કરે છે ત્યારે તેમનું કાર્ડ એટીએમ મશીનમાં જ ફસાઈ જાય છે. આવી પરિસ્થિતિઓમાં છેતરપિંડી કરનારાઓ તમને મદદ કરવાના ખોટા દાવા કરે છે.અને તમારી બેન્કમાં જઈને ફરિયાદ કરવાનું સૂચન કરે છે. પરંતુ જેમ જ તમે એટીએમમાંથી બહાર નીકળો છો. છેતરપિંડી કરનારાઓ તમારું ATM બહાર કાઢી લે છે અને તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. જો તમે ATMમાંથી પૈસા ઉપાડવા ગયા હોવ અને તમારું ATM કાર્ડ મશીનમાં ફસાઈ ગયું હોય. તો આવા લોકોના ભરોસે તમારુ કાર્ડ મશીનમાં છોડીને બહાર ન નીકળવું જોઈએ. ATMમાં કાર્ડ ફસાઇ જાય ત્યારે પહેલા તેને બ્લોક કરી દો જો તમને લાગે કે તમારું એટીએમ કાર્ડ મશીનમાંથી બહાર આવી શકતું નથી. જો તે તેમાં ફસાઇ જાય ત્યારે પહેલા તેને બ્લોક કરી દો. આ માટે જો તમે ઇચ્છો તો તમે તમારી બેન્કની એપનો ઉપયોગ કરી શકો છો અથવા તમે કસ્ટમર કેરમાં ફોન કરીને કાર્ડને બ્લોક કરાવી શકો છો. જો તમારું કાર્ડ બ્લોક થઈ જશે તો એટીએમમાં હાજર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા કાર્ડનો ઉપયોગ કરીને તમારી સાથે છેતરપિંડી કરી શકશે નહીં.

Surat શહેરના ATMમાં રૂપિયા ઉપાડવા જતા હોય તો સાવધાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ATMમાં પૈસા ઉપાડવા મદદ કરવાના બહાને કરતા ઠગાઈ
  • કાપોદ્રા પોલીસે બે શખ્સની કરી ધરપકડ
  • પોલીસે કુલ રૂ.1,03,100નો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતમાં છેતરપિંડી કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ છે. જેમાં ATMમાં પૈસા ઉપાડવા મદદ કરવાના બહાને ઠગાઈ કરતા લોકો પોલીસના સકંજામાં આવ્યા છે. તેમાં કાપોદ્રા પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે. પોલીસે કુલ રૂપિયા 1,03,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં પોલીસે 48 ATM કાર્ડ પણ જપ્ત કર્યા છે. તેમાં બે પૈકી અર્જુન જાટ વિરુદ્ધ રાજસ્થાનમાં 8 ગુના નોંધાયા છે.

રોકડા રૂપિયા મળી કુલ રૂ 1,03100 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

શહેરના ATM મશીનોમાં પૈસા ઉપાડવા આવતા ઇસમોને પૈસા કઢાવવામાં મદદ કરવાના બહાને છેતરપિંડી કરનાર આંતરરાજય ટોળકી ઝડપાઇ છે. જેમાં ટોળકીના બે આરોપીઓને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે. તેમજ ATM તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ 1,03100 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. મોટા વરાછા અને કામરેજના 3 ગુનાઓ ઉકેલાયા છે. જેમાં 48 એટીએમ કાર્ડ કબ્જે કરાયા છે.

અગાઉ પણ શહેરમાં ATMમાંથી નાણાં તફડાવતી ગેંગ ઝડપાઈ હતી

અગાઉ પણ શહેરમાં ATMમાંથી નાણાં તફડાવતી ગેંગ ઝડપાઈ હતી. જેમાં ATMના ડિસ્પેન્સરમાં પટ્ટી ફિટ કરી ગેંગ નાણાં તફડાવતી હતી. તેમાં ગેંગ સામે વિવિધ વિસ્તારોમાં નાણાં તફડાવવાના ગુના નોંધાયેલા છે. જેમાં ઉત્તર પ્રદેશના તિવારી નામના શખ્સે ગેંગેને ટેક્નિક શીખવી હતી. તેમાં બે આરોપીની ધરપકડ કરી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. ટોળકી સામે ઉધના, સચિન જીઆઇડીસી, પલસાણા અને કામરેજમાં 7 ગુના નોંધાય ચુક્યા છે. યુપીના તિવારીએ બે મહિના પહેલા જ ટેક્નિક શીખવી હતી. તેમાં બન્ને આરોપીઓની પૂછપરછમાં હજી ગુનાઓની કબૂલાત થાય તેવી શકયતા છે.

લોકોના ભરોસે તમારુ કાર્ડ મશીનમાં છોડીને બહાર ન નીકળવું જોઈએ

એક સમય હતો જ્યારે લોકોને પૈસા ઉપાડવા માટે બેન્કમાં જવું પડતું હતું.લાઇનમાં ઊભા રહેવું પડતું હતું પણ હવે એવું નથી. હવે લોકો ATMની મદદથી પૈસા ઉપાડે છે.પરંતુ ઘણી વખત એટીએમ ફ્રોડના કેસ આવતા રહે છે. આવી જ એક છેતરપિંડી આજકાલ લોકો સાથે થઈ રહી છે. આ છેતરપિંડીમાં જ્યારે લોકો કાર્ડનો ઉપયોગ કરે છે ત્યારે તેમનું કાર્ડ એટીએમ મશીનમાં જ ફસાઈ જાય છે. આવી પરિસ્થિતિઓમાં છેતરપિંડી કરનારાઓ તમને મદદ કરવાના ખોટા દાવા કરે છે.અને તમારી બેન્કમાં જઈને ફરિયાદ કરવાનું સૂચન કરે છે. પરંતુ જેમ જ તમે એટીએમમાંથી બહાર નીકળો છો. છેતરપિંડી કરનારાઓ તમારું ATM બહાર કાઢી લે છે અને તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. જો તમે ATMમાંથી પૈસા ઉપાડવા ગયા હોવ અને તમારું ATM કાર્ડ મશીનમાં ફસાઈ ગયું હોય. તો આવા લોકોના ભરોસે તમારુ કાર્ડ મશીનમાં છોડીને બહાર ન નીકળવું જોઈએ.

ATMમાં કાર્ડ ફસાઇ જાય ત્યારે પહેલા તેને બ્લોક કરી દો

જો તમને લાગે કે તમારું એટીએમ કાર્ડ મશીનમાંથી બહાર આવી શકતું નથી. જો તે તેમાં ફસાઇ જાય ત્યારે પહેલા તેને બ્લોક કરી દો. આ માટે જો તમે ઇચ્છો તો તમે તમારી બેન્કની એપનો ઉપયોગ કરી શકો છો અથવા તમે કસ્ટમર કેરમાં ફોન કરીને કાર્ડને બ્લોક કરાવી શકો છો. જો તમારું કાર્ડ બ્લોક થઈ જશે તો એટીએમમાં હાજર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા કાર્ડનો ઉપયોગ કરીને તમારી સાથે છેતરપિંડી કરી શકશે નહીં.