Junagadh News: વાતાવરણ અનુકૂળ નથી,ગિરનાર પર ચોથા દિવસે રોપ-વે બંધ

ગિરનાર પર્વત પર 50 કિમી થી વધુ ઝડપે ફૂંકાઇ રહ્યો છે પવન પવનની ગતિ વધુ હોવાથી ટ્રોલી ચલાવવામાં મુશ્કેલ યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય જુનાગઢ ગીરનાર પર્વત પર બનાવેલા આધુનિક રોપ-વેને ખરાબ હવામાનના કારણે આજે પણ બંધ રાખવામાં આવ્યું છે. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ગિરનાર પર્વત પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ઘણા પ્રવાસીઓએ રોપ-વે ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવેલું હોય છે .તે પ્રવાસીઓને આજે રોપ-વે બંધ હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેસ્ટર્બન ડિસ્ટર્બન્સની અસર જૂનાગઢના ગિરનારમાં હાલ પવની ગતિ વધારે છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, ખાસ કરીને ગિરનાર શિખર પર 50-54 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેવા અગામી સમયમાં કરાશે શરૂ હાલ પવનની ગતિ વધારે હોવાથી રોપ-વે સેવા બંધ છે,પણ જયારે પવનની ગતિ ઘટશે ત્યારબાદ રોપ-વે સેવા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.પવનની દિશા કયારેય પણ બદલાઈ શકે છે. 20 દિવસ પહેલા પણ કરાયુ હતુ બંધ 15 દિવસ પહેલા બપોર બાદ રોપ- વેની સેવા બંધ થઇ જતા અનેક પ્રવાસીઓ ઉપર ફસાયા હતા. જોકે, કેટલાક સીડી અને ડોળી દ્વારા નીચે ઉતરી ગયા હતા.પરંતુ વૃદ્ધો,બાળકો અને મહિલાઓ મળી 50થી વધુ પ્રવાસીઓ નીચે ઉતરી ન શકતા તેમના માટે માં અંબાના મંદિર પ્રશાસન દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઇ હતી. જ્યારે બાજુમાં આવેલ વાયરલેસ પોલીસ સ્ટેશનમાં રાત્રિ રોકાણની વ્યવસ્થા કરાઇ હતી. આ અંગે મળતી વિગત ભારે પવન ફૂંકાઇ, ભારે વરસાદ પડે જેવા પ્રતિકૂળ વાતાવરણના કારણે અવાર નવાર રોપ- વે સેવા પ્રભાવિત થતી હોય છે. મોટાભાગના કિસ્સામાં યાત્રિકોને ઉપરથી નીચે લઇ અવાય છે. પરંતુ રવિવારે વધુ એક વખત ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બપોર બાદ બંધ કરવામાં આવી હતી.ત્યારે અંદાજે 250 જેટલા પ્રવાસીઓ ઉપર રહ્યા હતા. બાદમાં 200થીવધુ પ્રવાસીઓ પૈકી કોઇ સીડીથી નીચે ઉતરી ગયા તો કોઇ ડોળીમાં બેસીને નીચે ઉતરી ગયા હતા.

Junagadh News: વાતાવરણ અનુકૂળ નથી,ગિરનાર પર ચોથા દિવસે રોપ-વે બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગિરનાર પર્વત પર 50 કિમી થી વધુ ઝડપે ફૂંકાઇ રહ્યો છે પવન
  • પવનની ગતિ વધુ હોવાથી ટ્રોલી ચલાવવામાં મુશ્કેલ
  • યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

જુનાગઢ ગીરનાર પર્વત પર બનાવેલા આધુનિક રોપ-વેને ખરાબ હવામાનના કારણે આજે પણ બંધ રાખવામાં આવ્યું છે. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ગિરનાર પર્વત પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ઘણા પ્રવાસીઓએ રોપ-વે ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવેલું હોય છે .તે પ્રવાસીઓને આજે રોપ-વે બંધ હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વેસ્ટર્બન ડિસ્ટર્બન્સની અસર

જૂનાગઢના ગિરનારમાં હાલ પવની ગતિ વધારે છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, ખાસ કરીને ગિરનાર શિખર પર 50-54 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સેવા અગામી સમયમાં કરાશે શરૂ

હાલ પવનની ગતિ વધારે હોવાથી રોપ-વે સેવા બંધ છે,પણ જયારે પવનની ગતિ ઘટશે ત્યારબાદ રોપ-વે સેવા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.પવનની દિશા કયારેય પણ બદલાઈ શકે છે.

20 દિવસ પહેલા પણ કરાયુ હતુ બંધ

15 દિવસ પહેલા બપોર બાદ રોપ- વેની સેવા બંધ થઇ જતા અનેક પ્રવાસીઓ ઉપર ફસાયા હતા. જોકે, કેટલાક સીડી અને ડોળી દ્વારા નીચે ઉતરી ગયા હતા.પરંતુ વૃદ્ધો,બાળકો અને મહિલાઓ મળી 50થી વધુ પ્રવાસીઓ નીચે ઉતરી ન શકતા તેમના માટે માં અંબાના મંદિર પ્રશાસન દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઇ હતી. જ્યારે બાજુમાં આવેલ વાયરલેસ પોલીસ સ્ટેશનમાં રાત્રિ રોકાણની વ્યવસ્થા કરાઇ હતી. આ અંગે મળતી વિગત ભારે પવન ફૂંકાઇ, ભારે વરસાદ પડે જેવા પ્રતિકૂળ વાતાવરણના કારણે અવાર નવાર રોપ- વે સેવા પ્રભાવિત થતી હોય છે. મોટાભાગના કિસ્સામાં યાત્રિકોને ઉપરથી નીચે લઇ અવાય છે. પરંતુ રવિવારે વધુ એક વખત ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બપોર બાદ બંધ કરવામાં આવી હતી.ત્યારે અંદાજે 250 જેટલા પ્રવાસીઓ ઉપર રહ્યા હતા. બાદમાં 200થીવધુ પ્રવાસીઓ પૈકી કોઇ સીડીથી નીચે ઉતરી ગયા તો કોઇ ડોળીમાં બેસીને નીચે ઉતરી ગયા હતા.