Rajkotના વેપારીઓને NOC બાબતે હેરાન ન કરવા ચેમ્બરે પત્ર લખી ભલામણ કરી

મનપાએ ફાયર NOC માટે કડક વલણ અપનાવ્યું મનપાનાં નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ મેદાને વેપારીને NOC બાબતે હેરાન ન કરવા ચેમ્બરે મનપાને ભલામણ કરી રાજકોટમાં અગ્નિકાંડબાદ સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગ એકટિવ મોડ પર આવી ગયું છે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે રાજકોટ મનપાને ભલામણ કરી છે કે ફાયર એનઓસીને લઈ વેપારીઓને હેરાનગતિ ના કરો તો વેપારીઓને શાંતિથી ધંધો કરવા દો.ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્યાએ અગ્નિશામક યંત્રો અને એનઓસી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મનપાને પત્ર લખી કરી રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સે કલેક્ટર અને મ્યુનિ.કમિશનરને પત્ર લખી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે કે, વેપારીઓને અગ્નિશામક યંત્ર માટે અને અને એન.ઓ.સી. માટે ખોટી રીતે હેરાન ન કરવા જોઇએ. જો કોઇ વેપારીને હેરાનગતિ થઈ હોય તો તેની જાણ કરવા માટે ચેમ્બરે અપીલ કરી છે. પહેલા યંત્રો માટે અરજી કરી હતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું છે કે, વર્ષ 2019 માં અગ્નિશામક યંત્રો માટે અરજી કરી હતી ત્યારે તે સમયે કોઇપણ જાતનો પ્રતિસાદ મળેલ નહોતો.કાયદાકીય કાર્યવાહીમાં અને નિયમોનું પાલન કરવામાં ચેમ્બર તંત્રને સંપૂર્ણ સહયોગ આપશે. પરંતુ જો કોઇ ખોટી રીતે હેરાન- પરેશાન કરશે તો તેની સામે લડત હાથ ધરવામાં આવશે.તેમ અંતમાં જણાવ્યું છે. ચેમ્બરે ફાયર એનઓસી માટે વેપારીઓને હેરાનગતિ થાય છે તે અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. વેપારીઓમાં રોષની લાગણી ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ શહેરમાં ફાયર સેફટીના સાધનો મુદે ઝુંબેશ શરૂ કરી એક પછી એક બિલ્ડીંગને સીલ મારવાનું અને નોટીસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વેપારીઓમાં આ બાબતે રોષ ભભૂકી ઉઠ્યો છે. ફાયર એનઓસી વગરનાં એકમોના આસામીઓ દ્વારા ફાયર એનઓસી કઢાવવા માટે કોર્પોરેટર ડોટ મૂકી છે. પરંતુ મનપા દ્વારા ઓફલાઈન કે ઓનલાઈન એનઓસી કાઢવા ઉપર બ્રેક લગાવી દેતા અને વેપારીઓને ખોટીરીતે હેરાન કરતા દેકારો બોલી ગયો છે. ચેમ્બર ઓફ કોમર્સ કરશે કાર્યવાહી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી હરહંમેશ વેપાર-ઉદ્યોગકારોના પ્રશ્નોને વાચા આપી યોગ્ય ન્યાય મળે તે માટે કાર્ય કરી રહયું છે. ત્યારે હાલમાં અગ્નિશામક યંત્રો અને એનઓસીની કાર્યવાહી દરમિયાન વહિવટીતંત્રના અધિકારીઓ દ્વારા કોઈપણ વેપારીઓને ખોટી રીતે હેરાન-પરેશાન ન કરવા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા કલેકટર તથા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ લેખિતમાં ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે અને જો કોઈ અધિકારી વેપારીઓને ખોટીરીતે હેરન-પરેશાન કરશે તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી શાંત બેસશે નહી અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.  

Rajkotના વેપારીઓને NOC બાબતે હેરાન ન કરવા ચેમ્બરે પત્ર લખી ભલામણ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મનપાએ ફાયર NOC માટે કડક વલણ અપનાવ્યું
  • મનપાનાં નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ મેદાને
  • વેપારીને NOC બાબતે હેરાન ન કરવા ચેમ્બરે મનપાને ભલામણ કરી

રાજકોટમાં અગ્નિકાંડબાદ સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગ એકટિવ મોડ પર આવી ગયું છે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે રાજકોટ મનપાને ભલામણ કરી છે કે ફાયર એનઓસીને લઈ વેપારીઓને હેરાનગતિ ના કરો તો વેપારીઓને શાંતિથી ધંધો કરવા દો.ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્યાએ અગ્નિશામક યંત્રો અને એનઓસી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

મનપાને પત્ર લખી કરી રજૂઆત

ચેમ્બર ઓફ કોમર્સે કલેક્ટર અને મ્યુનિ.કમિશનરને પત્ર લખી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે કે, વેપારીઓને અગ્નિશામક યંત્ર માટે અને અને એન.ઓ.સી. માટે ખોટી રીતે હેરાન ન કરવા જોઇએ. જો કોઇ વેપારીને હેરાનગતિ થઈ હોય તો તેની જાણ કરવા માટે ચેમ્બરે અપીલ કરી છે.

પહેલા યંત્રો માટે અરજી કરી હતી

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું છે કે, વર્ષ 2019 માં અગ્નિશામક યંત્રો માટે અરજી કરી હતી ત્યારે તે સમયે કોઇપણ જાતનો પ્રતિસાદ મળેલ નહોતો.કાયદાકીય કાર્યવાહીમાં અને નિયમોનું પાલન કરવામાં ચેમ્બર તંત્રને સંપૂર્ણ સહયોગ આપશે. પરંતુ જો કોઇ ખોટી રીતે હેરાન- પરેશાન કરશે તો તેની સામે લડત હાથ ધરવામાં આવશે.તેમ અંતમાં જણાવ્યું છે. ચેમ્બરે ફાયર એનઓસી માટે વેપારીઓને હેરાનગતિ થાય છે તે અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

વેપારીઓમાં રોષની લાગણી

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ શહેરમાં ફાયર સેફટીના સાધનો મુદે ઝુંબેશ શરૂ કરી એક પછી એક બિલ્ડીંગને સીલ મારવાનું અને નોટીસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વેપારીઓમાં આ બાબતે રોષ ભભૂકી ઉઠ્યો છે. ફાયર એનઓસી વગરનાં એકમોના આસામીઓ દ્વારા ફાયર એનઓસી કઢાવવા માટે કોર્પોરેટર ડોટ મૂકી છે. પરંતુ મનપા દ્વારા ઓફલાઈન કે ઓનલાઈન એનઓસી કાઢવા ઉપર બ્રેક લગાવી દેતા અને વેપારીઓને ખોટીરીતે હેરાન કરતા દેકારો બોલી ગયો છે.

ચેમ્બર ઓફ કોમર્સ કરશે કાર્યવાહી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી હરહંમેશ વેપાર-ઉદ્યોગકારોના પ્રશ્નોને વાચા આપી યોગ્ય ન્યાય મળે તે માટે કાર્ય કરી રહયું છે. ત્યારે હાલમાં અગ્નિશામક યંત્રો અને એનઓસીની કાર્યવાહી દરમિયાન વહિવટીતંત્રના અધિકારીઓ દ્વારા કોઈપણ વેપારીઓને ખોટી રીતે હેરાન-પરેશાન ન કરવા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા કલેકટર તથા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ લેખિતમાં ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે અને જો કોઈ અધિકારી વેપારીઓને ખોટીરીતે હેરન-પરેશાન કરશે તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી શાંત બેસશે નહી અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.