Gandhinagar: ગિફ્ટ સિટી માટે બનાવાયેલી લીકર પોલિસી નિષ્ફળ, માત્ર 550 કર્મીઓએ લીધી

ગિફ્ટ સિટીની લીકર પોલિસીને ન મળ્યો પ્રતિસાદગિફ્ટ સિટીમાં લીકર માટે માત્ર 550 અરજીઓ મળી ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય રોકાણ અને મહેમાનો માટે બનાવાઈ છે લીકર પોલિસી ગાંધીનગરમાં ગિફ્ટ સિટી માટે બનાવવામાં આવેલી લીકર પોલિસી નિષ્ફળ સાબિત થઈ છે. ગિફ્ટ સિટીની લીકર પોલીસને સારો પ્રતિસાદ મળ્યો નથી. ગિફ્ટ સિટીમાં લીકર માટે માત્ર 550 અરજીઓ મળી છે,વાઈન એન્ડ ડાઈન પોલિસીમાં ગિફ્ટ સીટીમાં બે હોટેલને લાઈસન્સ અપાયા છે. માત્ર 550 કર્મચારીઓએ જ પરમિશન મેળવી ગિફ્ટ સિટીમાં કામ કરતા કુલ કર્મચારીઓમાંથી માત્ર 550 કર્મચારીઓએ જ પરમિશન મેળવી છે. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય રોકાણ અને મહેમાનો માટે ગિફ્ટ સિટીમાં આ લીકર પોલિસી બનાવવામાં આવી છે, ત્યારે હજારો કર્મચારીઓની સામે ગિફ્ટ સિટીમાં લીકર પરમીટ મેળવનારાની સંખ્યા ખુબ જ ઓછી છે. ઉલ્લેખનીય છે કે વાઈન એન્ડ ડાઈન પોલિસીમાં માત્ર બે જ હોટેલને લાઈસન્સ અપાયા છે. ગિફ્ટ સિટીમાં અધિકૃત અધિકારી દ્વારા પરમિટ અપાય છે ગિફ્ટ સિટીમાં અધિકૃત અધિકારી દ્વારા પરમિટ આપવામાં આવે છે. નશાબંધી નિયામકે જણાવ્યું હતું કે સરકારની સૂચના મુજબ કામગીરી કરવામાં આવે છે. અધિકૃત રીતે મુલાકાત લઈ રહેલા મુલાકાતીઓને પરમિશન મળે છે. પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહે છે. FL3 લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી રાખવી પડે છે. દારૂનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકાતું નથી તથા 21 વર્ષથી વધુ વયના વ્યક્તિ જ દારૂનું સેવન કરી શકે છે. અન્ય રાજ્યના અને વિદેશી નાગરિકોને પણ પરમિટ અપાય છે. આ પોલિસી બાદ કલબની મેમ્બરશિપનો ભાવ પણ વધી શકે તેવી શક્યતા હતી રાજ્ય સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે. આ જાહેરાતના પગલે ગિફ્ટ સિટી કલબની ડિમાન્ડ વધે તેવી શક્યતાઓ હતી પણ તે પણ જોવા મળી રહ્યું નથી. હા, ગિફ્ટ સિટી કલબની મેમ્બરશિપ લેવા માટે ઈન્કવાયરી જરૂર વધી છે પણ કલબની મેમ્બરશિપ કોઈ જલદી લેતું નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે જે સમયે જાહેરાત કરી હતી, તે સમયે જાહેરાત બાદ માત્ર 48 કલાકમાં જ 107 લોકોએ ગિફ્ટ સિટી કલબની મેમ્બરશિપ મેળવી હતી. તે સમયે એવું લાગતુ હતું કે ડિમાન્ડને પગલે ગિફ્ટ સિટી કલબની મેમ્બરશિપનો ભાવ પણ વધી શકે છે પણ લીકર માટે મળેલી માત્ર 550 અરજીઓ પરથી હવે લાગતું નથી કે મેમ્બરશિપના ભાવમાં મોટો વધારો થાય.

Gandhinagar: ગિફ્ટ સિટી માટે બનાવાયેલી લીકર પોલિસી નિષ્ફળ, માત્ર 550 કર્મીઓએ લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગિફ્ટ સિટીની લીકર પોલિસીને ન મળ્યો પ્રતિસાદ
  • ગિફ્ટ સિટીમાં લીકર માટે માત્ર 550 અરજીઓ મળી
  • ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય રોકાણ અને મહેમાનો માટે બનાવાઈ છે લીકર પોલિસી

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી માટે બનાવવામાં આવેલી લીકર પોલિસી નિષ્ફળ સાબિત થઈ છે. ગિફ્ટ સિટીની લીકર પોલીસને સારો પ્રતિસાદ મળ્યો નથી. ગિફ્ટ સિટીમાં લીકર માટે માત્ર 550 અરજીઓ મળી છે,વાઈન એન્ડ ડાઈન પોલિસીમાં ગિફ્ટ સીટીમાં બે હોટેલને લાઈસન્સ અપાયા છે.

માત્ર 550 કર્મચારીઓએ જ પરમિશન મેળવી

ગિફ્ટ સિટીમાં કામ કરતા કુલ કર્મચારીઓમાંથી માત્ર 550 કર્મચારીઓએ જ પરમિશન મેળવી છે. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય રોકાણ અને મહેમાનો માટે ગિફ્ટ સિટીમાં આ લીકર પોલિસી બનાવવામાં આવી છે, ત્યારે હજારો કર્મચારીઓની સામે ગિફ્ટ સિટીમાં લીકર પરમીટ મેળવનારાની સંખ્યા ખુબ જ ઓછી છે. ઉલ્લેખનીય છે કે વાઈન એન્ડ ડાઈન પોલિસીમાં માત્ર બે જ હોટેલને લાઈસન્સ અપાયા છે.

ગિફ્ટ સિટીમાં અધિકૃત અધિકારી દ્વારા પરમિટ અપાય છે

ગિફ્ટ સિટીમાં અધિકૃત અધિકારી દ્વારા પરમિટ આપવામાં આવે છે. નશાબંધી નિયામકે જણાવ્યું હતું કે સરકારની સૂચના મુજબ કામગીરી કરવામાં આવે છે. અધિકૃત રીતે મુલાકાત લઈ રહેલા મુલાકાતીઓને પરમિશન મળે છે. પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહે છે. FL3 લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી રાખવી પડે છે. દારૂનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકાતું નથી તથા 21 વર્ષથી વધુ વયના વ્યક્તિ જ દારૂનું સેવન કરી શકે છે. અન્ય રાજ્યના અને વિદેશી નાગરિકોને પણ પરમિટ અપાય છે.

આ પોલિસી બાદ કલબની મેમ્બરશિપનો ભાવ પણ વધી શકે તેવી શક્યતા હતી

રાજ્ય સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે. આ જાહેરાતના પગલે ગિફ્ટ સિટી કલબની ડિમાન્ડ વધે તેવી શક્યતાઓ હતી પણ તે પણ જોવા મળી રહ્યું નથી. હા, ગિફ્ટ સિટી કલબની મેમ્બરશિપ લેવા માટે ઈન્કવાયરી જરૂર વધી છે પણ કલબની મેમ્બરશિપ કોઈ જલદી લેતું નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે જે સમયે જાહેરાત કરી હતી, તે સમયે જાહેરાત બાદ માત્ર 48 કલાકમાં જ 107 લોકોએ ગિફ્ટ સિટી કલબની મેમ્બરશિપ મેળવી હતી. તે સમયે એવું લાગતુ હતું કે ડિમાન્ડને પગલે ગિફ્ટ સિટી કલબની મેમ્બરશિપનો ભાવ પણ વધી શકે છે પણ લીકર માટે મળેલી માત્ર 550 અરજીઓ પરથી હવે લાગતું નથી કે મેમ્બરશિપના ભાવમાં મોટો વધારો થાય.