Bhavanagarમાં ફાયર સેફટીના અભાવે 7 મિલકતોને સીલ કરાઈ,સ્થાનિકોમાં ફફળાટ

ભાવનગરમાં સતત 3 દીવસથી ફાયરવિભાગની કાર્યવાહીનો ધમધમાટ ફાયર સેફટી ના હોવાથી મિલકતોને સિલ કરવામાં આવી રહી છે 25થી વધુ મિલકતોની તપાસ કરવામાં આવી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ભાવનગરમાં પણ સતત 3 દીવસથી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.મોલ,રેસ્ટોરન્ટ, હોટલ,એકેડમી,કોમર્શિયલ બિલ્ડીંગ અને હોલ સહિતમાં ચેકીંગની કામગીરી હાથધરી જરૂર લાગે ત્યા સિલ મારવામાં આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે,ભાવનગર શહેર માં ફાયર સેફટીના સાધનો ના હોવાથી 7 જેટલી મિલકતોને સિલ કરવામાં આવી છે. મોલને કરાયો સિલ ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી ગાંધી પ્રવૃતિની બાજુમાં હજી થોડા સમય પહેલા જ કે મોલ કાર્યરત કરવામાં આવ્યો હતો. આજે ફાયર બ્રિગેડની તપાસની ટીમે ચકાસણી હાથ કરતા આ મોલમાં ફાયરના સાધનો કે ફાયરની એનઓસી પણ ન હતી આથી મોલને સીલ કરવામાં આવ્યો હતો. અન્ય મિલકતો પણ સિલ કરાઈ મહાનગરપાલિકાની ટીમ દ્વારા વાઘાવાડી રોડ પર પૂજારા ટેલિકોમ ની બાજુમાં આવેલી હોટલ ઈ ક્લાસિકો અને નીચેના માળે ગોપાલ રેસ્ટોરન્ટ પણ ઘણા સમયથી શરૂ છે તે અને શીતલ એકેડેમીને ફાયરના સાધનો કે ફાયરની એનઓસી ન હોવાથી સીલ કરવામાં આવ્યા હતા તેમજ અર્થ કોમર્શિયલને સીલ કરવાની પ્રોસેસ પણ શરૂ કરી દેવામાં આવી હતી. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગર ખાતે આજે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું સ્વર્ણીમ સંકુલ 2 ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ મામલે રચાયેલી એસઆઈટીના અધિકારીઓ હાજર રહેશે. અત્યાર સુધી કેસમાં થયેલી તપાસ, તપાસ દરમિયાન લેવાયેલા નિવેદન, અન્ય કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવશે.

Bhavanagarમાં ફાયર સેફટીના અભાવે 7 મિલકતોને સીલ કરાઈ,સ્થાનિકોમાં ફફળાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગરમાં સતત 3 દીવસથી ફાયરવિભાગની કાર્યવાહીનો ધમધમાટ
  • ફાયર સેફટી ના હોવાથી મિલકતોને સિલ કરવામાં આવી રહી છે
  • 25થી વધુ મિલકતોની તપાસ કરવામાં આવી

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ભાવનગરમાં પણ સતત 3 દીવસથી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.મોલ,રેસ્ટોરન્ટ, હોટલ,એકેડમી,કોમર્શિયલ બિલ્ડીંગ અને હોલ સહિતમાં ચેકીંગની કામગીરી હાથધરી જરૂર લાગે ત્યા સિલ મારવામાં આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે,ભાવનગર શહેર માં ફાયર સેફટીના સાધનો ના હોવાથી 7 જેટલી મિલકતોને સિલ કરવામાં આવી છે.

મોલને કરાયો સિલ

ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી ગાંધી પ્રવૃતિની બાજુમાં હજી થોડા સમય પહેલા જ કે મોલ કાર્યરત કરવામાં આવ્યો હતો. આજે ફાયર બ્રિગેડની તપાસની ટીમે ચકાસણી હાથ કરતા આ મોલમાં ફાયરના સાધનો કે ફાયરની એનઓસી પણ ન હતી આથી મોલને સીલ કરવામાં આવ્યો હતો.

અન્ય મિલકતો પણ સિલ કરાઈ

મહાનગરપાલિકાની ટીમ દ્વારા વાઘાવાડી રોડ પર પૂજારા ટેલિકોમ ની બાજુમાં આવેલી હોટલ ઈ ક્લાસિકો અને નીચેના માળે ગોપાલ રેસ્ટોરન્ટ પણ ઘણા સમયથી શરૂ છે તે અને શીતલ એકેડેમીને ફાયરના સાધનો કે ફાયરની એનઓસી ન હોવાથી સીલ કરવામાં આવ્યા હતા તેમજ અર્થ કોમર્શિયલને સીલ કરવાની પ્રોસેસ પણ શરૂ કરી દેવામાં આવી હતી.

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગર ખાતે આજે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું સ્વર્ણીમ સંકુલ 2 ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ મામલે રચાયેલી એસઆઈટીના અધિકારીઓ હાજર રહેશે. અત્યાર સુધી કેસમાં થયેલી તપાસ, તપાસ દરમિયાન લેવાયેલા નિવેદન, અન્ય કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવશે.