Suratના ગવિયર ગામે શીપ ડીઝલ ચોરી કૌભાંડનો ગાંધીનગર CID ક્રાઈમે કર્યો પર્દાફાશ

સુરતમાં ગાંધીનગર CID ક્રાઈમના દરોડા સ્ટેટ વિજિલન્સ બાદ હવે CID ક્રાઈમના દરોડા ગવિયર ગામમાં ચાલતું ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું ગાંધીનગર CID ક્રાઈમે સુરતના ગવિયર ગામે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું છે.પોલીસે 900 લિટર જલદ પ્રવાહી અને 2 પિકઅપ વાન જપ્ત કરી કુલ રૂપિયા 7.161 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,આરોપીઓ ગેરકાયદેસર રીતે શીપ ડીઝલ લાવીને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ ડુમ્મસ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. ગાંધીનગરની CID ક્રાઈમની C સેલે પર્દાફાશ કર્યો સુરત ક્રાઈમ બ્રાન્ચ, સુરત શહેર SOG અને સુરત PCBની બ્રાન્ચ ઉંઘતી રહી અને ગાંધીનગરથી CIDની ટીમ દરોડા પાડીને રવાના થઈ છે,શીપ ડીઝલનુ કૌભાંડ એ બીજી વાર CID ક્રાઈમે સુરતમાંથી ઝડપી પાડયું છે.આરોપીઓ દરિયામાંથી શીપ ડીઝલ સસ્તા ભાવે લાવતા હતા અને શીપ ઉભી રાખીને તેમાંથી ડીઝલની આપ લે કરતા હતા,તેની બાતમી ગાંધીનગર CID ક્રાઈમને મળી હતી અને દરોડા પાડયા હતા. 25 મે 2024ના રોજ કામરેજમાં SMCના દરોડા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરતના કામરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે SMCએ કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડયુ હતુ. કાર્યવાહીમાં 79 લાખના કેમિકલ સહિત 1.11 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરતમાં GST વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ગુજરાતમાં છેલ્લા એક જ મહિનામાં સુરતમાં જ બે થી ત્રણ કૌભાંડ સામે આવ્યા છે સુરતમાંથી પણ એક બોગસ બિલિંગના આધારે ઓવર વેલ્યુએશનનું કૌભાંડ સામે આવ્યું હતું. જેથી ટેક્સટાઈલ માર્કેટમાં GST વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. મળતી વિગતો પ્રમાણે બિલ પર રૂપિયા 40ની સાડીનો ભાવ 400 થી 500 દર્શાવી એક્સપોર્ટ કરવામાં આવતો હતો. જેથા કૌભાંડની વિગતો સામે આવતા અત્યારે સમગ્ર મામલે GST વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

Suratના ગવિયર ગામે શીપ ડીઝલ ચોરી કૌભાંડનો ગાંધીનગર CID ક્રાઈમે કર્યો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ગાંધીનગર CID ક્રાઈમના દરોડા
  • સ્ટેટ વિજિલન્સ બાદ હવે CID ક્રાઈમના દરોડા
  • ગવિયર ગામમાં ચાલતું ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું

ગાંધીનગર CID ક્રાઈમે સુરતના ગવિયર ગામે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું છે.પોલીસે 900 લિટર જલદ પ્રવાહી અને 2 પિકઅપ વાન જપ્ત કરી કુલ રૂપિયા 7.161 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,આરોપીઓ ગેરકાયદેસર રીતે શીપ ડીઝલ લાવીને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ ડુમ્મસ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.

ગાંધીનગરની CID ક્રાઈમની C સેલે પર્દાફાશ કર્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચ, સુરત શહેર SOG અને સુરત PCBની બ્રાન્ચ ઉંઘતી રહી અને ગાંધીનગરથી CIDની ટીમ દરોડા પાડીને રવાના થઈ છે,શીપ ડીઝલનુ કૌભાંડ એ બીજી વાર CID ક્રાઈમે સુરતમાંથી ઝડપી પાડયું છે.આરોપીઓ દરિયામાંથી શીપ ડીઝલ સસ્તા ભાવે લાવતા હતા અને શીપ ઉભી રાખીને તેમાંથી ડીઝલની આપ લે કરતા હતા,તેની બાતમી ગાંધીનગર CID ક્રાઈમને મળી હતી અને દરોડા પાડયા હતા.


25 મે 2024ના રોજ કામરેજમાં SMCના દરોડા

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરતના કામરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે SMCએ કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડયુ હતુ. કાર્યવાહીમાં 79 લાખના કેમિકલ સહિત 1.11 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


સુરતમાં GST વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ

ગુજરાતમાં છેલ્લા એક જ મહિનામાં સુરતમાં જ બે થી ત્રણ કૌભાંડ સામે આવ્યા છે સુરતમાંથી પણ એક બોગસ બિલિંગના આધારે ઓવર વેલ્યુએશનનું કૌભાંડ સામે આવ્યું હતું. જેથી ટેક્સટાઈલ માર્કેટમાં GST વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. મળતી વિગતો પ્રમાણે બિલ પર રૂપિયા 40ની સાડીનો ભાવ 400 થી 500 દર્શાવી એક્સપોર્ટ કરવામાં આવતો હતો. જેથા કૌભાંડની વિગતો સામે આવતા અત્યારે સમગ્ર મામલે GST વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.