Chotila મોણપર ગામે 2પરિવારો વચ્ચે મારામારીની સામ-સામે ફરિયાદ નોંધાઇ

દીવાલ ચણવા માટે પથ્થર દૂર નાંખવા બાબતે બોલાચાલીમાં મામલો બિચક્યોઘર પાસે ખોદી નાંખેલ રસ્તો સરખો કરી આપવાનું કહેતા 7 શખ્સોનો હુમલો બાવળીયાના મકાન પાસે સગરામભાઈ બાવળીયા દીવાલ ચણવા માટે પથ્થર નાંખતા હતા ચોટીલા તાલુકાના મોણપરમાં ઘર પાસે દીવાલ ચણવા નાંખવામાં આવતા પથ્થર દુર નાંખવાનું કહેતા 2 મહિલા સહિત 8 શખ્સોએ છુટ્ટા પથ્થરોના ઘા કરી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. જયારે સામાપક્ષે ખોદી નાંખેલ રસ્તો સરખો કરવાનું કહેતા 3 મહિલા સહિત 7 આરોપીઓએ પિતા-પુત્રને માર માર્યો હતો. ચોટીલાના મોણપર ગામે રહેતા જીતેશભાઈ દાહાભાઈ બાવળીયા ખેતી કરે છે. તેમના મોટાબાપુના દિકરા બાબુભાઈ ભાદાભાઈ બાવળીયાના મકાન પાસે સગરામભાઈ બાવળીયા દીવાલ ચણવા માટે પથ્થર નાંખતા હતા. આથી બાબુભાઈએ પોતાના મકાનથી પથ્થરો થોડા દુર નાંખવાનું કહ્યુ હતુ. આ બાબતે સગરામ બાવળીયા, મુકેશ સગરામભાઈ બાવળીયા, મંજુબેન મુકેશભાઈ બાવળીયા, પુનાબેન સગરામભાઈ બાવળીયા, વસંતબેન જયંતીભાઈ બાવળીયા, રસીક સગરામભાઈ બાવળીયા, રાજુ સગરામભાઈ બાવળીયા, ભાવેશ સગરામભાઈ બાવળીયા સહિતનાઓએ એક સંપ કરી બાબુભાઈ અને જીતેશભાઈને લોખંડના પાઈપ અને છુટ્ટા પથ્થરોના ઘા મારી ઈજા પહોંચાડી, અપશબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની નાની મોલડી પોલીસ મથકે ર મહિલા સહિત 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જયારે સામાપક્ષે સગરામભાઈ બાવળીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેમના ઘર પાસેનો રસ્તો બાબુભાઈ બાવળીયાએ ખોદી નાંખ્યો હતો. આથી રસ્તો સરખો કરવાનું કહેતા બાબુ ભાદાભાઈ બાવળીયા, વસંતબેન બાબુભાઈ બાવળીયા, મંજુબેન દાહાભાઈ બાવળીયા, પુજાબેન મહેશભાઈ બાવળીયા, જીતેશભાઈ દાહાભાઈ બાવળીયા, મહેશ દાહાભાઈ બાવળીયા અને કેશુ ભાદાભાઈ બાવળીયાએ એક સંપ કરી પથ્થરોના છુટ્ટા ઘા કરી લાકડાના ધોકા વડે સગરામભાઈ અને તેમના પુત્ર રસીકભાઈને ઈજા પહોંચાડી હતી. બનાવની સામ-સામે ફરિયાદ નોંધી વધુ તપાસ એચસી સી.બી.જીડીયા ચલાવી રહ્યા છે.

Chotila મોણપર ગામે 2પરિવારો વચ્ચે મારામારીની સામ-સામે ફરિયાદ નોંધાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દીવાલ ચણવા માટે પથ્થર દૂર નાંખવા બાબતે બોલાચાલીમાં મામલો બિચક્યો
  • ઘર પાસે ખોદી નાંખેલ રસ્તો સરખો કરી આપવાનું કહેતા 7 શખ્સોનો હુમલો
  • બાવળીયાના મકાન પાસે સગરામભાઈ બાવળીયા દીવાલ ચણવા માટે પથ્થર નાંખતા હતા

ચોટીલા તાલુકાના મોણપરમાં ઘર પાસે દીવાલ ચણવા નાંખવામાં આવતા પથ્થર દુર નાંખવાનું કહેતા 2 મહિલા સહિત 8 શખ્સોએ છુટ્ટા પથ્થરોના ઘા કરી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.

જયારે સામાપક્ષે ખોદી નાંખેલ રસ્તો સરખો કરવાનું કહેતા 3 મહિલા સહિત 7 આરોપીઓએ પિતા-પુત્રને માર માર્યો હતો.

ચોટીલાના મોણપર ગામે રહેતા જીતેશભાઈ દાહાભાઈ બાવળીયા ખેતી કરે છે. તેમના મોટાબાપુના દિકરા બાબુભાઈ ભાદાભાઈ બાવળીયાના મકાન પાસે સગરામભાઈ બાવળીયા દીવાલ ચણવા માટે પથ્થર નાંખતા હતા. આથી બાબુભાઈએ પોતાના મકાનથી પથ્થરો થોડા દુર નાંખવાનું કહ્યુ હતુ. આ બાબતે સગરામ બાવળીયા, મુકેશ સગરામભાઈ બાવળીયા, મંજુબેન મુકેશભાઈ બાવળીયા, પુનાબેન સગરામભાઈ બાવળીયા, વસંતબેન જયંતીભાઈ બાવળીયા, રસીક સગરામભાઈ બાવળીયા, રાજુ સગરામભાઈ બાવળીયા, ભાવેશ સગરામભાઈ બાવળીયા સહિતનાઓએ એક સંપ કરી બાબુભાઈ અને જીતેશભાઈને લોખંડના પાઈપ અને છુટ્ટા પથ્થરોના ઘા મારી ઈજા પહોંચાડી, અપશબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની નાની મોલડી પોલીસ મથકે ર મહિલા સહિત 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જયારે સામાપક્ષે સગરામભાઈ બાવળીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેમના ઘર પાસેનો રસ્તો બાબુભાઈ બાવળીયાએ ખોદી નાંખ્યો હતો. આથી રસ્તો સરખો કરવાનું કહેતા બાબુ ભાદાભાઈ બાવળીયા, વસંતબેન બાબુભાઈ બાવળીયા, મંજુબેન દાહાભાઈ બાવળીયા, પુજાબેન મહેશભાઈ બાવળીયા, જીતેશભાઈ દાહાભાઈ બાવળીયા, મહેશ દાહાભાઈ બાવળીયા અને કેશુ ભાદાભાઈ બાવળીયાએ એક સંપ કરી પથ્થરોના છુટ્ટા ઘા કરી લાકડાના ધોકા વડે સગરામભાઈ અને તેમના પુત્ર રસીકભાઈને ઈજા પહોંચાડી હતી. બનાવની સામ-સામે ફરિયાદ નોંધી વધુ તપાસ એચસી સી.બી.જીડીયા ચલાવી રહ્યા છે.