NFSA : તમામ રેશનકાર્ડધારકોએ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત, સમયની મર્યાદા નથી

સરકારની મેડિકલ સહિતની સેવાઓનો લાભ લેવા કેવાયસી જરૂરીરેશનકાર્ડધારકો મોબાઇલમાં બેઠા બેઠા ઇ-કેવાયસી કરી શકે છે ચુંટણીના પરિણામ આવ્યા બાદ ઇ-કેવાયીસ માટે શહેરની 14 ઝોનલ કચેરીઓમાં અલાયદી વ્યવસ્થા કરાશે નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ(NFSA-2013) હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશનકાર્ડધારકોએ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. ઇ-કેવાયસી માટે હાલ કોઇ સમય મર્યાદા નથી. હાલ તમામ NFSA રેશનકાર્ડધારકોમાંથી સાયલન્ટ થઇ ગયેલા કાર્ડધારકો ઇ-કેવાયસી કરાવે ત્યારબાદ અનાજના જથ્થો મેળવી શકે છે. અમદાવાદમાં હજી અઢી લાખથી વધુ રેશનકાર્ડ સાયલન્ટ છે. હવે પછી એક વર્ષમાં કોઇ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલન્ટ કરી દેવાશે. આ પછી તેને સરકારી મેડિકલ સહિતની સેવાઓનો લાભ જોઇતો હોય તો ફરી ઇ-કેવાસી કરાવવું પડશે. રેશનકાર્ડધારકો મોબાઇલમાં બેઠા બેઠા ઇ-કેવાયીસ કરી શકે છે. પુરવઠાના અધિકારીએ કહ્યું કે, સાયલન્ટ રેશનકાર્ડની પ્રક્રિયા સતત ચાલતી રહેશે. જેથી કોઇ ગેરમાર્ગે દોરાવવાની જરુર નથી. હાલ ઝોનલ કચેરીમાં પણ ઇ-કેવાયસીની વ્યવસ્થા છે. ચુંટણીના કરાણે થોડીક મુશ્કેલી પડી હતી. પરંતુ ઇ-કેવાયસીના લીધે કોઇનો અનાજનો જથ્થો રોકાય નહીં તે માટે કર્મચારીઓને સૂચના આપી છે. અરજદારો MY RATION APPLICATION પર ઘરે બેઠા જાતે જ ઇ-કેવાયસી કરી શકે છે. દુકાનદારો કહે છેકે, બારકોડ નંબર આપ્યા હોય તો વારંવાર ઇ-કેવાયસી કરવાની જરુરી શું છે. ઝોનલ કચેરીએ પૂરતી વ્યવસ્થા નથી એટલે જ કાર્ડધારકો ધક્કે ચઢી ગયા છે. ચૂંટણીના પરિણામ બાદ ઇ-કેવાયસી માટે કચેરીમાં અલાયદી વ્યવસ્થા કરાશેઃ શહેર પુરવઠા વિભાગ ચુંટણીના પરિણામ આવ્યા બાદ ઇ-કેવાયીસ માટે શહેરની 14 ઝોનલ કચેરીઓમાં અલાયદી વ્યવસ્થા કરાશે. જેમાં એક કર્મચારીને જવાબદારી સોંપાશે. જે માત્ર કેવાયસીનું જ કામ કરશે. જે લોકો મોબાઇલમાંથી ઇ-કેવાયીસ અને ફેસ રેકગ્નીશન કરી શકે છે, તેઓએ ઝોનલ કેચેરીમાં આવવાની જરુરી નથી. આ સિવાયના લોકો કચેરીમાં આવશે તો મફતમાં ઇ-કેવાયસીની પ્રક્રિયા કરી દેવાશે. રેશનકાર્ડમાં નોંધાયેલા તમામ સભ્યોને લઇને ઇ-કેવાયસી માટે આવવાનું રહેશે. ઇ-કેવાયસી સતત ચાલતી પ્રક્રિયા છે, કોઇ સમય મર્યાદા નથી.

NFSA : તમામ રેશનકાર્ડધારકોએ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત, સમયની મર્યાદા નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરકારની મેડિકલ સહિતની સેવાઓનો લાભ લેવા કેવાયસી જરૂરી
  • રેશનકાર્ડધારકો મોબાઇલમાં બેઠા બેઠા ઇ-કેવાયસી કરી શકે છે
  • ચુંટણીના પરિણામ આવ્યા બાદ ઇ-કેવાયીસ માટે શહેરની 14 ઝોનલ કચેરીઓમાં અલાયદી વ્યવસ્થા કરાશે

નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ(NFSA-2013) હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશનકાર્ડધારકોએ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. ઇ-કેવાયસી માટે હાલ કોઇ સમય મર્યાદા નથી. હાલ તમામ NFSA રેશનકાર્ડધારકોમાંથી સાયલન્ટ થઇ ગયેલા કાર્ડધારકો ઇ-કેવાયસી કરાવે ત્યારબાદ અનાજના જથ્થો મેળવી શકે છે. અમદાવાદમાં હજી અઢી લાખથી વધુ રેશનકાર્ડ સાયલન્ટ છે. હવે પછી એક વર્ષમાં કોઇ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલન્ટ કરી દેવાશે. આ પછી તેને સરકારી મેડિકલ સહિતની સેવાઓનો લાભ જોઇતો હોય તો ફરી ઇ-કેવાસી કરાવવું પડશે. રેશનકાર્ડધારકો મોબાઇલમાં બેઠા બેઠા ઇ-કેવાયીસ કરી શકે છે. પુરવઠાના અધિકારીએ કહ્યું કે, સાયલન્ટ રેશનકાર્ડની પ્રક્રિયા સતત ચાલતી રહેશે. જેથી કોઇ ગેરમાર્ગે દોરાવવાની જરુર નથી. હાલ ઝોનલ કચેરીમાં પણ ઇ-કેવાયસીની વ્યવસ્થા છે. ચુંટણીના કરાણે થોડીક મુશ્કેલી પડી હતી. પરંતુ ઇ-કેવાયસીના લીધે કોઇનો અનાજનો જથ્થો રોકાય નહીં તે માટે કર્મચારીઓને સૂચના આપી છે. અરજદારો MY RATION APPLICATION પર ઘરે બેઠા જાતે જ ઇ-કેવાયસી કરી શકે છે. દુકાનદારો કહે છેકે, બારકોડ નંબર આપ્યા હોય તો વારંવાર ઇ-કેવાયસી કરવાની જરુરી શું છે. ઝોનલ કચેરીએ પૂરતી વ્યવસ્થા નથી એટલે જ કાર્ડધારકો ધક્કે ચઢી ગયા છે.

ચૂંટણીના પરિણામ બાદ ઇ-કેવાયસી માટે કચેરીમાં અલાયદી વ્યવસ્થા કરાશેઃ શહેર પુરવઠા વિભાગ

ચુંટણીના પરિણામ આવ્યા બાદ ઇ-કેવાયીસ માટે શહેરની 14 ઝોનલ કચેરીઓમાં અલાયદી વ્યવસ્થા કરાશે. જેમાં એક કર્મચારીને જવાબદારી સોંપાશે. જે માત્ર કેવાયસીનું જ કામ કરશે. જે લોકો મોબાઇલમાંથી ઇ-કેવાયીસ અને ફેસ રેકગ્નીશન કરી શકે છે, તેઓએ ઝોનલ કેચેરીમાં આવવાની જરુરી નથી. આ સિવાયના લોકો કચેરીમાં આવશે તો મફતમાં ઇ-કેવાયસીની પ્રક્રિયા કરી દેવાશે. રેશનકાર્ડમાં નોંધાયેલા તમામ સભ્યોને લઇને ઇ-કેવાયસી માટે આવવાનું રહેશે. ઇ-કેવાયસી સતત ચાલતી પ્રક્રિયા છે, કોઇ સમય મર્યાદા નથી.