Gadhda: ગઢડાના રામપરા ગામે ખનીજ વિભાગના દરોડા :ભાગવા જતા લોડરે પલ્ટી મારી

1 લોડર, 3 ટ્રેક્ટર, 3 ચારણા સહિત 19 લાખનો મુદ્દામાલ જપ્તગઢડા પંથકમાં વર્ષોથી તંત્રના ખોફ્ વગર આડેધડ બે ફમ ખનીજ ચોરી ચાલી રહી છે આ બાબતે ખનીજ વિભાગ દ્વારા અવાર નવાર દરોડા ની કામગીરી પણ કરવામાં આવે છે ગઢડા(સ્વામીના) તાલુકાના રામપરા ગામે આવેલા ઘેલો નદીના પટમાંથી ખનીજ ચોરી મુદ્દે ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડતાં ખનીજ ચોરોમા નાસભાગ મચી જવા પામી હતી. આ દરમિયાન એક લોડર પલ્ટી ખાઈ ગયું હતું. જ્યારે ખનીજ વિભાગે વાહનો સહિત કુલ રૂપિયા ઓગણીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. ગઢડા પંથકમાં વર્ષોથી તંત્રના ખોફ્ વગર આડેધડ બે ફમ ખનીજ ચોરી ચાલી રહી છે. આ બાબતે ખનીજ વિભાગ દ્વારા અવાર નવાર દરોડા ની કામગીરી પણ કરવામાં આવે છે. પરંતુ ખનીજ ચોરો બેફમ પણે કુદરતી ખજાનો લૂટી સરકારને ચૂનો ચોપડી રહ્યા છે. ત્યારે ગઢડા તાલુકાના રામપરા ગામે ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતા ખનીજ ચોરોમા હાલ પૂરતો ફ્ફ્ડાટ ફેલાઈ જવા પામેલ છે. રામપરા ગામે ઘેલો નદીમાં ચાલતી હતી ખનીજ ચોરી બાબતે દરોડા પડતા ખનીજ ચોરી કરતા શખ્સોમા નાસભાગ મચી ગઈ હતી. તેમજ ભાગવા જતાં એક લોડર પલ્ટી ખાઈ જતા ખનીજ ચોરો પોતાના વાહનો મુકીને નાસી છૂટયા હતા. આ દરોડા દરમિયાન ખનીજ વિભાગે એક લોડર, ત્રણ ટ્રેક્ટર, ત્રણ ચારણા મળીને કુલ રૂપિયા ઓગણીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગઢડા પોલીસ સ્ટેશન ખાતે લાવીને વધુ તપાસ હાથ ધરતા આરોપી રણછોડભાઈ લાખાભાઇ માંડવડા, રહે રામપરા હોવાનુ ખનીજ અધિકારીએ જણાવ્યુ હતુ. નદીનુ નિકંદન કાઢતા ખનીજ માફીયાઓ : ઉંડા ખાડા પાડી દીધા ગઢડા પંથકમાં આવેલા નદી પટના વિસ્તારોમાં રેતી ખનિજ માફીયાઓ બેખોફ્ બનીને કુદરતી સંપતિ લૂંટીને લીઝ પરમિશન વગર સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. ખનીજ ચોરી માટે નદીના પટમાં ખોદકામ કરીને ઉંડા ખાડા પાડી દેતા નદીનુ નિકંદન નિકળી રહયુ છે. ખાણ ખનીજ વિભાગ તરફ્થી અવાર નવાર ખનીજ ચોરી રોકવા માટે દરોડા સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ ચોર પોલીસની રમત જેમ ખનીજ માફીયાઓ તરફ્થી કુદરતી સંપતિ લૂટવાની પ્રવૃતિ બેરોકટોક પણે ચાલુ રહેતા ખનીજ ચોરોના નેટવર્ક સામે તંત્રની સિસ્ટમવામણી સાબિત થઇ રહી હોય તેવુ લાગી રહ્યુ છે.

Gadhda: ગઢડાના રામપરા ગામે ખનીજ વિભાગના દરોડા :ભાગવા જતા લોડરે પલ્ટી મારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 1 લોડર, 3 ટ્રેક્ટર, 3 ચારણા સહિત 19 લાખનો મુદ્દામાલ જપ્ત
  • ગઢડા પંથકમાં વર્ષોથી તંત્રના ખોફ્ વગર આડેધડ બે ફમ ખનીજ ચોરી ચાલી રહી છે
  • આ બાબતે ખનીજ વિભાગ દ્વારા અવાર નવાર દરોડા ની કામગીરી પણ કરવામાં આવે છે


ગઢડા(સ્વામીના) તાલુકાના રામપરા ગામે આવેલા ઘેલો નદીના પટમાંથી ખનીજ ચોરી મુદ્દે ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડતાં ખનીજ ચોરોમા નાસભાગ મચી જવા પામી હતી. આ દરમિયાન એક લોડર પલ્ટી ખાઈ ગયું હતું. જ્યારે ખનીજ વિભાગે વાહનો સહિત કુલ રૂપિયા ઓગણીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

ગઢડા પંથકમાં વર્ષોથી તંત્રના ખોફ્ વગર આડેધડ બે ફમ ખનીજ ચોરી ચાલી રહી છે. આ બાબતે ખનીજ વિભાગ દ્વારા અવાર નવાર દરોડા ની કામગીરી પણ કરવામાં આવે છે. પરંતુ ખનીજ ચોરો બેફમ પણે કુદરતી ખજાનો લૂટી સરકારને ચૂનો ચોપડી રહ્યા છે. ત્યારે ગઢડા તાલુકાના રામપરા ગામે ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતા ખનીજ ચોરોમા હાલ પૂરતો ફ્ફ્ડાટ ફેલાઈ જવા પામેલ છે. રામપરા ગામે ઘેલો નદીમાં ચાલતી હતી ખનીજ ચોરી બાબતે દરોડા પડતા ખનીજ ચોરી કરતા શખ્સોમા નાસભાગ મચી ગઈ હતી. તેમજ ભાગવા જતાં એક લોડર પલ્ટી ખાઈ જતા ખનીજ ચોરો પોતાના વાહનો મુકીને નાસી છૂટયા હતા. આ દરોડા દરમિયાન ખનીજ વિભાગે એક લોડર, ત્રણ ટ્રેક્ટર, ત્રણ ચારણા મળીને કુલ રૂપિયા ઓગણીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગઢડા પોલીસ સ્ટેશન ખાતે લાવીને વધુ તપાસ હાથ ધરતા આરોપી રણછોડભાઈ લાખાભાઇ માંડવડા, રહે રામપરા હોવાનુ ખનીજ અધિકારીએ જણાવ્યુ હતુ.

નદીનુ નિકંદન કાઢતા ખનીજ માફીયાઓ : ઉંડા ખાડા પાડી દીધા

ગઢડા પંથકમાં આવેલા નદી પટના વિસ્તારોમાં રેતી ખનિજ માફીયાઓ બેખોફ્ બનીને કુદરતી સંપતિ લૂંટીને લીઝ પરમિશન વગર સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. ખનીજ ચોરી માટે નદીના પટમાં ખોદકામ કરીને ઉંડા ખાડા પાડી દેતા નદીનુ નિકંદન નિકળી રહયુ છે. ખાણ ખનીજ વિભાગ તરફ્થી અવાર નવાર ખનીજ ચોરી રોકવા માટે દરોડા સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ ચોર પોલીસની રમત જેમ ખનીજ માફીયાઓ તરફ્થી કુદરતી સંપતિ લૂટવાની પ્રવૃતિ બેરોકટોક પણે ચાલુ રહેતા ખનીજ ચોરોના નેટવર્ક સામે તંત્રની સિસ્ટમવામણી સાબિત થઇ રહી હોય તેવુ લાગી રહ્યુ છે.