Bhavnagar: મંથલી બેઠકમાં પણ ધારાસભ્યો, સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખનું રહ્યું અસંકલન

7 બેઠકના પૈકીના 5 MLA, સાંસદ, જિ. પં. પ્રમુખ કે, સામાજિક ન્યાય ચેરમેન કોઈ ડોકાયા નહીંમહિને એક માત્ર મળતી સંકલનની બેઠકમાં માત્ર પાલિતાણા ભાજપના, ગારિયાધારના આપના ધારાસભ્ય જ હાજર બેઠક ગણતરીના સમયમાં આટોપાઈ ગઈ હતી ભાવનગર કલેકટર કચેરીમાં દર મહિને સંકલનની બેઠક મળે છે, જેમાં અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાની હોય છે, લાંબા સમયથી અણઉકેલ પ્રશ્નો હોય અથવા તો પ્રજાના પ્રશ્નોની પદાધિકારી સમક્ષ આવતી ફરિયાદોના નિવારણ માટે સંકલનની બેઠકમાં ચર્ચા કરીને ઉકેલ લાવવાનો હોય છે, પરંતુ ભાવનગર જિલ્લાની સંકલનની બેઠકમાં બે ધારાસભ્યની બાદ કરવા એક પણ પ્રજાના પદાધિકારી ડોકાયા ન હતા. ભાવનગરજિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી, ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે મળી હતી. જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ અંગે કલેક્ટર આર.કે.મહેતાએ સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા. સામાન્ય રીતે આ બેઠક મહિનામાં એક વખત મળતી હોય છે, જેમાં સાત વિધાનસભા બેઠકના ધારાસભ્યો, સાંસદ સભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ અને સામાજીક ન્યાય સમિતીના ચેરમેન અપેક્ષિત હોય છે, જેઓએ પ્રજાના પ્રશ્નો સંકલન સમિતિની બેઠકમાં મુકવાના હોય છે, પરંતુ આજે મળેલી બેઠકમાં માત્રને માત્ર બે ધારાસભ્યોમાં પાલિતાણા ભાજપના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા અને ગારીયાધાર બેઠકના આપના ધારાસભ્ય સુધીર વાઘાણી જ હાજર રહ્યા હતા, બાકીના પાંચ ધારાસભ્ય, સાંસદ સભ્ય કે જિલ્લા પંચાયતના પ્રમુખ અથવા તો સામાજીક ન્યાય સમિતીના ચેરમેન ડોકાયા ન હતા. ખરેખર પ્રજાના પ્રશ્નો આ બેઠકમાં મુકવાનું કામ પ્રજાના પ્રતિનિધિઓનુ હોય છે, પરંતુ પ્રજાના પ્રતિનિધિઓ જ બેફિકર છે, જેઓને બેઠકમાં હાજર રહેવાનો પણ સમય નથી. જોકે, સાંસદ સભ્ય તાજેતરમાં ચૂંટાઈને કેન્દ્રીય મંત્રી બન્યા છે, તેઓને આવકારવામાં અને પાર્ટીને ખોટુ ન લાગી જાય તે માટે ગઈ કાલે અનેક પદાધિકારીઓ ભાવનગરમાં હાજર હતા, પણ પ્રજાના પ્રશ્નો માટે પ્રજાના પ્રતિનિધિઓને પાસે સમય નથી. બેઠક ગણતરીના સમયમાં આટોપાઈ ગઈ હતી. સામાન્ય રીતે તાલુકા કક્ષાએ કે છેવાડાના ગામોના પ્રશ્નોનો ઉકેલ ન આવતો હોય તો આ બેઠકમાં કલેકટર, ડીડીઓ, એસપી સહિત જિલ્લાના મુખ્ય અધિકારીઓ હાજર હોવાથી તેનું ફોલોઅપ લેવાની સાથે ઝડપથી પ્રશ્ન ઉકેલ આવે તેવો બેઠકનો હેતુ છે, પરંતુ પ્રજાના પ્રતિનિધિઓ જ નિરૂત્સાહી રહેતા પ્રજાના પ્રશ્નો ઉકેલાતા નથી.

Bhavnagar: મંથલી બેઠકમાં પણ ધારાસભ્યો, સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખનું રહ્યું અસંકલન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 7 બેઠકના પૈકીના 5 MLA, સાંસદ, જિ. પં. પ્રમુખ કે, સામાજિક ન્યાય ચેરમેન કોઈ ડોકાયા નહીં
  • મહિને એક માત્ર મળતી સંકલનની બેઠકમાં માત્ર પાલિતાણા ભાજપના, ગારિયાધારના આપના ધારાસભ્ય જ હાજર
  • બેઠક ગણતરીના સમયમાં આટોપાઈ ગઈ હતી

ભાવનગર કલેકટર કચેરીમાં દર મહિને સંકલનની બેઠક મળે છે, જેમાં અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાની હોય છે, લાંબા સમયથી અણઉકેલ પ્રશ્નો હોય અથવા તો પ્રજાના પ્રશ્નોની પદાધિકારી સમક્ષ આવતી ફરિયાદોના નિવારણ માટે સંકલનની બેઠકમાં ચર્ચા કરીને ઉકેલ લાવવાનો હોય છે, પરંતુ ભાવનગર જિલ્લાની સંકલનની બેઠકમાં બે ધારાસભ્યની બાદ કરવા એક પણ પ્રજાના પદાધિકારી ડોકાયા ન હતા.

ભાવનગરજિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી, ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે મળી હતી. જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ અંગે કલેક્ટર આર.કે.મહેતાએ સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા.

સામાન્ય રીતે આ બેઠક મહિનામાં એક વખત મળતી હોય છે, જેમાં સાત વિધાનસભા બેઠકના ધારાસભ્યો, સાંસદ સભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ અને સામાજીક ન્યાય સમિતીના ચેરમેન અપેક્ષિત હોય છે, જેઓએ પ્રજાના પ્રશ્નો સંકલન સમિતિની બેઠકમાં મુકવાના હોય છે, પરંતુ આજે મળેલી બેઠકમાં માત્રને માત્ર બે ધારાસભ્યોમાં પાલિતાણા ભાજપના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા અને ગારીયાધાર બેઠકના આપના ધારાસભ્ય સુધીર વાઘાણી જ હાજર રહ્યા હતા, બાકીના પાંચ ધારાસભ્ય, સાંસદ સભ્ય કે જિલ્લા પંચાયતના પ્રમુખ અથવા તો સામાજીક ન્યાય સમિતીના ચેરમેન ડોકાયા ન હતા.

ખરેખર પ્રજાના પ્રશ્નો આ બેઠકમાં મુકવાનું કામ પ્રજાના પ્રતિનિધિઓનુ હોય છે, પરંતુ પ્રજાના પ્રતિનિધિઓ જ બેફિકર છે, જેઓને બેઠકમાં હાજર રહેવાનો પણ સમય નથી. જોકે, સાંસદ સભ્ય તાજેતરમાં ચૂંટાઈને કેન્દ્રીય મંત્રી બન્યા છે, તેઓને આવકારવામાં અને પાર્ટીને ખોટુ ન લાગી જાય તે માટે ગઈ કાલે અનેક પદાધિકારીઓ ભાવનગરમાં હાજર હતા, પણ પ્રજાના પ્રશ્નો માટે પ્રજાના પ્રતિનિધિઓને પાસે સમય નથી. બેઠક ગણતરીના સમયમાં આટોપાઈ ગઈ હતી.

સામાન્ય રીતે તાલુકા કક્ષાએ કે છેવાડાના ગામોના પ્રશ્નોનો ઉકેલ ન આવતો હોય તો આ બેઠકમાં કલેકટર, ડીડીઓ, એસપી સહિત જિલ્લાના મુખ્ય અધિકારીઓ હાજર હોવાથી તેનું ફોલોઅપ લેવાની સાથે ઝડપથી પ્રશ્ન ઉકેલ આવે તેવો બેઠકનો હેતુ છે, પરંતુ પ્રજાના પ્રતિનિધિઓ જ નિરૂત્સાહી રહેતા પ્રજાના પ્રશ્નો ઉકેલાતા નથી.