પીપળજમાંથી ભાડાના મકાનમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ

ગુજરાત એટીએસ અને એનસીબીનું સંયુક્ત ઓપરેશનમકાન માલિકે મહિને દસ હજારના દરે મકાન ભાડે આપ્યુ હતું લિક્વિડ અને ક્રિસ્ટલ ફોમમાં 17.500 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત : પાંચની ધરપકડ ગુજરાત એટીએસ અને એનસીબીના સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના જે ચાર જગ્યાએ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો તેમાં ગાંધીનગર નજીક આવેલા પીપળજ ગામે ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. અહિથી એટીએસની ટીમે એક રહેણાંક મકાનમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે પાંચ શખસોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે શખસો મુળ ગુજરાતના અને ત્રણ શખસો મુળ રાજસ્થાનના છે. રાજસ્થાનના શખસો દ્વારા અહિ ભાડે મકાન રાખીને મેફેડ્રોન નામનું ડ્રગ્સ બનાવવામાં આવતુ હતું. જે દેશના અન્ય રાજ્યોમાં સપ્લાય થતુ હતું. ઉલ્લેખનીય છેકે, એટીએસને આ મામલે દોઢ મહિના પુર્વે બાતમી મળી હતી. દોઢ મહિના સુધી પોલીસે બાતમી સ્થળે પોતાના માણસો ગોઠવી મકાનમાં આવતા શખસોની અવરજવર, તેમની ઓળખ સહિતની ચોક્કસ બાતમી મેળવી હતી. દરમિયાન ગઇકાલે મોડીરાત્રે એટીએસ અને એનસીબીની સંયુક્ત ટીમે પીપળજમાં આવેલ એક રહેણાંક મકાનમાં ત્રાટકી હતી. આ મકાન ખેતરાઉ વિસ્તારમાં મુળ ગામથી દુર આવેલુ છે. ડ્રગ્સ માફિયાઓએ આ પ્રકારનું અંતરિયાળ મકાન ડ્રગ્સ બનાવવા માટે પસંદ કર્યુ હતું. જેમાં તેઓ ડ્રગ્સ બનાવતા હતા. ટીમે ઘરમાંથી ડ્રગ્સ બનાવવાનું રો મટિરીયલ, મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ તથા તેના મેન્યુફેક્ચરીંગના સાધનો સહિતની મત્તા જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ મકાન નંદુબા પોપટજી વાઘેલાના નામનું હોવાનું અને તેઓએ આ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવ્યુ હોવાનું ખુલ્યુ છે. તેઓએ ગામના જ એક શખસની ઓળખાણથી આ મકાન બે મહિના પુર્વે દસ હજારના ભાડે આપ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.પોલીસે મકાનમાંથી જે એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે તેમાં 476 ગ્રામ મેફેડ્રોન (એમડી) , તથા 16.946 કિલોગ્રામ લીક્વીડ ફોમમાં મેફોડ્રીનના જથ્થાનો સમાવેસ થાય છે. અહિથી પોલીસે પાંચ શખસોને ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ સ્થળે રાજસ્થાનના કેટલાક શખસોની સતત અવરજવર હોવાનું ખુલ્યુ હતું. પોલીસે જે પાંચ શખસોની ધરપકડ કરી છે તેમાં કુલદિપસિંગ લાલસીંઘ રાજપુરોહિત (ઉવ.40, રહે. ન્યુ ગ્રીનસિટી, સેક્ટર-26, મુળ રહે, તેવરી, જોધપુર, રાજસ્થાન) રીતેશ સુરેશ દવે (ઉવ.37, રહે. અંબિકાનગર, ડિમ્પલ સિનેમાની પાછળ, ડીસા), હરિષ ચંપાલાલ સોલંકી (ઉવ.34, સી બ્લોક સનરાઇઝ હાઇટ્સ, મોગરાવાડી, વલસાડ), દિપક પ્રેમારામજી સોલંકી ઉવ.34, રહે. બાપુનગર વિસ્તાર, પાલી, રાજસ્થાન, શીવરતન ઓમપ્રકાશજી અગ્રવાલ (ઉવ.26, રહે. રામરાવાસ, કલ્લા, જોધપુર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. આ શખસો બહારથી ડ્રગ્સનું રો મટિરીયલ બનાવી તેનું પીંપળજની ઉપરોક્ત મકાનની ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવતુ હતું. અહિથી બનાવેલુ એમડી ડ્રગ્સ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થતુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ માની રહી છે. ડ્રગ્સ ફેક્ટરી મામલે સ્થાનિક શખસોની પણ સંડોવણીની આશંહ્ય્. પીપળજના રહેણાંક મકાનમાંથી ઝડપાયેલી ડ્રગ્સની ફેક્ટરી મામલે જે પાંચ શખસોની ધરપકડ કરવામાં આવી છે તેમાં સ્થાનિક એકપણ શખશનો સમાવેશ થતો નથી. પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીમાં કેટલાક સ્થાનિક શખસોની સંડોવણી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. પોલીસે આ મામલે બેથી ત્રણ શખસોની પુછપરછ પણ હાથધરી છે. જેમાં મકાન માલિકનો પુત્ર ઉપરાંત મકાન ભાડે અપાવનાર શખસનો પણ સમાવેશ થાય છે. આ ફેક્ટરીમાં જે શખસો ડ્રગ્સ બનાવતા હતા તેમના રહેવા માટે ગામના પાદરમાં જ અન્ય એક મકાન ભાડે રાખવામાં આવ્યુ હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે. આ મકાન પણ ફેક્ટરી વાળુ ભાડે અપાવનાર શખસે જ ભાડે અપાવ્યુ હોવાની ચર્ચા છે. જેના કારણે આ શખસ ઉપરોક્ત બાબતથી વાકેફ હતો કે નહી તે મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથધરી છે. એટીએસને ડ્રગ્સ મામલે દોઢ મહિના બાતમી મળી હતી. જ્યારે ઉપરોક્ત મકાન પણ આ સમયગાળા દરમિયાન જ ભાડે રાખવામાં આવ્યુ હોવાનું જણાઇ રહ્યુ છે. એટલેકે, આ ગેંગ થોડા સમય માટે જ ભાડે મકાન રાખીને ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો સામાન લાવી ડ્રગ્સ મેન્યુફેક્ચર કરતી હોવાનું પોલીસનું માનવુ છે. મોટા જલુન્દ્રામાં પણ એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઇ હતી ગાંધીનગરના પીપળજમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાયાના અઢી મહિના પુર્વે દહેગામના મોટા જલુન્દ્રામાંથી પણ એક જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ એમડી ડ્રગ્સ ઉપરોક્ત ફેક્ટરીમાં જ બનાવવામાં આવતુ હતું. પીપળજની ફેક્ટરી મામલે પોલીસને દોઢ મહિના પુર્વે બાતમી મળી હતી. એટલેકે, મોટા જલુન્દ્રા અને પીપળજ ડ્રગ્સ મામલે કોઇ કનેક્શન છેકે, નહી તે મામલે પણ આગામી દિવસોમાં તપાસ થઇ શકે છે. મોટા જલુન્દ્રાની ફેક્ટરીમાંથી ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો એરકાર્ગો મારફત જંતુનાશક દવાના નામે બહારના દેશોમાં એક્સપોર્ટ થતો હોવાનું જે તે સમયે ખુલ્યુ હતું.

પીપળજમાંથી ભાડાના મકાનમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત એટીએસ અને એનસીબીનું સંયુક્ત ઓપરેશન
  • મકાન માલિકે મહિને દસ હજારના દરે મકાન ભાડે આપ્યુ હતું
  • લિક્વિડ અને ક્રિસ્ટલ ફોમમાં 17.500 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત : પાંચની ધરપકડ

ગુજરાત એટીએસ અને એનસીબીના સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના જે ચાર જગ્યાએ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો તેમાં ગાંધીનગર નજીક આવેલા પીપળજ ગામે ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. અહિથી એટીએસની ટીમે એક રહેણાંક મકાનમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે પાંચ શખસોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે શખસો મુળ ગુજરાતના અને ત્રણ શખસો મુળ રાજસ્થાનના છે. રાજસ્થાનના શખસો દ્વારા અહિ ભાડે મકાન રાખીને મેફેડ્રોન નામનું ડ્રગ્સ બનાવવામાં આવતુ હતું. જે દેશના અન્ય રાજ્યોમાં સપ્લાય થતુ હતું.

ઉલ્લેખનીય છેકે, એટીએસને આ મામલે દોઢ મહિના પુર્વે બાતમી મળી હતી. દોઢ મહિના સુધી પોલીસે બાતમી સ્થળે પોતાના માણસો ગોઠવી મકાનમાં આવતા શખસોની અવરજવર, તેમની ઓળખ સહિતની ચોક્કસ બાતમી મેળવી હતી. દરમિયાન ગઇકાલે મોડીરાત્રે એટીએસ અને એનસીબીની સંયુક્ત ટીમે પીપળજમાં આવેલ એક રહેણાંક મકાનમાં ત્રાટકી હતી. આ મકાન ખેતરાઉ વિસ્તારમાં મુળ ગામથી દુર આવેલુ છે. ડ્રગ્સ માફિયાઓએ આ પ્રકારનું અંતરિયાળ મકાન ડ્રગ્સ બનાવવા માટે પસંદ કર્યુ હતું. જેમાં તેઓ ડ્રગ્સ બનાવતા હતા. ટીમે ઘરમાંથી ડ્રગ્સ બનાવવાનું રો મટિરીયલ, મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ તથા તેના મેન્યુફેક્ચરીંગના સાધનો સહિતની મત્તા જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ મકાન નંદુબા પોપટજી વાઘેલાના નામનું હોવાનું અને તેઓએ આ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવ્યુ હોવાનું ખુલ્યુ છે. તેઓએ ગામના જ એક શખસની ઓળખાણથી આ મકાન બે મહિના પુર્વે દસ હજારના ભાડે આપ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.પોલીસે મકાનમાંથી જે એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે તેમાં 476 ગ્રામ મેફેડ્રોન (એમડી) , તથા 16.946 કિલોગ્રામ લીક્વીડ ફોમમાં મેફોડ્રીનના જથ્થાનો સમાવેસ થાય છે. અહિથી પોલીસે પાંચ શખસોને ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ સ્થળે રાજસ્થાનના કેટલાક શખસોની સતત અવરજવર હોવાનું ખુલ્યુ હતું. પોલીસે જે પાંચ શખસોની ધરપકડ કરી છે તેમાં કુલદિપસિંગ લાલસીંઘ રાજપુરોહિત (ઉવ.40, રહે. ન્યુ ગ્રીનસિટી, સેક્ટર-26, મુળ રહે, તેવરી, જોધપુર, રાજસ્થાન) રીતેશ સુરેશ દવે (ઉવ.37, રહે. અંબિકાનગર, ડિમ્પલ સિનેમાની પાછળ, ડીસા), હરિષ ચંપાલાલ સોલંકી (ઉવ.34, સી બ્લોક સનરાઇઝ હાઇટ્સ, મોગરાવાડી, વલસાડ), દિપક પ્રેમારામજી સોલંકી ઉવ.34, રહે. બાપુનગર વિસ્તાર, પાલી, રાજસ્થાન, શીવરતન ઓમપ્રકાશજી અગ્રવાલ (ઉવ.26, રહે. રામરાવાસ, કલ્લા, જોધપુર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. આ શખસો બહારથી ડ્રગ્સનું રો મટિરીયલ બનાવી તેનું પીંપળજની ઉપરોક્ત મકાનની ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવતુ હતું. અહિથી બનાવેલુ એમડી ડ્રગ્સ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થતુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ માની રહી છે.

ડ્રગ્સ ફેક્ટરી મામલે સ્થાનિક શખસોની પણ સંડોવણીની આશંહ્ય્.

પીપળજના રહેણાંક મકાનમાંથી ઝડપાયેલી ડ્રગ્સની ફેક્ટરી મામલે જે પાંચ શખસોની ધરપકડ કરવામાં આવી છે તેમાં સ્થાનિક એકપણ શખશનો સમાવેશ થતો નથી. પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીમાં કેટલાક સ્થાનિક શખસોની સંડોવણી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. પોલીસે આ મામલે બેથી ત્રણ શખસોની પુછપરછ પણ હાથધરી છે. જેમાં મકાન માલિકનો પુત્ર ઉપરાંત મકાન ભાડે અપાવનાર શખસનો પણ સમાવેશ થાય છે. આ ફેક્ટરીમાં જે શખસો ડ્રગ્સ બનાવતા હતા તેમના રહેવા માટે ગામના પાદરમાં જ અન્ય એક મકાન ભાડે રાખવામાં આવ્યુ હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે. આ મકાન પણ ફેક્ટરી વાળુ ભાડે અપાવનાર શખસે જ ભાડે અપાવ્યુ હોવાની ચર્ચા છે. જેના કારણે આ શખસ ઉપરોક્ત બાબતથી વાકેફ હતો કે નહી તે મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથધરી છે. એટીએસને ડ્રગ્સ મામલે દોઢ મહિના બાતમી મળી હતી. જ્યારે ઉપરોક્ત મકાન પણ આ સમયગાળા દરમિયાન જ ભાડે રાખવામાં આવ્યુ હોવાનું જણાઇ રહ્યુ છે. એટલેકે, આ ગેંગ થોડા સમય માટે જ ભાડે મકાન રાખીને ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો સામાન લાવી ડ્રગ્સ મેન્યુફેક્ચર કરતી હોવાનું પોલીસનું માનવુ છે.

મોટા જલુન્દ્રામાં પણ એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઇ હતી

ગાંધીનગરના પીપળજમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાયાના અઢી મહિના પુર્વે દહેગામના મોટા જલુન્દ્રામાંથી પણ એક જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ એમડી ડ્રગ્સ ઉપરોક્ત ફેક્ટરીમાં જ બનાવવામાં આવતુ હતું. પીપળજની ફેક્ટરી મામલે પોલીસને દોઢ મહિના પુર્વે બાતમી મળી હતી. એટલેકે, મોટા જલુન્દ્રા અને પીપળજ ડ્રગ્સ મામલે કોઇ કનેક્શન છેકે, નહી તે મામલે પણ આગામી દિવસોમાં તપાસ થઇ શકે છે. મોટા જલુન્દ્રાની ફેક્ટરીમાંથી ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો એરકાર્ગો મારફત જંતુનાશક દવાના નામે બહારના દેશોમાં એક્સપોર્ટ થતો હોવાનું જે તે સમયે ખુલ્યુ હતું.