લવારપુરથી રીઢા ઘરફોડિયા પકડાયા:પ્રાંતિયાની ઘરફોડ સહિત છ જેટલી ચોરીઓનો ભેદ ખૂલ્યો

કડીમાં ખેત મજૂરી કરતી વખતે બે જગ્યાએ ઘરફોડ કરી હતીબાઈક ઉપર પસુંજ જવા નીકળ્યા હતા ત્યારે પોલીસે ત્રણેયને મુદ્દામાલ સાથે પકડયા પ્રાંતિયા ઘરફોડ સહીત છ જેટલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ ને સફળતા મળી હતી ગાંધીનગરના પ્રાંતિયામાં એક મહિના પહેલા ઘરફોડ ચોરીને અંજામ આપનારા ત્રણ તસ્કરોને ડભોડા પોલીસે લવારપુર પાસેથી પકડી લીધા હતા. બાઇક ઉપર પસુંજ ગામમાં જવા માટે નીકળ્યા હતા ત્યારે મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. તસ્કરોની ત્રિપુટી ઘરફોડ ચોરી કરવામાં રીઢા ગુનેગાર હોવાની હકીકત સામે આવી હતી. ત્રણ જીલ્લામાં એકથી વધુ છ જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. અમદાવાદ, કડી, મહેસાણા સહીતના વિસ્તારોમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસને એક મહિના પહેલા કરવામાં આવેલી પ્રાંતિયા ઘરફોડ સહીત છ જેટલી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. ડભોડા પોલીસ મથકના વણઉકલ્યા મિલકતસંબંધી ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા માટે મદદનીશ પોલીસ અધિક્ષક (પી) સુમન નાલા તથા પી આઇ જે.બી.ખાંભલા સહીતના સર્વેલંસના માણસો ટેક્નીકલ સર્વેલન્સ અને માનવ સોર્સના માધ્યમથી તપાસમાં હતા. આ દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે એકાદ મહિના પહેલા પ્રાંતિયા ગામમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીને અંજામ આપનારા ઇસમો બાઈક ઉપર લવાર પુર બ્રીજ થઇને દસક્રોઇના પસુંજ ગામે જવાના છે. આ હકીકતના આધારે ડભોડા પોલીસ લવારપુર બ્રીજ પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન શાહપુર બાજુથી બાઇક નંબર જીજે.01. ઇવાય.7206 ઉપર ત્રણ ઇસમો આવતા દેખાતા પોલીસ ચોંકન્ની બની હતી અને ત્રણેયને કોર્ડન કરીને પકડી પાડયા હતા. ઇસમોના નામ પુછતા ઝાકીર ઉર્ફે સમીર સુલ્તાનશા દીવાન (ફકીર) રહે. ઉગમણો વાસ, પસુંજ તા. દસક્રોઇ) , મંથન કાંતીભાઇ ગોહીલ (રહે. રોહીતવાસ,ગામ પસુંજ તા. દસક્રોઇ) તથા વિશાલકુમાર ઉર્ફે ઢોલો વિષ્ણુભાઇ રાવળ (રહે.રાવળવાસ ગામ પસુંજ તા. દસક્રોઇ) હોવાનુ જણાવ્યુ હતુ. ત્રણેય ઇસમોની અંગજડતીમાંથી સોના ચાંદીના જુદા જુદા દાગીના, રોકડ રકમ 11,540, બાઇક સહીત કુલ 2.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્રણેય તસ્કર ત્રિપુટીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા પોલીસ પણ ચોંકી ગઇ હતી અને ત્રણેય જણાએ સાથે મળીને છ જેટલી ઘર ફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનિ વિગતો સામે આવી હતી. જે મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે. કબજે કરાયેલા સોનાચાંદીના દાગીના પ્રાંતિયામાંથી ચોર્યા પોલીસની પુછપરછમાં ચોર ઇસમોએ કબુલાત કરી હતી કે ગત 27 મી માર્ચના રોજ રાત્રીના સમયે ત્રણેય જણાએ ભેગા મળીને પ્રાંતિયા ગામમાં આ વેલા એક ઘરમાં ઘરફોડ ચોરી કરીને ભાગી ગયા હતા. અને તેમની પાસેથી મળી આવેલા સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમ પ્રાંતીયાથી ચોરી હોવાની કબુલાત કરી હતી. ગત 27મીએ પ્રાંતિયાના ઉમિયાનગરમાં રહેતા ઉર્વેશભાઇ પટેલનો પરીવાર માતાજીની જાતરમાં ગયો હતો ત્યારે મકાન ના દરવાજાના તથા તિજોરીના તાળા તોડીને 3.52 લાખના દાગીના, રોકડ તથા પાસપોર્ટ સહીતના મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરતા ફરીયાદ નોંધવા માં આવી હતી. 3 પૈકી 1 દારૂની હેરાફેરીમાં બે વાર પકડાઇ ચૂક્યો છે આરોપી ઝાકીર દીવાન વિરુધ્ધ સે-21 પોલીસ મથક, દહેગામ, કણભા, ઓઢવ, નિકોલ, એલીસબ્રીજ સહીતના પોલીસ મથકોમાં ચોરી તથા પ્રોહીબીશ ન સહીતના 14 જેટલા ગુના નોંધાયેલા છે. મંથન ગોહીલ વિરુધ્ધ કણભા, જાદર,દહેગામ પોલીસ મથકમાં મારામારી તથા પ્રોહીબીશનના 3 ગુના નોંધાયા છે. મંથન સાબરકાંઠાના જાદર તથા ગાંધીનગરના દહેગામ પોલીસ મથકમાં દારુની હેરાફેરીમાં બે વાર પકડાયો હોવાની વિગતો છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસ આરોપીઓએ અમદાવાદ. મહેસાણા તથા ગાંઘીનગરમાં છ જેટલી ઘરફોડ ચોરી કરી હતી. દીવાળીના દસ દિવસ પહેલા પોતાના જ ગામમાં એટલે કે પુસુંજમાં એક મકાનમાં સોનાચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી હતી. દોઢેક વર્ષ પહેલા દહેગામના બહીયલમાં એક મકાનમાં રાત્રે સોનાચાંદીના દાગીના, ચાંદીના બિસ્કીટ અને રોકડની ચોરી, ચારેક મહિના પહેલા કડી તાલુકાના મોરવા ગામમાં મજુરી કરવા ગયા ત્યારે વડાવી ગામમાં એક મકાનમાં રાત્રે સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી, કડી તાલુકાના વામજ ગામમાં રાત્રે એક મંદિરમાં ચોરી કરવા ગયા હતા પરંતુ પાછળના રુમના ચોકીદાર જાગી જતા ત્રણેય જણા ભાગી ગયા હતા. વિસ દિવસ પહેલાજ ચિલોડામાં રાત્રે એક મકાનમાંથી રોકડ રકમની ચોરી કરી હતી.

લવારપુરથી રીઢા ઘરફોડિયા પકડાયા:પ્રાંતિયાની ઘરફોડ સહિત છ જેટલી ચોરીઓનો ભેદ ખૂલ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કડીમાં ખેત મજૂરી કરતી વખતે બે જગ્યાએ ઘરફોડ કરી હતી
  • બાઈક ઉપર પસુંજ જવા નીકળ્યા હતા ત્યારે પોલીસે ત્રણેયને મુદ્દામાલ સાથે પકડયા
  • પ્રાંતિયા ઘરફોડ સહીત છ જેટલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ ને સફળતા મળી હતી

ગાંધીનગરના પ્રાંતિયામાં એક મહિના પહેલા ઘરફોડ ચોરીને અંજામ આપનારા ત્રણ તસ્કરોને ડભોડા પોલીસે લવારપુર પાસેથી પકડી લીધા હતા. બાઇક ઉપર પસુંજ ગામમાં જવા માટે નીકળ્યા હતા ત્યારે મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. તસ્કરોની ત્રિપુટી ઘરફોડ ચોરી કરવામાં રીઢા ગુનેગાર હોવાની હકીકત સામે આવી હતી. ત્રણ જીલ્લામાં એકથી વધુ છ જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. અમદાવાદ, કડી, મહેસાણા સહીતના વિસ્તારોમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસને એક મહિના પહેલા કરવામાં આવેલી પ્રાંતિયા ઘરફોડ સહીત છ જેટલી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

ડભોડા પોલીસ મથકના વણઉકલ્યા મિલકતસંબંધી ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા માટે મદદનીશ પોલીસ અધિક્ષક (પી) સુમન નાલા તથા પી આઇ જે.બી.ખાંભલા સહીતના સર્વેલંસના માણસો ટેક્નીકલ સર્વેલન્સ અને માનવ સોર્સના માધ્યમથી તપાસમાં હતા. આ દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે એકાદ મહિના પહેલા પ્રાંતિયા ગામમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીને અંજામ આપનારા ઇસમો બાઈક ઉપર લવાર પુર બ્રીજ થઇને દસક્રોઇના પસુંજ ગામે જવાના છે. આ હકીકતના આધારે ડભોડા પોલીસ લવારપુર બ્રીજ પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન શાહપુર બાજુથી બાઇક નંબર જીજે.01. ઇવાય.7206 ઉપર ત્રણ ઇસમો આવતા દેખાતા પોલીસ ચોંકન્ની બની હતી અને ત્રણેયને કોર્ડન કરીને પકડી પાડયા હતા. ઇસમોના નામ પુછતા ઝાકીર ઉર્ફે સમીર સુલ્તાનશા દીવાન (ફકીર) રહે. ઉગમણો વાસ, પસુંજ તા. દસક્રોઇ) , મંથન કાંતીભાઇ ગોહીલ (રહે. રોહીતવાસ,ગામ પસુંજ તા. દસક્રોઇ) તથા વિશાલકુમાર ઉર્ફે ઢોલો વિષ્ણુભાઇ રાવળ (રહે.રાવળવાસ ગામ પસુંજ તા. દસક્રોઇ) હોવાનુ જણાવ્યુ હતુ. ત્રણેય ઇસમોની અંગજડતીમાંથી સોના ચાંદીના જુદા જુદા દાગીના, રોકડ રકમ 11,540, બાઇક સહીત કુલ 2.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્રણેય તસ્કર ત્રિપુટીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા પોલીસ પણ ચોંકી ગઇ હતી અને ત્રણેય જણાએ સાથે મળીને છ જેટલી ઘર ફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનિ વિગતો સામે આવી હતી. જે મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.

કબજે કરાયેલા સોનાચાંદીના દાગીના પ્રાંતિયામાંથી ચોર્યા

પોલીસની પુછપરછમાં ચોર ઇસમોએ કબુલાત કરી હતી કે ગત 27 મી માર્ચના રોજ રાત્રીના સમયે ત્રણેય જણાએ ભેગા મળીને પ્રાંતિયા ગામમાં આ વેલા એક ઘરમાં ઘરફોડ ચોરી કરીને ભાગી ગયા હતા. અને તેમની પાસેથી મળી આવેલા સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમ પ્રાંતીયાથી ચોરી હોવાની કબુલાત કરી હતી. ગત 27મીએ પ્રાંતિયાના ઉમિયાનગરમાં રહેતા ઉર્વેશભાઇ પટેલનો પરીવાર માતાજીની જાતરમાં ગયો હતો ત્યારે મકાન ના દરવાજાના તથા તિજોરીના તાળા તોડીને 3.52 લાખના દાગીના, રોકડ તથા પાસપોર્ટ સહીતના મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરતા ફરીયાદ નોંધવા માં આવી હતી.

3 પૈકી 1 દારૂની હેરાફેરીમાં બે વાર પકડાઇ ચૂક્યો છે

આરોપી ઝાકીર દીવાન વિરુધ્ધ સે-21 પોલીસ મથક, દહેગામ, કણભા, ઓઢવ, નિકોલ, એલીસબ્રીજ સહીતના પોલીસ મથકોમાં ચોરી તથા પ્રોહીબીશ ન સહીતના 14 જેટલા ગુના નોંધાયેલા છે. મંથન ગોહીલ વિરુધ્ધ કણભા, જાદર,દહેગામ પોલીસ મથકમાં મારામારી તથા પ્રોહીબીશનના 3 ગુના નોંધાયા છે. મંથન સાબરકાંઠાના જાદર તથા ગાંધીનગરના દહેગામ પોલીસ મથકમાં દારુની હેરાફેરીમાં બે વાર પકડાયો હોવાની વિગતો છે.

આરોપીઓના ગુનાહિત ઇતિહાસ

આરોપીઓએ અમદાવાદ. મહેસાણા તથા ગાંઘીનગરમાં છ જેટલી ઘરફોડ ચોરી કરી હતી. દીવાળીના દસ દિવસ પહેલા પોતાના જ ગામમાં એટલે કે પુસુંજમાં એક મકાનમાં સોનાચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી હતી. દોઢેક વર્ષ પહેલા દહેગામના બહીયલમાં એક મકાનમાં રાત્રે સોનાચાંદીના દાગીના, ચાંદીના બિસ્કીટ અને રોકડની ચોરી, ચારેક મહિના પહેલા કડી તાલુકાના મોરવા ગામમાં મજુરી કરવા ગયા ત્યારે વડાવી ગામમાં એક મકાનમાં રાત્રે સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી, કડી તાલુકાના વામજ ગામમાં રાત્રે એક મંદિરમાં ચોરી કરવા ગયા હતા પરંતુ પાછળના રુમના ચોકીદાર જાગી જતા ત્રણેય જણા ભાગી ગયા હતા. વિસ દિવસ પહેલાજ ચિલોડામાં રાત્રે એક મકાનમાંથી રોકડ રકમની ચોરી કરી હતી.