લોકસભા ચૂંટણી પ્રચારમાં પાટનગરની સમસ્યાઓને નેતાઓએ નજરઅંદાજ કરી

પાણી, દબાણ, તૂટલા રસ્તા, સફાઈ સહિતના પ્રશ્નોથી હાલાકીફૂટપાથ પર દબાણકર્તાઓનો કબ્જો : ઝાડીઓમાં જુગ્ગીઓનું વધતું દબાણ પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરના પ્રશ્નોને નજરઅંદાજ કરવામાં આવતા શહેરીજનોમાં નારાજગી પ્રવર્તીલોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. પરંતુ ક્યાંય ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને સ્થાન નથી. ગાંધીનગર શહેરમાં ઓછા ફોર્સથી મળતું પાણી, ઝુંપડપટ્ટીનું વધતું દબાણ, વધતી ગુનાખોરી સહિતની ઘણી સમસ્યાઓ છે. જેને વાચા આપનાર કોઈ નથી. નવા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ, પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓની સુવિધાનો અભાવ છે. ચૂંટણીના પ્રચારમાં વિકાસની વાતો થઈ રહી છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરના પ્રશ્નોને નજરઅંદાજ કરવામાં આવતા શહેરીજનોમાં નારાજગી પ્રવર્તી છે. સ્થાનિક સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી લવાતો, અને દેશના વિકાસની વાતો છેડવામાં આવે છે. તેવો આક્રોશ સંભળાય રહ્યો છે.પાટનગરમાં છેલ્લા ઘણા સમયથી ઓછા ફોર્સથી પાણી આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદ છે. જેને ઉકેલવામાં તંત્રને કોઈ રસ નથી. હાલમાં લોકોને પુરતા ફોર્સથી પીવાનું તથા ઘરવપરાશ માટે પાણી મળતું નથી. આ ઉપરાંત શહેરમાં જંગલ-ઝાડી વિસ્તારમાં દિનપ્રતિદિન ઝુંપડપટ્ટીના દબાણો વધતા જાય છે. લોકોને ચાલવા માટે ફૂટપાથો બનાવવામાં આવી છે. પરંતુ આ ચાલવા માટેની ફુટપાથ પર ઝુંપડાવાસીઓથી લઈને રોજગાર ધંધાવાળાઓએ કબ્જો કર્યો છે. જેને દૂર કરવાની જવાબદારી ગાંધીનગર કોર્પોરેશનની છે. પરંતુ તેમને આ દબાણો દેખાતા નથી. સેક્ટરોના કોમનચોકની નિયમિત સફાઈ થતી નથી. ન્યુ ગાંધીનગરને કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યો પરંતુ અહીં પોસ્ટ ઓફિસ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સુવિધા નથી. પાટનગરમાં ઘ-4 અને ગ-4 પર અંડરપાસ બનાવવામાં આવ્યા છે. વાવોલનો અંડરપાસ છે. હવે સે-21 અને 22ને જોડતો અંડરપાસ બની રહ્યો છે. જેમાં સૌથી મહત્વમાં ચોમાસામાં આ અંડરપાસમાં પાણી ભરાઈ જાય અને અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાશે, તંત્ર આ બાબતે અત્યારથી જ સજાગ રહેવું જોઈએ તેવી માંગ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘની મિટીંગમાં ઉઠવા પામી હતી. આ બેઠકમાં શહેરના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નો અંગે સરકારના જે તે વિભાગમાં યોગ્ય જગ્યાએ રજુઆત કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.

લોકસભા ચૂંટણી પ્રચારમાં પાટનગરની સમસ્યાઓને નેતાઓએ નજરઅંદાજ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાણી, દબાણ, તૂટલા રસ્તા, સફાઈ સહિતના પ્રશ્નોથી હાલાકી
  • ફૂટપાથ પર દબાણકર્તાઓનો કબ્જો : ઝાડીઓમાં જુગ્ગીઓનું વધતું દબાણ
  • પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરના પ્રશ્નોને નજરઅંદાજ કરવામાં આવતા શહેરીજનોમાં નારાજગી પ્રવર્તી

લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. પરંતુ ક્યાંય ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને સ્થાન નથી. ગાંધીનગર શહેરમાં ઓછા ફોર્સથી મળતું પાણી, ઝુંપડપટ્ટીનું વધતું દબાણ, વધતી ગુનાખોરી સહિતની ઘણી સમસ્યાઓ છે. જેને વાચા આપનાર કોઈ નથી. નવા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ, પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓની સુવિધાનો અભાવ છે. ચૂંટણીના પ્રચારમાં વિકાસની વાતો થઈ રહી છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરના પ્રશ્નોને નજરઅંદાજ કરવામાં આવતા શહેરીજનોમાં નારાજગી પ્રવર્તી છે. સ્થાનિક સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી લવાતો, અને દેશના વિકાસની વાતો છેડવામાં આવે છે. તેવો આક્રોશ સંભળાય રહ્યો છે.

પાટનગરમાં છેલ્લા ઘણા સમયથી ઓછા ફોર્સથી પાણી આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદ છે. જેને ઉકેલવામાં તંત્રને કોઈ રસ નથી. હાલમાં લોકોને પુરતા ફોર્સથી પીવાનું તથા ઘરવપરાશ માટે પાણી મળતું નથી. આ ઉપરાંત શહેરમાં જંગલ-ઝાડી વિસ્તારમાં દિનપ્રતિદિન ઝુંપડપટ્ટીના દબાણો વધતા જાય છે. લોકોને ચાલવા માટે ફૂટપાથો બનાવવામાં આવી છે. પરંતુ આ ચાલવા માટેની ફુટપાથ પર ઝુંપડાવાસીઓથી લઈને રોજગાર

ધંધાવાળાઓએ કબ્જો કર્યો છે. જેને દૂર કરવાની જવાબદારી ગાંધીનગર કોર્પોરેશનની છે. પરંતુ તેમને આ દબાણો દેખાતા નથી. સેક્ટરોના કોમનચોકની નિયમિત સફાઈ થતી નથી. ન્યુ ગાંધીનગરને કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યો પરંતુ અહીં પોસ્ટ ઓફિસ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સુવિધા નથી.

પાટનગરમાં ઘ-4 અને ગ-4 પર અંડરપાસ બનાવવામાં આવ્યા છે. વાવોલનો અંડરપાસ છે. હવે સે-21 અને 22ને જોડતો અંડરપાસ બની રહ્યો છે. જેમાં સૌથી મહત્વમાં ચોમાસામાં આ અંડરપાસમાં પાણી ભરાઈ જાય અને અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાશે, તંત્ર આ બાબતે અત્યારથી જ સજાગ રહેવું જોઈએ તેવી માંગ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘની મિટીંગમાં ઉઠવા પામી હતી. આ બેઠકમાં શહેરના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નો અંગે સરકારના જે તે વિભાગમાં યોગ્ય જગ્યાએ રજુઆત કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.