Jagannath Rath Yatra 2024: જળયાત્રાના કળશ મંદિરના પ્રાંગણમાં મુકાયા

જળયાત્રાના કળશ મંદિરના પ્રાંગણમાં મુકાયા નિજ મંદિરથી સાબરમતી કાંઠે સુધી યોજાય છે જળયાત્રા 108 કળશમાં લવાયેલા જળથી ભગવાનનો થાય છે જળાભિષેકહાલ ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. 147મી જળયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથજીના મંદિર પ્રાંગણમાં જળયાત્રાની તૈયારીઓ કરવામાં આવી છે. જળયાત્રાના કળશ મંદિરમાં પ્રાંગણમાં મુકાયા. એક તરફ પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રથયાત્રાની કોમી એકતાની ઝાંખી દર્શાવવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુમંદિરમાં મુકાયેલા કળશ દ્વારા જળયાત્રામાં સાબરમતીથી લવાય છે જળ મંદિરમાં મુકાયેલા કળશ દ્વારા જળયાત્રામાં સાબરમતીથી લવાય છે જળ. નિજ મંદિરથી સાબરમતી કાંઠે સુધી યોજાય છે જળયાત્રા. 108 કળશમાં લવાયેલા જળથી ભગવાનનો થાય છે અભિષેક. અમદાવાદમાં આગામી 7 જૂલાઈને અષાઢી બીજ નિમિત્તે યોજાતી ભગવાન જગન્નાથજીના પરંપરાગત અને ભવ્ય રથયાત્રા નિકળશે. જગન્નાથ મંદિર ટ્ર્સ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે અમદાવાદમા ભગવાન જગતના નાથ એવા જગન્નાથજીની 147મી પરંપરાગત રથયાત્રા અષાઢી બીજને 7 જૂલાઈને રવિવારના રોજ નિકળશે.ભગવાનની સાથે ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા પણ નગર ચર્યામા જોડાશેભગવાનની સાથે ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા પણ નગર ચર્યામા જોડાશે. રથયાત્રાને લઈ અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો મંદિર ટ્રસ્ટ પણ તૈયારીમાં લાગી ગયુ છે.ભગવાનના વાઘા,,રથનું સમારકામ તેમજ અન્ય મનોરથોની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.તો ભગવાનને આવકારવા સરસપુરના મોસાળીયા પણ ઉત્સાહ સાથે મોમેરૂ ભરવા આતૂર છે. આ વર્ષે જગન્નાથ રથયાત્રા પહેલા 22 જૂનને શનિવારના રોજ જળયાત્રા યોજાશે સુપ્રસિદ્ધ જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાય છે જેનુ એક આગવુ મહત્વ રહેલુ છે.ત્યારે આ વર્ષે જગન્નાથ રથયાત્રા પહેલા 22 જૂનને શનિવારના રોજ જળયાત્રા યોજાનાર છે.જેમાં જગન્નાથના નિજ મંદિરેથી જળયાત્રા શોભાયાત્રા સ્વરૂપે નિકળશે અને સાબરમતી નદી ખાતે પહોંચશે. જ્યાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન થશે.ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરાશે ગંગા પૂજન બાદ 108 કળશમાં પવિત્ર જળભરી મંદિરમાં લાવી ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરવામાં આવશે.ત્યારબાદ ભગવાન ગણેશના સ્વરૂપમાં શ્રીજગન્નાથજીના ગજવેશ શણગાર કરાશે અને આ ગજવેશ શણગારના દર્શન ભક્તોને થશે.આ દિવ્ય દર્શનનો લ્હાવો લેવા ભક્તો આતુર રહે છે. 

Jagannath Rath Yatra 2024: જળયાત્રાના કળશ મંદિરના પ્રાંગણમાં મુકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જળયાત્રાના કળશ મંદિરના પ્રાંગણમાં મુકાયા
  • નિજ મંદિરથી સાબરમતી કાંઠે સુધી યોજાય છે જળયાત્રા
  • 108 કળશમાં લવાયેલા જળથી ભગવાનનો થાય છે જળાભિષેક

હાલ ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. 147મી જળયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથજીના મંદિર પ્રાંગણમાં જળયાત્રાની તૈયારીઓ કરવામાં આવી છે. જળયાત્રાના કળશ મંદિરમાં પ્રાંગણમાં મુકાયા. એક તરફ પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રથયાત્રાની કોમી એકતાની ઝાંખી દર્શાવવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

મંદિરમાં મુકાયેલા કળશ દ્વારા જળયાત્રામાં સાબરમતીથી લવાય છે જળ

મંદિરમાં મુકાયેલા કળશ દ્વારા જળયાત્રામાં સાબરમતીથી લવાય છે જળ. નિજ મંદિરથી સાબરમતી કાંઠે સુધી યોજાય છે જળયાત્રા. 108 કળશમાં લવાયેલા જળથી ભગવાનનો થાય છે અભિષેક. અમદાવાદમાં આગામી 7 જૂલાઈને અષાઢી બીજ નિમિત્તે યોજાતી ભગવાન જગન્નાથજીના પરંપરાગત અને ભવ્ય રથયાત્રા નિકળશે. જગન્નાથ મંદિર ટ્ર્સ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે અમદાવાદમા ભગવાન જગતના નાથ એવા જગન્નાથજીની 147મી પરંપરાગત રથયાત્રા અષાઢી બીજને 7 જૂલાઈને રવિવારના રોજ નિકળશે.


ભગવાનની સાથે ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા પણ નગર ચર્યામા જોડાશે

ભગવાનની સાથે ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા પણ નગર ચર્યામા જોડાશે. રથયાત્રાને લઈ અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો મંદિર ટ્રસ્ટ પણ તૈયારીમાં લાગી ગયુ છે.ભગવાનના વાઘા,,રથનું સમારકામ તેમજ અન્ય મનોરથોની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.તો ભગવાનને આવકારવા સરસપુરના મોસાળીયા પણ ઉત્સાહ સાથે મોમેરૂ ભરવા આતૂર છે.


 આ વર્ષે જગન્નાથ રથયાત્રા પહેલા 22 જૂનને શનિવારના રોજ જળયાત્રા યોજાશે

સુપ્રસિદ્ધ જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાય છે જેનુ એક આગવુ મહત્વ રહેલુ છે.ત્યારે આ વર્ષે જગન્નાથ રથયાત્રા પહેલા 22 જૂનને શનિવારના રોજ જળયાત્રા યોજાનાર છે.જેમાં જગન્નાથના નિજ મંદિરેથી જળયાત્રા શોભાયાત્રા સ્વરૂપે નિકળશે અને સાબરમતી નદી ખાતે પહોંચશે. જ્યાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન થશે.

ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરાશે

ગંગા પૂજન બાદ 108 કળશમાં પવિત્ર જળભરી મંદિરમાં લાવી ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરવામાં આવશે.ત્યારબાદ ભગવાન ગણેશના સ્વરૂપમાં શ્રીજગન્નાથજીના ગજવેશ શણગાર કરાશે અને આ ગજવેશ શણગારના દર્શન ભક્તોને થશે.આ દિવ્ય દર્શનનો લ્હાવો લેવા ભક્તો આતુર રહે છે.