Rajkotના માલવિયાનગરમાં રેલવે ક્રોસિંગનું ફાટક બંધ ન કરાયું અને ટ્રેન પહોંચી ગઇ

લોકોપાયલોટે સમય સૂચકતાને કારણે તેને ટ્રેન ધીમી પાડી ટ્રેન ફાટકની નજીક જતા લોકોએ રેલવેના કર્મચારીને જગાડયો સ્થાનિકોનો આક્ષેપ કર્મચારી ફરજ પર સૂઇ ગયો હતો રાજકોટના માલવિયાનગરમાં રેલવે ક્રોસિંગનું ફાટક બંધ ના કરતા ટ્રેન ફાટકની નજીક પહોંચી હઈ છે,તો લોકોપાયલોટની સમયસૂકતાને લઈ પાયલોટે ટ્રેન ધીમી પાડી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી,સ્થાનિકો જે ફાટક પાસે ઉભા હતા તેમનો આક્ષેપ છે કે ફાટક બંધ કરનાર કર્મચારીની બેદરકારીના લીધે આ થયું હતુ,અને તે સ્થળ પર સુતો જોવા મળ્યો હતો. કર્મચારી સુઈ ગયો હતો રાજકોટમાં રેલવે કર્મચારીની બેદરકારીનો ગંભીર બનાવ બહાર આવ્યો છે. રાજકોટના પીડી માલવિયા કોલેજ પાસે આવેલું ફાટક ખુલ્લુ રાખી રેલવે કર્મચારી ઉંઘી ગયો હતો. જો કે જાગૃત નાગરીકે સાવચેતી રાખીને આ નિંદ્રાધીન કર્મચારીને ઉઠાડયો હતો અને ત્યારબાદ સિગ્નલ બંધ કરાયું હતું. ફાટક ખુલ્લુ અને ટ્રેન આવી ચોંકાવનારી વાત એ છે કે માલગાડી આવવાના સમયે ફાટક ખુલ્લુ મુકી આ રેલવે કર્મચારી ગાઢ નિંદ્રામાં પોઢી ગયો હતો. તેને સહેજ પણ એ વાતની ચિંતા ન હતી કે તેની બેદરકારી અનેક લોકોના જીવ લઇ શકે છે. જો કે આ સમયે એક જગૃત નાગરિક ત્યાં પહોંચતા તેણે આ રેલવે કર્મચારીને ઉઠાવ્યો હતો. વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ નાગરિક દ્વારા કર્મચારીને ઉઠાડ્યા બાદ સિગ્નલ બંધ કરાયું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રેલવે કર્મચારીની ગંભીર બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. સમગ્ર ઘટના અંગે રેલવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાય તે જરુરી છે.

Rajkotના માલવિયાનગરમાં રેલવે ક્રોસિંગનું ફાટક બંધ ન કરાયું અને ટ્રેન પહોંચી ગઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકોપાયલોટે સમય સૂચકતાને કારણે તેને ટ્રેન ધીમી પાડી
  • ટ્રેન ફાટકની નજીક જતા લોકોએ રેલવેના કર્મચારીને જગાડયો
  • સ્થાનિકોનો આક્ષેપ કર્મચારી ફરજ પર સૂઇ ગયો હતો

રાજકોટના માલવિયાનગરમાં રેલવે ક્રોસિંગનું ફાટક બંધ ના કરતા ટ્રેન ફાટકની નજીક પહોંચી હઈ છે,તો લોકોપાયલોટની સમયસૂકતાને લઈ પાયલોટે ટ્રેન ધીમી પાડી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી,સ્થાનિકો જે ફાટક પાસે ઉભા હતા તેમનો આક્ષેપ છે કે ફાટક બંધ કરનાર કર્મચારીની બેદરકારીના લીધે આ થયું હતુ,અને તે સ્થળ પર સુતો જોવા મળ્યો હતો.

કર્મચારી સુઈ ગયો હતો

રાજકોટમાં રેલવે કર્મચારીની બેદરકારીનો ગંભીર બનાવ બહાર આવ્યો છે. રાજકોટના પીડી માલવિયા કોલેજ પાસે આવેલું ફાટક ખુલ્લુ રાખી રેલવે કર્મચારી ઉંઘી ગયો હતો. જો કે જાગૃત નાગરીકે સાવચેતી રાખીને આ નિંદ્રાધીન કર્મચારીને ઉઠાડયો હતો અને ત્યારબાદ સિગ્નલ બંધ કરાયું હતું.


ફાટક ખુલ્લુ અને ટ્રેન આવી

ચોંકાવનારી વાત એ છે કે માલગાડી આવવાના સમયે ફાટક ખુલ્લુ મુકી આ રેલવે કર્મચારી ગાઢ નિંદ્રામાં પોઢી ગયો હતો. તેને સહેજ પણ એ વાતની ચિંતા ન હતી કે તેની બેદરકારી અનેક લોકોના જીવ લઇ શકે છે. જો કે આ સમયે એક જગૃત નાગરિક ત્યાં પહોંચતા તેણે આ રેલવે કર્મચારીને ઉઠાવ્યો હતો.

વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ

નાગરિક દ્વારા કર્મચારીને ઉઠાડ્યા બાદ સિગ્નલ બંધ કરાયું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રેલવે કર્મચારીની ગંભીર બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. સમગ્ર ઘટના અંગે રેલવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાય તે જરુરી છે.