Vadodara: ભાજપના નગરસેવક ડ્રાયવરને લાફો મારતા વિવાદમાં, આશિષ જોશીએ કરી ચોખવટ

વડોદરામાં નગરસેવક આશિષ જોશીએ ડ્રાઇવરને લાફો માર્યો ‘તળાવો વેચી માર્યા, કૌભાંડના આરોપ લગાવ્યા હતા' 'હું જાહેર સેવક છું પરંતુ મારુ પણ આત્મ સન્માન છે': નગરસેવકવડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેનને લાફો મારવાને લઈને નગરસેવક આશિષ જોશી વિવાદમાં ફસાયા છે. સ્થાયી સમિતિ ચેરમેનના ડ્રાયવર રણછોડ ભરવાડ અને વોર્ડ નંબર 15ના નગરસેવક આશિષ જોશી વચ્ચે માથાકૂટ થઈ હતી બાદમાં આશિષ જોશી દ્વારા ડ્રાયવરને લાફો મારવામાં આવતા વિવાદ સર્જાયો છે.ડ્રાયવર રણછોડ ભરવાડ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે વિસ્તારની રજુઆત કરવા જતાં નગરસેવકે તેમને લાફો મારી દીધો હતો. પોતાની આપવીતી કહેતા ડ્રાયવર રડી પડ્યો હતો. મહત્વનું છે કે, ડ્રાયવર રણછોડ ભરવાડ હાલ કોન્ટ્રાક્ટ પર સ્થાયી સમિતિના ચેરમેનની કાર ચલાવે છે. તો, સમગ્ર મામલે, ભાજપના વોર્ડ નંબર 15ના નગર સેવક આશિષ જોશીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું છે કે હું આ ભાઈને ઓળખતો નથી. આજે જ્યારે દંડક શૈલેષ પાટિલ અને સાથે આવ્યો ત્યારે આ ભાઈ પણ આવ્યા હતા. તેમણે મારા ઉપર શહેરના તળાવો વેચી મારવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જાહેરમાં આમ આરોપો લગાવતા મે તેને સમજાવ્યો હતો. બાદમાં તે ચેરમેનનો ડ્રાયવર હોવાનું જાણ થતાં તેને વધુ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. નગરસેવક આશિષ જોશીએ વધુમાં જણાવ્યું કે ડ્રાયવરને સમજાવવા છતાં તેના દ્વારા આરોપો લગાવવાનું ચાલુ રાખતા આખરે તેને લાફો મારવો પડ્યો હતો. આશિષ જોશીએ જણાવ્યું કે હું નગર સેવક છે પરંતુ મારુ પણ આત્મસન્માન છે. જોકે, ચેરમેનને આ વાતની જાણ થતાં તેમણે ડ્રાયવરને તાત્કાલિક છૂટો કરી દીધો છે. સમગ્ર મામલે દંડક શૈલેષ પાટિલે પણ આશિષ જોશીના સમર્થનમાં નિવેદન આપ્યું છે.

Vadodara: ભાજપના નગરસેવક ડ્રાયવરને લાફો મારતા વિવાદમાં, આશિષ જોશીએ કરી ચોખવટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં નગરસેવક આશિષ જોશીએ ડ્રાઇવરને લાફો માર્યો
  • ‘તળાવો વેચી માર્યા, કૌભાંડના આરોપ લગાવ્યા હતા'
  • 'હું જાહેર સેવક છું પરંતુ મારુ પણ આત્મ સન્માન છે': નગરસેવક

વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેનને લાફો મારવાને લઈને નગરસેવક આશિષ જોશી વિવાદમાં ફસાયા છે. સ્થાયી સમિતિ ચેરમેનના ડ્રાયવર રણછોડ ભરવાડ અને વોર્ડ નંબર 15ના નગરસેવક આશિષ જોશી વચ્ચે માથાકૂટ થઈ હતી બાદમાં આશિષ જોશી દ્વારા ડ્રાયવરને લાફો મારવામાં આવતા વિવાદ સર્જાયો છે.


ડ્રાયવર રણછોડ ભરવાડ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે વિસ્તારની રજુઆત કરવા જતાં નગરસેવકે તેમને લાફો મારી દીધો હતો. પોતાની આપવીતી કહેતા ડ્રાયવર રડી પડ્યો હતો. મહત્વનું છે કે, ડ્રાયવર રણછોડ ભરવાડ હાલ કોન્ટ્રાક્ટ પર સ્થાયી સમિતિના ચેરમેનની કાર ચલાવે છે.


તો, સમગ્ર મામલે, ભાજપના વોર્ડ નંબર 15ના નગર સેવક આશિષ જોશીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું છે કે હું આ ભાઈને ઓળખતો નથી. આજે જ્યારે દંડક શૈલેષ પાટિલ અને સાથે આવ્યો ત્યારે આ ભાઈ પણ આવ્યા હતા. તેમણે મારા ઉપર શહેરના તળાવો વેચી મારવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જાહેરમાં આમ આરોપો લગાવતા મે તેને સમજાવ્યો હતો. બાદમાં તે ચેરમેનનો ડ્રાયવર હોવાનું જાણ થતાં તેને વધુ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

નગરસેવક આશિષ જોશીએ વધુમાં જણાવ્યું કે ડ્રાયવરને સમજાવવા છતાં તેના દ્વારા આરોપો લગાવવાનું ચાલુ રાખતા આખરે તેને લાફો મારવો પડ્યો હતો. આશિષ જોશીએ જણાવ્યું કે હું નગર સેવક છે પરંતુ મારુ પણ આત્મસન્માન છે. જોકે, ચેરમેનને આ વાતની જાણ થતાં તેમણે ડ્રાયવરને તાત્કાલિક છૂટો કરી દીધો છે. સમગ્ર મામલે દંડક શૈલેષ પાટિલે પણ આશિષ જોશીના સમર્થનમાં નિવેદન આપ્યું છે.