Gujarat News: રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ, વાહનચાલકોને હાલાકી

અંબાજીમાં ભારે વરસાદથી હાઇવે પર પાણી ભરાયા અંબાજી પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણ સમા પાણી ડાંગના આહવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો ગુજરાતમાં હવામાનની આગાહી પ્રમાણે વરસાદ શરૂ થયો છે. જેમાં અંબાજીમાં ભારે વરસાદથી હાઇવે પર પાણી ભરાયા છે. તેમજ અંબાજી પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણ સમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ અંબાજીની એક સોસાયટીમાં પાણી ભરાયા છે.રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જેમાં ડાંગના આહવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. વિજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી આંશીક રાહત મળી છે. ડાંગ જિલ્લામાં આહવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. એકાએક વાદળો ઘેરાયા અને વિજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો છે. સતત વાદળોનાં ભયંકર અવાજ સાથે વરસાદ શરૂ થતા એકરસ થઇને વરસાદ વરસી રહ્યો છે.નુકસાનીનો સર્વે ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે સુરેન્દ્રનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. વિજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે. જેમાં વરસાદ શરૂ થતા અનેક હોડિંગ તથા બેનરો ઉડ્યા છે. તેમજ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તથા ખેડૂતોના પાકને નુકસાનીનો ભય સતાવી રહ્યાં છે. સુરેન્દ્રનગરમાં મીની વાવાઝોડા સાથે માવઠુ થતા બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. ભારે પવન સાથે વરસાદ થતા પાક ખરી પડ્યો હોવાનો ખેડૂતોનો દાવો કરવામાં આવ્યો છે. લીંબુ, સરગવો, દાડમ સહિત બાગાયતી પાકને નુકસાન પહોંચ્યુ છે. વઢવાણ, મૂળી, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં જગતના તાતને નુકસાન થયુ છે. નુકસાનીનો સર્વે ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે.

Gujarat News: રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ, વાહનચાલકોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંબાજીમાં ભારે વરસાદથી હાઇવે પર પાણી ભરાયા
  • અંબાજી પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણ સમા પાણી
  • ડાંગના આહવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો

ગુજરાતમાં હવામાનની આગાહી પ્રમાણે વરસાદ શરૂ થયો છે. જેમાં અંબાજીમાં ભારે વરસાદથી હાઇવે પર પાણી ભરાયા છે. તેમજ અંબાજી પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણ સમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ અંબાજીની એક સોસાયટીમાં પાણી ભરાયા છે.


રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો

રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જેમાં ડાંગના આહવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. વિજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી આંશીક રાહત મળી છે. ડાંગ જિલ્લામાં આહવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. એકાએક વાદળો ઘેરાયા અને વિજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો છે. સતત વાદળોનાં ભયંકર અવાજ સાથે વરસાદ શરૂ થતા એકરસ થઇને વરસાદ વરસી રહ્યો છે.


નુકસાનીનો સર્વે ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે

સુરેન્દ્રનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. વિજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે. જેમાં વરસાદ શરૂ થતા અનેક હોડિંગ તથા બેનરો ઉડ્યા છે. તેમજ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તથા ખેડૂતોના પાકને નુકસાનીનો ભય સતાવી રહ્યાં છે. સુરેન્દ્રનગરમાં મીની વાવાઝોડા સાથે માવઠુ થતા બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. ભારે પવન સાથે વરસાદ થતા પાક ખરી પડ્યો હોવાનો ખેડૂતોનો દાવો કરવામાં આવ્યો છે. લીંબુ, સરગવો, દાડમ સહિત બાગાયતી પાકને નુકસાન પહોંચ્યુ છે. વઢવાણ, મૂળી, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં જગતના તાતને નુકસાન થયુ છે. નુકસાનીનો સર્વે ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે.