Ahmedabad News: AMC-AUDAની ઘોર બેદરકારી, વગર રોડે બનાવી દીધો 80 કરોડનો બ્રિજ

બ્રિજનું 80 ટકા કામ પૂર્ણ થયા બાદ રોડ ન હોવાની જાણ થઇAMC-AUDAએ 80 કરોડનાં બ્રિજ બનાવી જનતાની કરી મજાક સરવે કર્યા વિના જ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદને લઈને જ્યાં ગઇકાલે સમાચાર આવ્યા હતા કે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા AMCને વર્ષે કરોડોની કમાણી કરાવવામાં આવી રહી છે. તો બીજી બાજું AMC અને ઔડાની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના બોપલમાં AMC અને ઔડા દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો. પરંતુ, પરંતુ આ બ્રિજના નિર્માણકાર્યથી AMC અને AUDAના વહીવટી અધિકારીઓ અને ઇજનેરોની બુદ્ધિનું પ્રદર્શન થઈ ગયું છે.બ્રિજ ચઢતા ચઢી જશો, ઊતરશો કઈ રીતે? વાત જાણે એમ છે કે, અમદાવાદના બોપલ વિસ્તારમાં AMC અને AUDA દ્વારા રૂપિયા 80 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવ્યો. જોકે, બ્રિજનું 80 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયા બાદ ઇજનેરો અને અધિકારીઓને ખ્યાલ આવ્યો કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ 30 ફૂટ બાદ ઊંચી દીવાલ આવી જાય છે.80 કરોડના ખર્ચે કરી જનતાની મજાક  AMC અને AUDA દ્વારા કરોડોના ખર્ચે બોપલ, ઘુમા અને શીલજને જોડતો 4 લેન રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો. જોકે, બ્રિજ સર્વે કર્યા વગર જ બનાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કારણ કે બ્રિજનું 80 ટકા કામ પૂર્ણ થયા બાદ ખબર પડી કે આગળ તો રસ્તો જ નથી. અને જ્યાં બ્રિજ પૂર્ણ થાય છે તેનાથી 30 ફૂટ બાદ દીવાલ આવી જાય છે અને બાદમાં ખેતીલાયક જમીન શરૂ થઈ જાય છે. ત્યારે, જ્યારે આ બ્રિજ બની રહ્યો હતો ત્યારે અધિકારીઓ અને એન્જિનિયરો શું ઊંઘમાં હતા. AMCના સત્તાધીશો આ રીતે કરોડોના બ્રિજ બનાવીને જાણે કે જનતાની મજાક ઉડાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Ahmedabad News: AMC-AUDAની ઘોર બેદરકારી, વગર રોડે બનાવી દીધો 80 કરોડનો બ્રિજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બ્રિજનું 80 ટકા કામ પૂર્ણ થયા બાદ રોડ ન હોવાની જાણ થઇ
  • AMC-AUDAએ 80 કરોડનાં બ્રિજ બનાવી જનતાની કરી મજાક
  • સરવે કર્યા વિના જ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી

ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદને લઈને જ્યાં ગઇકાલે સમાચાર આવ્યા હતા કે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા AMCને વર્ષે કરોડોની કમાણી કરાવવામાં આવી રહી છે. તો બીજી બાજું AMC અને ઔડાની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના બોપલમાં AMC અને ઔડા દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો. પરંતુ, પરંતુ આ બ્રિજના નિર્માણકાર્યથી AMC અને AUDAના વહીવટી અધિકારીઓ અને ઇજનેરોની બુદ્ધિનું પ્રદર્શન થઈ ગયું છે.

બ્રિજ ચઢતા ચઢી જશો, ઊતરશો કઈ રીતે?

વાત જાણે એમ છે કે, અમદાવાદના બોપલ વિસ્તારમાં AMC અને AUDA દ્વારા રૂપિયા 80 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવ્યો. જોકે, બ્રિજનું 80 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયા બાદ ઇજનેરો અને અધિકારીઓને ખ્યાલ આવ્યો કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ 30 ફૂટ બાદ ઊંચી દીવાલ આવી જાય છે.

80 કરોડના ખર્ચે કરી જનતાની મજાક 

AMC અને AUDA દ્વારા કરોડોના ખર્ચે બોપલ, ઘુમા અને શીલજને જોડતો 4 લેન રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો. જોકે, બ્રિજ સર્વે કર્યા વગર જ બનાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કારણ કે બ્રિજનું 80 ટકા કામ પૂર્ણ થયા બાદ ખબર પડી કે આગળ તો રસ્તો જ નથી. અને જ્યાં બ્રિજ પૂર્ણ થાય છે તેનાથી 30 ફૂટ બાદ દીવાલ આવી જાય છે અને બાદમાં ખેતીલાયક જમીન શરૂ થઈ જાય છે. ત્યારે, જ્યારે આ બ્રિજ બની રહ્યો હતો ત્યારે અધિકારીઓ અને એન્જિનિયરો શું ઊંઘમાં હતા. AMCના સત્તાધીશો આ રીતે કરોડોના બ્રિજ બનાવીને જાણે કે જનતાની મજાક ઉડાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.