વાદળછાયા વાતાવરણ વચ્ચે કાળઝાળ ગરમીથી શેકાવવા તૈયાર રહેવું પડશે

રાજ્યમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે ઘણાં શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી પહોંચશે કચ્છમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે રાજ્યમાં ગરમીના પારો સતત વધી રહ્યો છે. જ્યાં એક બાજુ વાદળછાયું વાતાવરણ છે ત્યાં બીજી બાજુ ગરમીનો પારો આગામી દિવસોમાં ફરી એકવાર 40 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે સાથે જ રાજ્યભરમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમીથી શેકાવવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે આગામી દિવસના વાતાવરણ અંગે આગાહી કરતાં જણાવ્યું કે, રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાવવાની શક્યતા રહેલી છે. જેમાં વિવિધ શહેરોમાં ગરમીનો પારો 1 થી 2 ડિગ્રી સુધી વધી શકે છે. જેની સાથે જ ફરી એકવાર તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.વાદળછાયું વાતાવરણ ઉકળાટ વધારશે આ તરફ ઙવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેટલાંક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવી પણ આગાહી કરી છે. જેની સાથે જ કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી છાંટા પણ પડી શકે છે. જેમાં કચ્છ અને આસપાસના વિસ્તારમાં તેવું હવામાન જોવા મળી શકે છે.ઘણાં શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચશે જ્યારે રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેમજ અમદાવાદ-ગાંધીનગરમાં હાલમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે જેમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે આગામી થોડાં દિવસોમાં કોઈ પણ સ્થાન પર હિટવેવ અથવા વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી નથી.મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધશે તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. જેના સાથે જ આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેલી છે. જ્યારે લઘુત્તમ તાપમાન 22 થી 23 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. 

વાદળછાયા વાતાવરણ વચ્ચે કાળઝાળ ગરમીથી શેકાવવા તૈયાર રહેવું પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે
  • ઘણાં શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી પહોંચશે
  • કચ્છમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે

રાજ્યમાં ગરમીના પારો સતત વધી રહ્યો છે. જ્યાં એક બાજુ વાદળછાયું વાતાવરણ છે ત્યાં બીજી બાજુ ગરમીનો પારો આગામી દિવસોમાં ફરી એકવાર 40 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે સાથે જ રાજ્યભરમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમીથી શેકાવવા માટે તૈયાર રહેવું પડશે.

હવામાન વિભાગે આગામી દિવસના વાતાવરણ અંગે આગાહી કરતાં જણાવ્યું કે, રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાવવાની શક્યતા રહેલી છે. જેમાં વિવિધ શહેરોમાં ગરમીનો પારો 1 થી 2 ડિગ્રી સુધી વધી શકે છે. જેની સાથે જ ફરી એકવાર તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

વાદળછાયું વાતાવરણ ઉકળાટ વધારશે

આ તરફ ઙવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેટલાંક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવી પણ આગાહી કરી છે. જેની સાથે જ કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી છાંટા પણ પડી શકે છે. જેમાં કચ્છ અને આસપાસના વિસ્તારમાં તેવું હવામાન જોવા મળી શકે છે.

ઘણાં શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચશે

જ્યારે રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેમજ અમદાવાદ-ગાંધીનગરમાં હાલમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે જેમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે આગામી થોડાં દિવસોમાં કોઈ પણ સ્થાન પર હિટવેવ અથવા વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી નથી.

મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધશે

તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. જેના સાથે જ આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેલી છે. જ્યારે લઘુત્તમ તાપમાન 22 થી 23 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.