Vadodaraમાં હીટવેવ જીવલેણ બની, પોલીસ કર્મચારીનું હિટસ્ટ્રોકથી મોત થયુ

ASI દિલીપ માલસુરનું સારવાર દરમિયાન મોત પેરાલિસીસનો એટેક આવતા કરાઈ હતી બદલી બે-ત્રણ દિવસથી ઉલટી થવાની હતી સમસ્યા વડોદરામાં હીટવેવથી ASIનું મોત થયુ છે. જેમાં વરલણા પોલીસ મથકના ASI દિલીપ માલસુરનું સારવાર દરમિયાન મોત થયુ છે. પેરાલિસીસનો એટેક આવતા બદલી કરાઇ હતી. બે-ત્રણ દિવસથી ઉલટી થવાની સમસ્યા હતી. હિટવેવ વડોદરા માટે વધુ જીવલેણ બન્યો છે.વરણામા પોલીસ મથકના એ.એસ.આઈનું હિટસ્ટ્રોકથી મોત થયુ વરણામા પોલીસ મથકના એ.એસ.આઈનું હિટસ્ટ્રોકથી મોત થયુ છે. દિલીપ માલુસરે અગાઉ વરણામાં પોલીસ મથકમાં હતા. પેરાલીસીસ એટેક આવતા છાણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ હતી. જેમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઉલટી થવાની સમસ્યા હતી. આજે સવારે ગભરામણ થતા 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં ફરજ પરના તબીબોએ દિલીપ માલુસરેને મૃત જાહેર કર્યા હતા. વડોદરામાં હીટસ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા છે. જેમાં હીટસ્ટ્રોકથી 13 વર્ષીય કિશોર અને આધેડનું મોત થયુ છે. વડોદરામાં છેલ્લા 16 દિવસમાં 44 લોકોના મોત થયા છે. ત્યારે SSG હોસ્પિટલના હીટસ્ટ્રોક વોર્ડમાં 13 દર્દીઓ દાખલ છે. જેમાં SSG હોસ્પિટલમાં 13માંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા 4 દિવસથી ફૂંકાતા જોરદાર પવનને કારણે ગરમીનો પારો ઘટયો છેલ્લા 4 દિવસથી ફૂંકાતા જોરદાર પવનને કારણે ગરમીનો પારો ઘટયો છે. પરંતુ હીટવેવ યથાવત રહેતા નાગરીકો હજુ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે બપોરના સમયે કામ કરતા વ્યક્તિઓ અને વેકેશનના અંતિમ દિવસોની મજા માણી રહેલા બાળકો પણ હીટવેવનો શિકાર બની રહ્યા છે. ગોધરાના 12 વર્ષીય બાળકને તાવ અને હિટ સ્ટ્રોકની અસર જણાતા તેને સારવાર માટે ગોધરાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં શીફ્ટ કરાયો હતો. જ્યાં બુધવારે બપોરે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સાથે માંજલપુર મુક્તીધામ શનિદેવ મંદિર પાસે મંગળવારે બપોરે અજાણ્યા પુરુષને ખેંચ આવતા તે બેભાન થઈને ઢળી પડતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ માંજલપુર પોલીસ મથકે કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો ઘટનાની જાણ માંજલપુર પોલીસ મથકે કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આ પુરુષે શરીરે સફેદ શર્ટ અને સફેદ ધોતી પહેરેલી છે. જેથી મૃતદેહની ખરાઈ કરવા માટે માંજલપુર પોલીસનો સંપર્ક કરવો. જ્યારે બીજી તરફ, વિતેલા 24 કલાકમાં સયાજી હોસ્પિટલમાં 4 વ્યક્તિને હિટ સ્ટ્રોક લાગતા સારવાર માટે ખસેડાયા હતા. જેમાં 40 વર્ષીય ભરતભાઈ શંકરભાઈ ડિંડોર, 52 વર્ષીય કપિલદેવ રુપાઈપ્રસાદ શર્મા, 60 વર્ષીય પ્રવિણભાઈ વૈદે, 75 વર્ષીય થારદાસ લેખુમલ ખત્રી અને 45 વર્ષીય સુશીલાબેન સુરેશભાઈ વસાવાનો સમાવેશ થાય છે.

Vadodaraમાં હીટવેવ જીવલેણ બની, પોલીસ કર્મચારીનું હિટસ્ટ્રોકથી મોત થયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ASI દિલીપ માલસુરનું સારવાર દરમિયાન મોત
  • પેરાલિસીસનો એટેક આવતા કરાઈ હતી બદલી
  • બે-ત્રણ દિવસથી ઉલટી થવાની હતી સમસ્યા

વડોદરામાં હીટવેવથી ASIનું મોત થયુ છે. જેમાં વરલણા પોલીસ મથકના ASI દિલીપ માલસુરનું સારવાર દરમિયાન મોત થયુ છે. પેરાલિસીસનો એટેક આવતા બદલી કરાઇ હતી. બે-ત્રણ દિવસથી ઉલટી થવાની સમસ્યા હતી. હિટવેવ વડોદરા માટે વધુ જીવલેણ બન્યો છે.

વરણામા પોલીસ મથકના એ.એસ.આઈનું હિટસ્ટ્રોકથી મોત થયુ

વરણામા પોલીસ મથકના એ.એસ.આઈનું હિટસ્ટ્રોકથી મોત થયુ છે. દિલીપ માલુસરે અગાઉ વરણામાં પોલીસ મથકમાં હતા. પેરાલીસીસ એટેક આવતા છાણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ હતી. જેમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઉલટી થવાની સમસ્યા હતી. આજે સવારે ગભરામણ થતા 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં ફરજ પરના તબીબોએ દિલીપ માલુસરેને મૃત જાહેર કર્યા હતા. વડોદરામાં હીટસ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા છે. જેમાં હીટસ્ટ્રોકથી 13 વર્ષીય કિશોર અને આધેડનું મોત થયુ છે. વડોદરામાં છેલ્લા 16 દિવસમાં 44 લોકોના મોત થયા છે. ત્યારે SSG હોસ્પિટલના હીટસ્ટ્રોક વોર્ડમાં 13 દર્દીઓ દાખલ છે. જેમાં SSG હોસ્પિટલમાં 13માંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

છેલ્લા 4 દિવસથી ફૂંકાતા જોરદાર પવનને કારણે ગરમીનો પારો ઘટયો

છેલ્લા 4 દિવસથી ફૂંકાતા જોરદાર પવનને કારણે ગરમીનો પારો ઘટયો છે. પરંતુ હીટવેવ યથાવત રહેતા નાગરીકો હજુ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે બપોરના સમયે કામ કરતા વ્યક્તિઓ અને વેકેશનના અંતિમ દિવસોની મજા માણી રહેલા બાળકો પણ હીટવેવનો શિકાર બની રહ્યા છે. ગોધરાના 12 વર્ષીય બાળકને તાવ અને હિટ સ્ટ્રોકની અસર જણાતા તેને સારવાર માટે ગોધરાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં શીફ્ટ કરાયો હતો. જ્યાં બુધવારે બપોરે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સાથે માંજલપુર મુક્તીધામ શનિદેવ મંદિર પાસે મંગળવારે બપોરે અજાણ્યા પુરુષને ખેંચ આવતા તે બેભાન થઈને ઢળી પડતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ માંજલપુર પોલીસ મથકે કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો

ઘટનાની જાણ માંજલપુર પોલીસ મથકે કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આ પુરુષે શરીરે સફેદ શર્ટ અને સફેદ ધોતી પહેરેલી છે. જેથી મૃતદેહની ખરાઈ કરવા માટે માંજલપુર પોલીસનો સંપર્ક કરવો. જ્યારે બીજી તરફ, વિતેલા 24 કલાકમાં સયાજી હોસ્પિટલમાં 4 વ્યક્તિને હિટ સ્ટ્રોક લાગતા સારવાર માટે ખસેડાયા હતા. જેમાં 40 વર્ષીય ભરતભાઈ શંકરભાઈ ડિંડોર, 52 વર્ષીય કપિલદેવ રુપાઈપ્રસાદ શર્મા, 60 વર્ષીય પ્રવિણભાઈ વૈદે, 75 વર્ષીય થારદાસ લેખુમલ ખત્રી અને 45 વર્ષીય સુશીલાબેન સુરેશભાઈ વસાવાનો સમાવેશ થાય છે.