Rajkot News : રામ મોકરિયાએ ઢોલી પર કર્યો રૂપિયાનો વરસાદ

રામ મોકરિયા જોવા મળ્યા અનોખા અંદાજમાં રૂપાલાના ચૂંટણી પ્રચારમાં મોકરિયા ખુશખુશાલ મોહન કુંડારિયા પર ઘોર ફેરવી રૂપિયાનો કર્યો વરસાદ રાજકોટમાં રૂપાલાના ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મોકરિયાએ ઢોલી પર 500-500ની નોટોનો વરસાદ કર્યો હતો,તો પરસોત્તમ રૂપાલાના ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મોકરિયા ખુશ ખુશાલ જોવા મળ્યા હતો,બીજી તરફ મોહન કુંડારિયા પર ઘોર કરીને રૂપિયાનો વરસાદ કર્યો હતો.સમગ્ર ઘટનાને લઈ વીડિયો પણ સામે આવ્યો છે.હાલ રાજકોટમાં રૂપાલાને જીતાડવાને લઈ નેતાઓએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. ચાય પે ચર્ચા રાજકોટમા ભાજપના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલા એ ભાજપના કાર્યકર્તાઓ સાથે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા એ રાજકોટના સ્થાનિક આગેવાનો અને કાર્યકારો સાથે ચાય પે ચર્ચાનો કાર્યક્રમ યોજ્યો હતો.ચાય પે ચર્ચાના કાર્યક્રમમાં ભાજપની રણનીતિ વિશે વાર્તાલાપ કર્યો હતો. તે ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્ય રીતે વર્તમાન સાંસદ મોહન કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા. રૂપાલા ચૂંટણી લડવા મક્કમ ભાજપ રૂપાલાને ચૂંટણી લડાવવા મક્કમ હોવાની વાતની પુષ્ટી ત્યારે થઈ જ્યારે ભાજપે પરસોત્તમ રૂપાલાની ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દીધી. વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા આગામી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. માત્ર ફોર્મ ભરશે એટલું જ નહીં પણ ભાજપ શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે. ભાજપે કરેલી જાહેરાત પ્રમાણે પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટ બહુમાળી ભવન ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20થી 25 હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા.

Rajkot News : રામ મોકરિયાએ ઢોલી પર કર્યો રૂપિયાનો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રામ મોકરિયા જોવા મળ્યા અનોખા અંદાજમાં
  • રૂપાલાના ચૂંટણી પ્રચારમાં મોકરિયા ખુશખુશાલ
  • મોહન કુંડારિયા પર ઘોર ફેરવી રૂપિયાનો કર્યો વરસાદ

રાજકોટમાં રૂપાલાના ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મોકરિયાએ ઢોલી પર 500-500ની નોટોનો વરસાદ કર્યો હતો,તો પરસોત્તમ રૂપાલાના ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મોકરિયા ખુશ ખુશાલ જોવા મળ્યા હતો,બીજી તરફ મોહન કુંડારિયા પર ઘોર કરીને રૂપિયાનો વરસાદ કર્યો હતો.સમગ્ર ઘટનાને લઈ વીડિયો પણ સામે આવ્યો છે.હાલ રાજકોટમાં રૂપાલાને જીતાડવાને લઈ નેતાઓએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે.

ચાય પે ચર્ચા

રાજકોટમા ભાજપના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલા એ ભાજપના કાર્યકર્તાઓ સાથે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા એ રાજકોટના સ્થાનિક આગેવાનો અને કાર્યકારો સાથે ચાય પે ચર્ચાનો કાર્યક્રમ યોજ્યો હતો.ચાય પે ચર્ચાના કાર્યક્રમમાં ભાજપની રણનીતિ વિશે વાર્તાલાપ કર્યો હતો. તે ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્ય રીતે વર્તમાન સાંસદ મોહન કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા.


રૂપાલા ચૂંટણી લડવા મક્કમ

ભાજપ રૂપાલાને ચૂંટણી લડાવવા મક્કમ હોવાની વાતની પુષ્ટી ત્યારે થઈ જ્યારે ભાજપે પરસોત્તમ રૂપાલાની ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દીધી. વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા આગામી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. માત્ર ફોર્મ ભરશે એટલું જ નહીં પણ ભાજપ શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે. ભાજપે કરેલી જાહેરાત પ્રમાણે પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટ બહુમાળી ભવન ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20થી 25 હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા.