સારોલી પોલીસ મથકથી એક કી.મીના અંતરે એક વર્ષથી બિયર બાર ચાલતો હતો

- દારુબંધી ! ગૃહ રાજ્યમંત્રીના સુરતમાં જ દમણ જેવો બાર : સ્ટેટ મોનીટરીંગ સેલે ભરબપોરે રેઈડ કરતા નાસભાગ મચી : દારૂ પીવા આવેલા કેટલાક પાછળ ખેતરમાં ભાગી ગયા : 438 બોટલ મળી - બેસવા માટે ટેબલ-ખુરશી, કુલર, ફ્રિજની વ્યવસ્થા : ક્યુઆરકોડથી પેમેન્ટ લેવા 7 સ્કેનર રાખ્યા હતા : બિયર બાર સંચાલકના ત્રણ માણસોને ઝડપી લીધા : દારૂ પીવા આવેલા સાત ગ્રાહક પણ ઝડપાયા : સંચાલક સહિત છ વોન્ટેડ સુરત, : સુરતના સારોલી પોલીસ સ્ટેશનથી માત્ર એક કી.મીના અંતરે છેલ્લા એક વર્ષથી ચાલતા બિયર બારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે રવિવારે ભરબપોરે રેઈડ કરતા નાસભાગ મચી ગઈ હતી.રેઈડને પગલે ત્યાં દારૂ પીવા આવેલા કેટલાક પાછળ ખેતરમાં ભાગી ગયા હતા.જોકે, સ્ટેટ મોનીટરીંગ સેલે બિયર બાર સંચાલકના ત્રણ માણસોને ઝડપી પાડી દારૂ પીવા આવેલા સાત ગ્રાહકને પણ પકડી ત્યાંથી દારૂની 438 બોટલ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો.ક્યુઆરકોડથી પેમેન્ટ લેવા 7 સ્કેનર પણ મળ્યા હતા.સ્ટેટ મોનીટરીંગ સેલે મળેલી બાતમીના આધારે ગત બપોરે સારોલી પોલીસ સ્ટેશનથી એક કી.મી ના અંતરે સારોલી પુણા રોડ સાયોના ચાર રસ્તા પાસે ઈંડા ગલીમાં ખુલ્લા છાપરામાં ચાલતા બિયર બાર ઉપર રેઈડ કરી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલની રેઈડને પગલે ત્યાં દારૂ પીવા આવેલા અને ત્યાં હાજર અન્ય લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.કેટલાક લોકો પાછળ ખેતરના રસ્તે ભાગવામાં સફળ રહ્યા હતા.જયારે સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાંથી 10 વ્યક્તિને ઝડપી લીધા હતા.સ્ટેટ મોનીટીરીંગ સેલને ત્યાં ટેબલ ખુરશી ઉપર બેસીને કુલર, પંખાના પવનની નીચે દારૂની સાથે ચખનાની મજા માણવાની વ્યવસ્થા મળી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી રૂ.61,060 ની મત્તાની દારૂની 438 નાની-મોટી બોટલ, દારૂ અને ચખના વેચાણના રોકડા રૂ.72,360, રૂ.1,10,500 ની મત્તાના 10 મોબાઈલ ફોન, રૂ.2.40 લાખની મત્તાના છ ટુવ્હીલર, 7 ક્યુઆર કોડ સ્કેનર, દારૂની કાચની ખાલી 6 બોટલ, પાણીની ખાલી અને ભરેલી પ્લાસ્ટીકની બોટલો, પ્લાસ્ટીકના ખાલી ગ્લાસ, ચખનાના 949 પેકેટ, સોફ્ટ ડ્રીંક, સોડાની બોટલો, ફ્રીઝ, કુલર, પંખા મળી કુલ રૂ.5,04,959 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી ઝડપાયેલા અનુપકુમાર કમલેશભાઈ યાદવની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ બિયર બાર છેલ્લા એક વર્ષથી દિલીપ રમેશભાઈ ઘરટે ( પાટીલ ) ( રહે.રાજુનગર, ન્યુ બોમ્બે માર્કેટની સામે, પુણા, સુરત ) ચલાવે છે અને તે ત્યાં દેખરેખનું કામ કરે છે.અહીં જીતુભાઈ ભાનુભાઈ ઝીંજુવાડીયા ચખના વેચવાની, સુનીલ ભટ્ટુ ક્ષીરસાગર પણ ચખના વેચવાની અને ધંધા ઉપર દેખરેખ રાખવાની, રાજેન્દ્ર ઉર્ફે રાજુ કૈલાશ પાટીલ અને પ્રદીપકુમાર મંગલલાલ ગુપ્તા દારૂ વેચવાની નોકરી કરે છે.જયારે બિયર બારના મેનેજર તરીકે રાહુલ ઉર્ફે રવિકુમાર ગોપાલલાલ ચંડેલ નોકરી કરે છે.સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી અનુપકુમાર યાદવ, સુનીલ ક્ષીરસાગર, પ્રદીપકુમાર ગુપ્તાને ઝડપી પાડી ત્યાં દારૂ પીવા આવેલા સાત ગ્રાહકને પણ ઝડપી લીધા હતા.સ્ટેટ મોનીટરીંગ સેલને સ્થળ પરથી ચાર વ્યક્તિ પીધેલા પણ મળ્યા હતા.સ્ટેટ મોનીટરીંગ સેલે સંચાલક દિલીપ રમેશભાઈ ઘરટે સહિત છ ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સારોલી પોલીસ મથકથી એક કી.મીના અંતરે એક વર્ષથી બિયર બાર ચાલતો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- દારુબંધી ! ગૃહ રાજ્યમંત્રીના સુરતમાં જ દમણ જેવો બાર : સ્ટેટ મોનીટરીંગ સેલે ભરબપોરે રેઈડ કરતા નાસભાગ મચી : દારૂ પીવા આવેલા કેટલાક પાછળ ખેતરમાં ભાગી ગયા : 438 બોટલ મળી

- બેસવા માટે ટેબલ-ખુરશી, કુલર, ફ્રિજની વ્યવસ્થા : ક્યુઆરકોડથી પેમેન્ટ લેવા 7 સ્કેનર રાખ્યા હતા : બિયર બાર સંચાલકના ત્રણ માણસોને ઝડપી લીધા : દારૂ પીવા આવેલા સાત ગ્રાહક પણ ઝડપાયા : સંચાલક સહિત છ વોન્ટેડ

સુરત, : સુરતના સારોલી પોલીસ સ્ટેશનથી માત્ર એક કી.મીના અંતરે છેલ્લા એક વર્ષથી ચાલતા બિયર બારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે રવિવારે ભરબપોરે રેઈડ કરતા નાસભાગ મચી ગઈ હતી.રેઈડને પગલે ત્યાં દારૂ પીવા આવેલા કેટલાક પાછળ ખેતરમાં ભાગી ગયા હતા.જોકે, સ્ટેટ મોનીટરીંગ સેલે બિયર બાર સંચાલકના ત્રણ માણસોને ઝડપી પાડી દારૂ પીવા આવેલા સાત ગ્રાહકને પણ પકડી ત્યાંથી દારૂની 438 બોટલ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો.ક્યુઆરકોડથી પેમેન્ટ લેવા 7 સ્કેનર પણ મળ્યા હતા.

સ્ટેટ મોનીટરીંગ સેલે મળેલી બાતમીના આધારે ગત બપોરે સારોલી પોલીસ સ્ટેશનથી એક કી.મી ના અંતરે સારોલી પુણા રોડ સાયોના ચાર રસ્તા પાસે ઈંડા ગલીમાં ખુલ્લા છાપરામાં ચાલતા બિયર બાર ઉપર રેઈડ કરી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલની રેઈડને પગલે ત્યાં દારૂ પીવા આવેલા અને ત્યાં હાજર અન્ય લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.કેટલાક લોકો પાછળ ખેતરના રસ્તે ભાગવામાં સફળ રહ્યા હતા.જયારે સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાંથી 10 વ્યક્તિને ઝડપી લીધા હતા.સ્ટેટ મોનીટીરીંગ સેલને ત્યાં ટેબલ ખુરશી ઉપર બેસીને કુલર, પંખાના પવનની નીચે દારૂની સાથે ચખનાની મજા માણવાની વ્યવસ્થા મળી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી રૂ.61,060 ની મત્તાની દારૂની 438 નાની-મોટી બોટલ, દારૂ અને ચખના વેચાણના રોકડા રૂ.72,360, રૂ.1,10,500 ની મત્તાના 10 મોબાઈલ ફોન, રૂ.2.40 લાખની મત્તાના છ ટુવ્હીલર, 7 ક્યુઆર કોડ સ્કેનર, દારૂની કાચની ખાલી 6 બોટલ, પાણીની ખાલી અને ભરેલી પ્લાસ્ટીકની બોટલો, પ્લાસ્ટીકના ખાલી ગ્લાસ, ચખનાના 949 પેકેટ, સોફ્ટ ડ્રીંક, સોડાની બોટલો, ફ્રીઝ, કુલર, પંખા મળી કુલ રૂ.5,04,959 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી ઝડપાયેલા અનુપકુમાર કમલેશભાઈ યાદવની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ બિયર બાર છેલ્લા એક વર્ષથી દિલીપ રમેશભાઈ ઘરટે ( પાટીલ ) ( રહે.રાજુનગર, ન્યુ બોમ્બે માર્કેટની સામે, પુણા, સુરત ) ચલાવે છે અને તે ત્યાં દેખરેખનું કામ કરે છે.અહીં જીતુભાઈ ભાનુભાઈ ઝીંજુવાડીયા ચખના વેચવાની, સુનીલ ભટ્ટુ ક્ષીરસાગર પણ ચખના વેચવાની અને ધંધા ઉપર દેખરેખ રાખવાની, રાજેન્દ્ર ઉર્ફે રાજુ કૈલાશ પાટીલ અને પ્રદીપકુમાર મંગલલાલ ગુપ્તા દારૂ વેચવાની નોકરી કરે છે.જયારે બિયર બારના મેનેજર તરીકે રાહુલ ઉર્ફે રવિકુમાર ગોપાલલાલ ચંડેલ નોકરી કરે છે.સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી અનુપકુમાર યાદવ, સુનીલ ક્ષીરસાગર, પ્રદીપકુમાર ગુપ્તાને ઝડપી પાડી ત્યાં દારૂ પીવા આવેલા સાત ગ્રાહકને પણ ઝડપી લીધા હતા.સ્ટેટ મોનીટરીંગ સેલને સ્થળ પરથી ચાર વ્યક્તિ પીધેલા પણ મળ્યા હતા.સ્ટેટ મોનીટરીંગ સેલે સંચાલક દિલીપ રમેશભાઈ ઘરટે સહિત છ ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.