Gujarat News: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પર્દાફાશ

શામળાજી નજીકથી 16.43 લાખનો દારૂ ઝડપાયો ટ્રકમાં મેડિકલ સામાનની આડમાં દારૂની હેરાફેરી શામળાજી પોલીસે 4176 નંગ દારૂની બોટલ ઝડપી લોકસભા ચૂંટણી પહેલા દારૂ ઘુસાડવાનો પર્દાફાશ થયો છે. જેમાં શામળાજી નજીકથી 16.43 લાખનો દારૂ ઝડપાયો છે. તેમાં ટ્રકમાં મેડિકલ સામાનની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી છે. જેમાં શામળાજી પોલીસે 4176 નંગ દારૂની બોટલ ઝડપી લીધી છે. શામળાજી અણસોલ ચેકપોસ્ટ પરથી દારૂ ઝડપાયો છે.આરોપીને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં અરવલ્લી શામળાજી અણસોલ ચેકપોસ્ટ પર ટ્રકમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. આયશર ટ્રકમાં મેડિકલ સામાનના બોક્ષની આડમાં દારૂ લઇ જવાતો હતો. તેમાં લોકસભાની ચૂંટણીને રંગીન બનાવવાનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. જેમાં શામળાજી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન 4176 નંગ બોટલ દારૂ ઝડપ્યો છે. પોલીસે 16,43040 રૂપિયાનો દારૂ સહિત 26,20040 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવીલોકસભાની ચૂંટણીને પગલે હાલ પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત અડાલજ પોલીસ દ્વારા શેરથા ગામના મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો તો બીજી બાજુ અલગ અલગ વિસ્તારોમાં દેશી દારૂની હાટડીઓ ઉપર પણ પોલીસની કાર્યવાહી ચાલુ રહેવા પામી હતી. ગાંધીનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા રીઢા બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલું જ નહીં અગાઉ પકડાયેલા બુટલેગરો ઉપર નજર રાખીને દારૂની હેરાફેરી કે વેચાણ કરે છે કે નહીં તે પણ તપાસવામાં આવી રહ્યું છે. 

Gujarat News: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શામળાજી નજીકથી 16.43 લાખનો દારૂ ઝડપાયો
  • ટ્રકમાં મેડિકલ સામાનની આડમાં દારૂની હેરાફેરી
  • શામળાજી પોલીસે 4176 નંગ દારૂની બોટલ ઝડપી
લોકસભા ચૂંટણી પહેલા દારૂ ઘુસાડવાનો પર્દાફાશ થયો છે. જેમાં શામળાજી નજીકથી 16.43 લાખનો દારૂ ઝડપાયો છે. તેમાં ટ્રકમાં મેડિકલ સામાનની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી છે. જેમાં શામળાજી પોલીસે 4176 નંગ દારૂની બોટલ ઝડપી લીધી છે. શામળાજી અણસોલ ચેકપોસ્ટ પરથી દારૂ ઝડપાયો છે.

આરોપીને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી
આરોપીને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં અરવલ્લી શામળાજી અણસોલ ચેકપોસ્ટ પર ટ્રકમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. આયશર ટ્રકમાં મેડિકલ સામાનના બોક્ષની આડમાં દારૂ લઇ જવાતો હતો. તેમાં લોકસભાની ચૂંટણીને રંગીન બનાવવાનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. જેમાં શામળાજી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન 4176 નંગ બોટલ દારૂ ઝડપ્યો છે. પોલીસે 16,43040 રૂપિયાનો દારૂ સહિત 26,20040 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી
લોકસભાની ચૂંટણીને પગલે હાલ પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત અડાલજ પોલીસ દ્વારા શેરથા ગામના મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો તો બીજી બાજુ અલગ અલગ વિસ્તારોમાં દેશી દારૂની હાટડીઓ ઉપર પણ પોલીસની કાર્યવાહી ચાલુ રહેવા પામી હતી. ગાંધીનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા રીઢા બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલું જ નહીં અગાઉ પકડાયેલા બુટલેગરો ઉપર નજર રાખીને દારૂની હેરાફેરી કે વેચાણ કરે છે કે નહીં તે પણ તપાસવામાં આવી રહ્યું છે.