ગૃહક્લેશથી પાંડેસરાના યુવાન સહિત શહેરમાં ત્રણ વ્યક્તિના આપઘાત

- સારોલીમાં આર્થિક ભીંસમાં રત્નકલાકાર અને ચોકબજારમાં કામ ધંધો નહી કરી શકતા પ્રૌઢે આત્મહત્યા કરી  સુરત :સુરતમાં આપધાતના ત્રણ બનાવમાં પાંડેસરામાં ગૃહકંકાસમાં યુવાન તથા સારોલીમાં આર્થિક ભીંસમાં રત્નકલાકાર અને ચોકબજારમાં કામ ધંધો  નહી કરી સકતા પ્રોઢે આત્મહત્યા કરી હતી.સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે એલ.આઇ.જી કવાર્ટસમાં રહેતો ૨૪ વર્ષીય સંજીતકુમાર ચનેશ્વર રામ ગત રાત થી આજે સવાર દરમિયાન ઘરમાં રસોડામાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ. પોલીસે કહ્યુ કે, સંજીતકુમાર મુળ બિહારનો વતની હતો. તેના લગ્ન ૩ વર્ષ પહેલા થયા હતા. જોકે તેનો વતનમાં રહેતા પરિવારના સભ્યો સાથે ગૃહકંકાસ થવાના લીધે આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તે સંચાખાતામા કામ કરતો હતો.બીજા બનાવમાં સારોલીમાં નેચરવેલી હોમ્સમાં રહેતા ૪૬ વર્ષીય કમલેશભાઇ વિઠ્ઠલભાઇ ગજેરા આજે મંગળવારે વહેલી સવારે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. જોકે તેના પર નજર પડતા નીચે ઉતારીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે જણાવ્યુ કે, કમલેશભાઇ મુળ અમરેલીમાં સાવરકુંડલાના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે રત્નકલાકારનું કામ કરતા હતા. તેમને નાંણાકીય તકલીફ પડતા આ પગલુ ભર્યુ હશે ? પણ તપાસ પછી હકીકત જાણવા મળશે.ત્રીજા બનાવમાં ચોકબજારમાં વેડ રોડ પર ત્રિલોક સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષીય રાજુભાઇ નારાયણભાઇ સોનવણે ગત રાતે ઘરમાં હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે, રાજુભાઇને ૧૬ વર્ષ પહેલા અકસ્માત થયા બાદ ચાલવાની તકલીફ પડતી હતી. જેના લીધે તે માનસિક તાણ અનુભવતા હતા. આવી પરિસ્થિતિના લીધે તે કામ ધંધો પણ કરી સકયતા ન હતા. આવા સંજોગોમાં તેણે આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેને એક સંતાન છે. તેમની પત્ની શાકભાઝી વેચાણ કરે છે.

ગૃહક્લેશથી પાંડેસરાના યુવાન સહિત શહેરમાં ત્રણ વ્યક્તિના આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સારોલીમાં આર્થિક ભીંસમાં રત્નકલાકાર અને ચોકબજારમાં કામ ધંધો નહી કરી શકતા પ્રૌઢે આત્મહત્યા કરી

  સુરત :

સુરતમાં આપધાતના ત્રણ બનાવમાં પાંડેસરામાં ગૃહકંકાસમાં યુવાન તથા સારોલીમાં આર્થિક ભીંસમાં રત્નકલાકાર અને ચોકબજારમાં કામ ધંધો  નહી કરી સકતા પ્રોઢે આત્મહત્યા કરી હતી.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે એલ.આઇ.જી કવાર્ટસમાં રહેતો ૨૪ વર્ષીય સંજીતકુમાર ચનેશ્વર રામ ગત રાત થી આજે સવાર દરમિયાન ઘરમાં રસોડામાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ. પોલીસે કહ્યુ કે, સંજીતકુમાર મુળ બિહારનો વતની હતો. તેના લગ્ન ૩ વર્ષ પહેલા થયા હતા. જોકે તેનો વતનમાં રહેતા પરિવારના સભ્યો સાથે ગૃહકંકાસ થવાના લીધે આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તે સંચાખાતામા કામ કરતો હતો.

બીજા બનાવમાં સારોલીમાં નેચરવેલી હોમ્સમાં રહેતા ૪૬ વર્ષીય કમલેશભાઇ વિઠ્ઠલભાઇ ગજેરા આજે મંગળવારે વહેલી સવારે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. જોકે તેના પર નજર પડતા નીચે ઉતારીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે જણાવ્યુ કે, કમલેશભાઇ મુળ અમરેલીમાં સાવરકુંડલાના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે રત્નકલાકારનું કામ કરતા હતા. તેમને નાંણાકીય તકલીફ પડતા આ પગલુ ભર્યુ હશે ? પણ તપાસ પછી હકીકત જાણવા મળશે.

ત્રીજા બનાવમાં ચોકબજારમાં વેડ રોડ પર ત્રિલોક સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષીય રાજુભાઇ નારાયણભાઇ સોનવણે ગત રાતે ઘરમાં હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે, રાજુભાઇને ૧૬ વર્ષ પહેલા અકસ્માત થયા બાદ ચાલવાની તકલીફ પડતી હતી. જેના લીધે તે માનસિક તાણ અનુભવતા હતા. આવી પરિસ્થિતિના લીધે તે કામ ધંધો પણ કરી સકયતા ન હતા. આવા સંજોગોમાં તેણે આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેને એક સંતાન છે. તેમની પત્ની શાકભાઝી વેચાણ કરે છે.