Shah Rukh Khan Health Update: કિંગ ખાનને કેડી હોસ્પિટલમાંથી બપોરે અપાશે ડિસ્ચાર્જ

એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા SRKની ચાલી રહી છે સારવાર શાહરૂખ ખાન સાથે પત્ની ગૌરી ખાન પણ છે હોસ્પિટલમાં હાજર આજે બપોરે 12 વાગ્યા આસપાસ મળી શકે છે ડિસ્ચાર્જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે IPL2024ની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા આજે બપોરે KD હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં તપાસ બાદ તેમને ડિહાઈડ્રેશનની સાથે ન્યૂમોનિયા હોવાનું પણ સારવારમાં જાણવા મળ્યું હતું.  ગઈકાલથી જ પત્ની સાથે શાહરૂખ ખાન હોસ્પિટલમાં દાખલ છે અને હાલના અપડેટ અનુસાર બપોરે 12 વાગ્યાની આસપાસ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવી શકે છે. તેમની હેલ્થ સારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે હોસ્પિટલ તરફથી એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા બાદ અભિનેતાને ડિસ્ચાર્જ અપાશે.છેલ્લા 2 દિવસથી શાહરૂખ ખાન અમદાવાદમાં શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં છે. ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ મોડી રાત્રે શાહરૂખ ખાન વસ્ત્રાપુર ખાતે આવેલી ITC નર્મદા હોટલ ખાતે પરત ફર્યા હતો. જે બાદ સવારે શાહરૂખ ખાનની તબિયત બગડતા તેને કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જયાં તેઓ પ્રાથમિક સારવાર લઈ રવાના થયા હતા.સામાન્ય ચક્કર આવતા તેમને સારવાર લેવાની જરૂર પડી હતી. સોમવારે આવ્યા શાહરૂખ અમદાવાદમાં અમદાવાદમાં કોલકાતા ટીમ સોમવારે આવી હતી. ટીમ એરપોર્ટ પરથી સીધી જ વસ્ત્રાપુર ખાતે આવેલી આઈટીસી નર્મદા હોટલ પર પહોંચી હતી. હોટલમાં પ્રવેશ કરતાની સાથે જ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે થોડીવાર બાદ શાહરૂખ ખાન પણ હોટલ પર પહોંચ્યા હતા. કેવી છે અમદાવાદમાં ગરમી રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. સિઝનમાં પ્રથમ વખત તાપમાન 46 ડિગ્રીને પાર પહોંચ્યું છે. કંડલામાં સૌથી વધુ તાપમાન 46.1 ડિગ્રી નોંધાયું છે તો મોટાભાગના શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર છે. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર થયા છે જેમાં અમદાવાદમાં 45.9, સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી, ગાંધીનગરમાં તાપમાન 45.7 ડિગ્રી નોંધાયું છે તો ભુજમાં 44.3, અમરેલીમાં 44.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 44.1 ડિગ્રી નોઁધાયું છે. આ સાથે આવનારા બે દિવસ અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. 

Shah Rukh Khan Health Update: કિંગ ખાનને કેડી હોસ્પિટલમાંથી બપોરે અપાશે ડિસ્ચાર્જ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા SRKની ચાલી રહી છે સારવાર
  • શાહરૂખ ખાન સાથે પત્ની ગૌરી ખાન પણ છે હોસ્પિટલમાં હાજર
  • આજે બપોરે 12 વાગ્યા આસપાસ મળી શકે છે ડિસ્ચાર્જ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે IPL2024ની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા આજે બપોરે KD હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં તપાસ બાદ તેમને ડિહાઈડ્રેશનની સાથે ન્યૂમોનિયા હોવાનું પણ સારવારમાં જાણવા મળ્યું હતું.  ગઈકાલથી જ પત્ની સાથે શાહરૂખ ખાન હોસ્પિટલમાં દાખલ છે અને હાલના અપડેટ અનુસાર બપોરે 12 વાગ્યાની આસપાસ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવી શકે છે. તેમની હેલ્થ સારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે હોસ્પિટલ તરફથી એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા બાદ અભિનેતાને ડિસ્ચાર્જ અપાશે.

છેલ્લા 2 દિવસથી શાહરૂખ ખાન અમદાવાદમાં

શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં છે. ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ મોડી રાત્રે શાહરૂખ ખાન વસ્ત્રાપુર ખાતે આવેલી ITC નર્મદા હોટલ ખાતે પરત ફર્યા હતો. જે બાદ સવારે શાહરૂખ ખાનની તબિયત બગડતા તેને કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જયાં તેઓ પ્રાથમિક સારવાર લઈ રવાના થયા હતા.સામાન્ય ચક્કર આવતા તેમને સારવાર લેવાની જરૂર પડી હતી.

સોમવારે આવ્યા શાહરૂખ અમદાવાદમાં

અમદાવાદમાં કોલકાતા ટીમ સોમવારે આવી હતી. ટીમ એરપોર્ટ પરથી સીધી જ વસ્ત્રાપુર ખાતે આવેલી આઈટીસી નર્મદા હોટલ પર પહોંચી હતી. હોટલમાં પ્રવેશ કરતાની સાથે જ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે થોડીવાર બાદ શાહરૂખ ખાન પણ હોટલ પર પહોંચ્યા હતા.

કેવી છે અમદાવાદમાં ગરમી

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. સિઝનમાં પ્રથમ વખત તાપમાન 46 ડિગ્રીને પાર પહોંચ્યું છે. કંડલામાં સૌથી વધુ તાપમાન 46.1 ડિગ્રી નોંધાયું છે તો મોટાભાગના શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર છે. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર થયા છે જેમાં અમદાવાદમાં 45.9, સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી, ગાંધીનગરમાં તાપમાન 45.7 ડિગ્રી નોંધાયું છે તો ભુજમાં 44.3, અમરેલીમાં 44.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 44.1 ડિગ્રી નોઁધાયું છે. આ સાથે આવનારા બે દિવસ અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે.