ઓનલાઇન સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ, T20 વર્લ્ડકપ સાથે છે કનેક્શન

વર્લ્ડકપમાં સટ્ટાબાજીનો એક નવો મામલો સામે આવ્યો ગુજરાત પોલીસે રવિવારે 2 લોકોની ધરપકડ કરી ડમી વેબસાઈટ દ્વારા સટ્ટાબાજી કરાતી હતી વર્લ્ડકપમાં સટ્ટાબાજીનો એક નવો મામલો સામે આવ્યો છે અને આ કેસમાં ગુજરાત પોલીસે રવિવારે 2 લોકોની ધરપકડ કરી છે. હકીકતમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અનેક ફરિયાદો નોંધાઈ હતી કે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે T20 વર્લ્ડકપ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યા છે અને ડમી વેબસાઈટ દ્વારા સટ્ટાબાજી પણ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ 2024ના પ્રસારણ અધિકારો સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ પાસે છે અને ગેરકાયદે સ્ટ્રીમિંગના કારણે સ્ટાર ઈન્ડિયાને ભારે નુકસાન થઈ રહ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસે સર્વરને ટ્રેક કરતા ઊંઝા નગરના દિવ્યાંશુ પટેલની ધરપકડ કરી છે.પોલીસ આપ્યું નિવેદન પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે અમે 3 સીપીયુ, 4 મોનિટર, એક લેપટોપ, એક આઈપેડ, 6 રાઉટર, ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પટેલે એક ડોમેન ખરીદ્યું હતું, જેના દ્વારા ક્રિકેટ મેચની સ્ટ્રીમ ડમી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવતી હતી અને તેમાં તેના ભાગીદારનું નામ મુકેશ પટેલ છે. શુભમ પટેલ નામના વ્યક્તિ પર પણ આરોપ છે, જેનું રહેઠાણ કેનેડા છે અને તે જ શુભમ જ વીડિયોને પ્રોસેસ કરવાનું કામ કરતો હતો. પાકિસ્તાન સાથે કનેક્શન પોલીસે પોતાના નિવેદનમાં પાકિસ્તાન સાથે આ રેકેટના કનેક્શનનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, "દિવ્યાંશુ, મુકેશ અને શુભમ પાકિસ્તાની નાગરિક પાસેથી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ મેળવી રહ્યા હતા, જેનું નામ અઝહર અમીન હોવાનું કહેવાય છે. આ લોકો ઘણી વેબસાઈટ લાઈવ સ્ટ્રીમિંગ કરતા હત. આ વેબસાઈટ સાથે સંકળાયેલા તમામ બેંક ખાતા નકલી હતા. અમદાવાદની એક ખાનગી બેંકમાં કામ કરતા આકાશ ગોસ્વામીની પણ ધરપકડ કરવામાં આવી છે " એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન, કેનેડા, દુબઈ અને અન્ય ઘણા દેશોના લોકો ગેરકાયદેસર રીતે ઓનલાઈન સટ્ટાબાજીમાં સામેલ છે અને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે તપાસ ચાલી રહી છે.

ઓનલાઇન સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ, T20 વર્લ્ડકપ સાથે છે કનેક્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વર્લ્ડકપમાં સટ્ટાબાજીનો એક નવો મામલો સામે આવ્યો
  • ગુજરાત પોલીસે રવિવારે 2 લોકોની ધરપકડ કરી
  • ડમી વેબસાઈટ દ્વારા સટ્ટાબાજી કરાતી હતી

વર્લ્ડકપમાં સટ્ટાબાજીનો એક નવો મામલો સામે આવ્યો છે અને આ કેસમાં ગુજરાત પોલીસે રવિવારે 2 લોકોની ધરપકડ કરી છે. હકીકતમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અનેક ફરિયાદો નોંધાઈ હતી કે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે T20 વર્લ્ડકપ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યા છે અને ડમી વેબસાઈટ દ્વારા સટ્ટાબાજી પણ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ 2024ના પ્રસારણ અધિકારો સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ પાસે છે અને ગેરકાયદે સ્ટ્રીમિંગના કારણે સ્ટાર ઈન્ડિયાને ભારે નુકસાન થઈ રહ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસે સર્વરને ટ્રેક કરતા ઊંઝા નગરના દિવ્યાંશુ પટેલની ધરપકડ કરી છે.

પોલીસ આપ્યું નિવેદન

પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે અમે 3 સીપીયુ, 4 મોનિટર, એક લેપટોપ, એક આઈપેડ, 6 રાઉટર, ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પટેલે એક ડોમેન ખરીદ્યું હતું, જેના દ્વારા ક્રિકેટ મેચની સ્ટ્રીમ ડમી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવતી હતી અને તેમાં તેના ભાગીદારનું નામ મુકેશ પટેલ છે. શુભમ પટેલ નામના વ્યક્તિ પર પણ આરોપ છે, જેનું રહેઠાણ કેનેડા છે અને તે જ શુભમ જ વીડિયોને પ્રોસેસ કરવાનું કામ કરતો હતો.

પાકિસ્તાન સાથે કનેક્શન

પોલીસે પોતાના નિવેદનમાં પાકિસ્તાન સાથે આ રેકેટના કનેક્શનનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, "દિવ્યાંશુ, મુકેશ અને શુભમ પાકિસ્તાની નાગરિક પાસેથી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ મેળવી રહ્યા હતા, જેનું નામ અઝહર અમીન હોવાનું કહેવાય છે. આ લોકો ઘણી વેબસાઈટ લાઈવ સ્ટ્રીમિંગ કરતા હત. આ વેબસાઈટ સાથે સંકળાયેલા તમામ બેંક ખાતા નકલી હતા. અમદાવાદની એક ખાનગી બેંકમાં કામ કરતા આકાશ ગોસ્વામીની પણ ધરપકડ કરવામાં આવી છે " એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન, કેનેડા, દુબઈ અને અન્ય ઘણા દેશોના લોકો ગેરકાયદેસર રીતે ઓનલાઈન સટ્ટાબાજીમાં સામેલ છે અને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે તપાસ ચાલી રહી છે.