Kuttch News : ભાજપના કોર્પોરેટર ધર્મેશ ગોરે એન્જિનિયરને માર્યો માર

ભુજ પાલિકાના ભાજપના કોર્પોરેટરે પાલિકાના કર્મચારીને માર્યો માર ઈજાગ્રસ્ત મનદીપ સોલંકીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો ભુજ ચીફ ઓફિસર જીગર પટેલએ ઈજાગ્રસ્ત કર્મીની હોસ્પિટલમાં મુલાકાત લીધી કચ્છના ભુજમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે જેમાં ભુજ પાલિકામાં ફરજ બજાવતા વોટર સપ્લાય એન્જિનિયર મનદીપ સોલંકીને કોર્પોરેટરે કોઈ કારણોસર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે,હાલ કર્મચારીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે.તો ભુજ બી ડિવિઝન પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથધરી છે. કોર્પોરેટરનો ગયો પિત્તો કચ્છના ભુજમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે,જેમાં તેમણે વોટર સપ્લાય વિભાગમાં ફરજ બજાવતા એન્જિનિયર મનદીપ સોલંકીને કોઈ કારણોસર માર મારતા વિવાદ વકર્યો છે,એન્જિનિયરનું કહેવુ છે કે હુ મારી ઓફીસમાં બેઠો હતો તે દરમિયાન કોર્પોરેટરે અચાનક આવી મને માર્ય માર્યો છે,મને કંઈ પણ પૂછયુ નથી અને માર માર્યો છે.તો બીજી તરફ ચીફ ઓફિસરે પણ આ વાતની ગંભીરતાથી નોંધ લીધી છે,ચીફ પાલિકાના અન્ય કર્મચારીઓમાં પણ આ વાતને લઈ રોષ ફેલાયો છે. પોલીસને કરાઈ જાણ હુમલો કરતાની સાથે જ એન્જિનિયરે પોલીસને જાણ કરી હતી,તો પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે,કોર્પોરેટરનો જવાબ નોંધવામાં આવ્યો છે.તો એન્જિનિયરનુ પણ સારવાર બાદ નિવેદન લેવામાં આવશે. બે દિવસ પહેલા જામનગરમાં પૂર્વ કોર્પોરેટરે કરી દાદાગીરી જામનગર મનપાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયાએ ચેમ્બરમાં ઘૂસી જઈ સિટી ઈજનેર-ઈન્ચાર્જ આસી.કમિશનર ભાવેશ જાનીને ધાકધમકી આપી હતી. 'ફાઈલ ક્લિયર કરો નહિં તો જાનથી મારી નાખીશ, તેમજ દર મહિને એક લાખનો હપ્તો જોઈએ' આમ કહીને મનપાના અધિકારીને ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાણીવિલાસ કરી ફરજમાં રુકાવટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.  

Kuttch News : ભાજપના કોર્પોરેટર ધર્મેશ ગોરે એન્જિનિયરને માર્યો માર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભુજ પાલિકાના ભાજપના કોર્પોરેટરે પાલિકાના કર્મચારીને માર્યો માર
  • ઈજાગ્રસ્ત મનદીપ સોલંકીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો
  • ભુજ ચીફ ઓફિસર જીગર પટેલએ ઈજાગ્રસ્ત કર્મીની હોસ્પિટલમાં મુલાકાત લીધી

કચ્છના ભુજમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે જેમાં ભુજ પાલિકામાં ફરજ બજાવતા વોટર સપ્લાય એન્જિનિયર મનદીપ સોલંકીને કોર્પોરેટરે કોઈ કારણોસર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે,હાલ કર્મચારીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે.તો ભુજ બી ડિવિઝન પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથધરી છે.

કોર્પોરેટરનો ગયો પિત્તો

કચ્છના ભુજમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે,જેમાં તેમણે વોટર સપ્લાય વિભાગમાં ફરજ બજાવતા એન્જિનિયર મનદીપ સોલંકીને કોઈ કારણોસર માર મારતા વિવાદ વકર્યો છે,એન્જિનિયરનું કહેવુ છે કે હુ મારી ઓફીસમાં બેઠો હતો તે દરમિયાન કોર્પોરેટરે અચાનક આવી મને માર્ય માર્યો છે,મને કંઈ પણ પૂછયુ નથી અને માર માર્યો છે.તો બીજી તરફ ચીફ ઓફિસરે પણ આ વાતની ગંભીરતાથી નોંધ લીધી છે,ચીફ પાલિકાના અન્ય કર્મચારીઓમાં પણ આ વાતને લઈ રોષ ફેલાયો છે.


પોલીસને કરાઈ જાણ

હુમલો કરતાની સાથે જ એન્જિનિયરે પોલીસને જાણ કરી હતી,તો પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે,કોર્પોરેટરનો જવાબ નોંધવામાં આવ્યો છે.તો એન્જિનિયરનુ પણ સારવાર બાદ નિવેદન લેવામાં આવશે.

બે દિવસ પહેલા જામનગરમાં પૂર્વ કોર્પોરેટરે કરી દાદાગીરી

જામનગર મનપાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયાએ ચેમ્બરમાં ઘૂસી જઈ સિટી ઈજનેર-ઈન્ચાર્જ આસી.કમિશનર ભાવેશ જાનીને ધાકધમકી આપી હતી. 'ફાઈલ ક્લિયર કરો નહિં તો જાનથી મારી નાખીશ, તેમજ દર મહિને એક લાખનો હપ્તો જોઈએ' આમ કહીને મનપાના અધિકારીને ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાણીવિલાસ કરી ફરજમાં રુકાવટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.