Gujarat Weather News: ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદ શરૂ, જાણો કયા માવઠું પડ્યું

માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો માવઠાથી કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે વિવિધ જિલ્લામાં એકાએક કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદ શરૂ થયો છે. જેમાં વલસાડ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ આવતા માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ માવઠાથી કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે સુરત જિલ્લામાં એકાએક કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા છે. સુરતના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો સુરતના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તેમાં ઉમરપાડા અને ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યુ છે. માવઠાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેમજ દાહોદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ આવ્યો છે. દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતો ચિંતિત થયા છે. વિવિધ શહેરના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો રાજ્યના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમાં વિવિધ શહેરના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ કમોસમી વરસાદથી કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતી છે. તેમજ તાપી જિલ્લામાં ભરઉનાળે કમોસમી વરસાદ આવ્યો છે. તેમાં કુકરમુંડા, નિઝર, ઉચ્છલ, સોનગઢ, વ્યારા, વાલોડ, ડોલવણમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. તેમજ શાકભાજીના પાકને નુકસાનની ભીતિ છે. ભાવનગરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે. જેમાં ચિત્રા યાર્ડ, આખલોલ જકાતનાકા વિસ્તાર તથા મસ્તરામ મંદિર, નારી ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. 

Gujarat Weather News: ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદ શરૂ, જાણો કયા માવઠું પડ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો
  • માવઠાથી કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે
  • વિવિધ જિલ્લામાં એકાએક કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા

ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદ શરૂ થયો છે. જેમાં વલસાડ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ આવતા માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ માવઠાથી કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે સુરત જિલ્લામાં એકાએક કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા છે.

સુરતના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

સુરતના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તેમાં ઉમરપાડા અને ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યુ છે. માવઠાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેમજ દાહોદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ આવ્યો છે. દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતો ચિંતિત થયા છે.

વિવિધ શહેરના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો

રાજ્યના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમાં વિવિધ શહેરના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ કમોસમી વરસાદથી કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતી છે. તેમજ તાપી જિલ્લામાં ભરઉનાળે કમોસમી વરસાદ આવ્યો છે. તેમાં કુકરમુંડા, નિઝર, ઉચ્છલ, સોનગઢ, વ્યારા, વાલોડ, ડોલવણમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. તેમજ શાકભાજીના પાકને નુકસાનની ભીતિ છે. ભાવનગરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે. જેમાં ચિત્રા યાર્ડ, આખલોલ જકાતનાકા વિસ્તાર તથા મસ્તરામ મંદિર, નારી ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.