Mehsana News : નીતિન પટેલની કાર્યકર્તાઓને ટકોર,બધા રોજ કાર્યાલય આવે

કાર્યાલય પાટીયું લગાવવાથી નહીં બની જાયઃ નીતિન પટેલજ્યાં કાર્ય થાય એનું નામ કાર્યાલયઃ નીતિન પટેલ હું મંત્રી હતો ત્યારે ઘરે રાત નથી રોકાયોઃ નીતિન પટેલ ગુજરાત ભાજપના સિનિયર નેતા નિતીન પટેલે કાર્યકર્તાઓને ટકોર કરી સૂચન કર્યું હતુ,નિતીન પટેલનું કહેવું છે કે આપણા ભાજપના કાર્યકર્તાઓ રોજ કાર્યલય આવે,ખાલી પાટીયુ લગાવાથી કાર્યાલય નહી બની જાય તેના માટે આવવું જરૂરી છે.વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે,હુ મંત્રી હતો ત્યારે કયારેય મારા મંત્રી બંગ્લે રોકાયો નથી.રાત્રે ગાડી લઈને કડી પાછો આવી જતો હતો.કાર્યકરોને ગાંધીનગર ન આવવું પડે એટલે કડી જતો હતો.મુસલમાન ભલે વોટ ના આપે પણ એ મારાં ત્યાં આવે એટલે એટલે ચા પીધા વગર ના જાય,આવુ આયોજન મારાં ત્યાં 1990થી ચાલે છે.20 વર્ષ મંત્રી રહ્યો, બંગલે નથી રહ્યો નીતિન પટેલે કહ્યું કે, 20 વર્ષ મંત્રી રહ્યો પણ 10 દિવસથી વધુ ગાંધીનગરના બંગલે નથી રોકાયો, મને કંઈ દોડા દોડીનો કે, પેટ્રોલ બાળવાનો શોખ ન હતો. પરંતુ કાર્યકરોનું કામ ઘરે બેઠા ખર્ચા વિના થઈ શકે તે માટે હું કડી આવતો હતો. આ સાથે તેમણે કહ્યું કે, 20 વર્ષમાં લાખો કાગળ મને રજૂઆતના મળ્યા અને લાખો જવાબ મેં આપ્યા છે. હું જ્યારે સરકારમાં ધારાસભ્ય હતો ત્યારે કડી રહેતો હતો. મારી ઘરવાળીએ અત્યાર સુધી 1 લાખ કપ ચા બધાને પીવડાવી હશે. કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય તેમણે ઉમર્યું કે, કાર્યાલયનું પાટીયું લટકાવી દે એવું ના જોઈએ, કાર્યકરોના કામ પણ થવા જોઈએ. કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય. હારતા, જીતતા કે સરકાર બન્યા બાદ પણ આપડે કાર્યાલય બનાવ્યા છે.

Mehsana News : નીતિન પટેલની કાર્યકર્તાઓને ટકોર,બધા રોજ કાર્યાલય આવે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાર્યાલય પાટીયું લગાવવાથી નહીં બની જાયઃ નીતિન પટેલ
  • જ્યાં કાર્ય થાય એનું નામ કાર્યાલયઃ નીતિન પટેલ
  • હું મંત્રી હતો ત્યારે ઘરે રાત નથી રોકાયોઃ નીતિન પટેલ

ગુજરાત ભાજપના સિનિયર નેતા નિતીન પટેલે કાર્યકર્તાઓને ટકોર કરી સૂચન કર્યું હતુ,નિતીન પટેલનું કહેવું છે કે આપણા ભાજપના કાર્યકર્તાઓ રોજ કાર્યલય આવે,ખાલી પાટીયુ લગાવાથી કાર્યાલય નહી બની જાય તેના માટે આવવું જરૂરી છે.વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે,હુ મંત્રી હતો ત્યારે કયારેય મારા મંત્રી બંગ્લે રોકાયો નથી.રાત્રે ગાડી લઈને કડી પાછો આવી જતો હતો.કાર્યકરોને ગાંધીનગર ન આવવું પડે એટલે કડી જતો હતો.મુસલમાન ભલે વોટ ના આપે પણ એ મારાં ત્યાં આવે એટલે એટલે ચા પીધા વગર ના જાય,આવુ આયોજન મારાં ત્યાં 1990થી ચાલે છે.

20 વર્ષ મંત્રી રહ્યો, બંગલે નથી રહ્યો

નીતિન પટેલે કહ્યું કે, 20 વર્ષ મંત્રી રહ્યો પણ 10 દિવસથી વધુ ગાંધીનગરના બંગલે નથી રોકાયો, મને કંઈ દોડા દોડીનો કે, પેટ્રોલ બાળવાનો શોખ ન હતો. પરંતુ કાર્યકરોનું કામ ઘરે બેઠા ખર્ચા વિના થઈ શકે તે માટે હું કડી આવતો હતો. આ સાથે તેમણે કહ્યું કે, 20 વર્ષમાં લાખો કાગળ મને રજૂઆતના મળ્યા અને લાખો જવાબ મેં આપ્યા છે. હું જ્યારે સરકારમાં ધારાસભ્ય હતો ત્યારે કડી રહેતો હતો. મારી ઘરવાળીએ અત્યાર સુધી 1 લાખ કપ ચા બધાને પીવડાવી હશે.


કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય

તેમણે ઉમર્યું કે, કાર્યાલયનું પાટીયું લટકાવી દે એવું ના જોઈએ, કાર્યકરોના કામ પણ થવા જોઈએ. કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય. હારતા, જીતતા કે સરકાર બન્યા બાદ પણ આપડે કાર્યાલય બનાવ્યા છે.