Valsad News: અંતરિયાળ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદે તારાજી સર્જી

100 થી વધુ રહેણાક મકાનના પતરા, નળીયા ઉડી ગયા નુકસાન થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ નુકસાનીનું અંદાજો કાઢવામાં આવશે વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અંતરિયાળ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદમાં ધરમપુરના 7 અને કપરાડાના 11 ગામોમાં આંબાવાડીમાં નુકશાની થઇ છે. ભારે પવન ફૂંકાતા નડગધરીમા 40થી વધુ તેમજ આજુબાજુના ગામો મળી 100 જેટલા ઘરોમા નુકસાન થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ નુકસાનીનું અંદાજો કાઢવામાં આવશે રાજ્ય હવામાન વિભાગે વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી આપી હતી. જેને લઈને વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વાર્તાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. 3 દિવસમાં ધરમપુરના 7 અને કપરાડાના 11 ગામોમાં આવેલી આંબા વાડીઓમાં ખેતી પાકને નુકશાની થઈ હોવાની જાણ બાગાયત વિભાગની ટીમને થતા વાડીઓમાં જઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ નુક્શાનીનું અંદાજો કાઢવામાં આવશે. 100 થી વધુ રહેણાક મકાનના પતરા, નળીયા ઉડી ગયા ધરમપુર તાલુકામા વાવાઝોડાના ફૂંકાયેલા ભારે પવનમાં અંતરિયાળ વિસ્તારના નડગધરીના 40થી વધુ ગામો તેમજ અન્ય આજુબાજુના 100 થી વધુ રહેણાક મકાનના પતરા, નળીયા ઉડી જતા અનેક પરિવારોને હાલાકી ઉઠાવવી પડી હતી. ભારે પવને ઘાસચારાના કુંડવા પણ ઉડાડી દીધા હતા. તા.પં.ની બે ટીમ પણ રહેણાક મકાનમાં નુકસાન સર્વે કરી ખુદ ટીડીઓ અને તલાટીઓ સાથે મળી સર્વે કરવા ગામોમાં પહોંચ્યા હતા. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે કરી સરકારને રિપોર્ટ અપાશે અને ત્યારબાદ વળતરની કાર્યવાહી હાથ ધરાશે. 

Valsad News: અંતરિયાળ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદે તારાજી સર્જી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 100 થી વધુ રહેણાક મકાનના પતરા, નળીયા ઉડી ગયા
  • નુકસાન થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ
  • સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ નુકસાનીનું અંદાજો કાઢવામાં આવશે

વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અંતરિયાળ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદમાં ધરમપુરના 7 અને કપરાડાના 11 ગામોમાં આંબાવાડીમાં નુકશાની થઇ છે. ભારે પવન ફૂંકાતા નડગધરીમા 40થી વધુ તેમજ આજુબાજુના ગામો મળી 100 જેટલા ઘરોમા નુકસાન થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.


સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ નુકસાનીનું અંદાજો કાઢવામાં આવશે

રાજ્ય હવામાન વિભાગે વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી આપી હતી. જેને લઈને વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વાર્તાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. 3 દિવસમાં ધરમપુરના 7 અને કપરાડાના 11 ગામોમાં આવેલી આંબા વાડીઓમાં ખેતી પાકને નુકશાની થઈ હોવાની જાણ બાગાયત વિભાગની ટીમને થતા વાડીઓમાં જઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ નુક્શાનીનું અંદાજો કાઢવામાં આવશે.


100 થી વધુ રહેણાક મકાનના પતરા, નળીયા ઉડી ગયા

ધરમપુર તાલુકામા વાવાઝોડાના ફૂંકાયેલા ભારે પવનમાં અંતરિયાળ વિસ્તારના નડગધરીના 40થી વધુ ગામો તેમજ અન્ય આજુબાજુના 100 થી વધુ રહેણાક મકાનના પતરા, નળીયા ઉડી જતા અનેક પરિવારોને હાલાકી ઉઠાવવી પડી હતી. ભારે પવને ઘાસચારાના કુંડવા પણ ઉડાડી દીધા હતા. તા.પં.ની બે ટીમ પણ રહેણાક મકાનમાં નુકસાન સર્વે કરી ખુદ ટીડીઓ અને તલાટીઓ સાથે મળી સર્વે કરવા ગામોમાં પહોંચ્યા હતા. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે કરી સરકારને રિપોર્ટ અપાશે અને ત્યારબાદ વળતરની કાર્યવાહી હાથ ધરાશે.