Surat: ટ્રેનના દરવાજા પાસે બેસેલા મુસાફરના ફોનની જોખમી ચીલઝડપ, યુવકની ધરપકડ

સુરતમાં ચાલુ ટ્રેનમાં મુસાફરનો ફોનની જોખમી ચીલઝડપની ઘટનાપોલીસે વાયરલ વીડિયોના આધારે યુવકની કરી ધરપકડપોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરીસુરત રેલવે સ્ટેશનથી આગળ આનંદ નગર ઝૂંપડપટ્ટી સામેથી પસાર થતી ટ્રેનના દરવાજા પાસે ઉભેલા મુસાફરના હાથમાંથી જોખમી રીતે મોબાઇલ ફોન ઝૂંટવતા ગઠિયાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે સમગ્ર મામલે એક યુવકની ધરપકડ કરી છે.મળતી માહિતી મુજબ, સુરત રેલવે સ્ટેશનથી આગળ આનંદ નગર ઝૂંપડપટ્ટી સામેથી પસાર થતી ટ્રેનના દરવાજા પાસે ઉભેલા મુસાફરના હાથમાંથી જોખમી રીતે ફોન સ્નેચિંગ કરતો વીડિયો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા વાયરલ વીડિયોનો અભ્યાસ કરવામાં આવતા ફોન સ્નેચિંગ કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ફોન સ્નેચિંગ કરનાર યુવક આનંદ નગર ઝૂંપડપટ્ટીમાં રહેતાં 19 વર્ષીય આસિફ તૈયબ અંસારી તરીકે થઈ હતી. સલાબતપુરા પોલીસે આ યુવકને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ રીતે ટ્રેનના દરવાજા પાસે બેસતી વ્યક્તિઓનો મોબાઇલ ફોન આંચકી લેતી ટોળકીઓ સુરત સ્ટેશનથી ઉધના સ્ટેશન સુધી પંકાયેલી છે. ભૂતકાળમાં આ ટોળકીને કારણે ટ્રેનના દરવાજા પાસે બેસેલાં ભરૂચના યુવા કાર્યકરે જીવ પણ ગુમાવ્યો હતો.

Surat: ટ્રેનના દરવાજા પાસે બેસેલા મુસાફરના ફોનની જોખમી ચીલઝડપ, યુવકની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ચાલુ ટ્રેનમાં મુસાફરનો ફોનની જોખમી ચીલઝડપની ઘટના
  • પોલીસે વાયરલ વીડિયોના આધારે યુવકની કરી ધરપકડ
  • પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી

સુરત રેલવે સ્ટેશનથી આગળ આનંદ નગર ઝૂંપડપટ્ટી સામેથી પસાર થતી ટ્રેનના દરવાજા પાસે ઉભેલા મુસાફરના હાથમાંથી જોખમી રીતે મોબાઇલ ફોન ઝૂંટવતા ગઠિયાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે સમગ્ર મામલે એક યુવકની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, સુરત રેલવે સ્ટેશનથી આગળ આનંદ નગર ઝૂંપડપટ્ટી સામેથી પસાર થતી ટ્રેનના દરવાજા પાસે ઉભેલા મુસાફરના હાથમાંથી જોખમી રીતે ફોન સ્નેચિંગ કરતો વીડિયો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા વાયરલ વીડિયોનો અભ્યાસ કરવામાં આવતા ફોન સ્નેચિંગ કરનાર યુવકને ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ફોન સ્નેચિંગ કરનાર યુવક આનંદ નગર ઝૂંપડપટ્ટીમાં રહેતાં 19 વર્ષીય આસિફ તૈયબ અંસારી તરીકે થઈ હતી. સલાબતપુરા પોલીસે આ યુવકને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ રીતે ટ્રેનના દરવાજા પાસે બેસતી વ્યક્તિઓનો મોબાઇલ ફોન આંચકી લેતી ટોળકીઓ સુરત સ્ટેશનથી ઉધના સ્ટેશન સુધી પંકાયેલી છે. ભૂતકાળમાં આ ટોળકીને કારણે ટ્રેનના દરવાજા પાસે બેસેલાં ભરૂચના યુવા કાર્યકરે જીવ પણ ગુમાવ્યો હતો.