મ્યુનિ. કમિશનરે નાઈટ રાઉન્ડનો રિપોર્ટ સુપરત ન કરનાર અધિકારીઓને ઝાટક્યા

નાઈટ રાઉન્ડની SOP તૈયાર કરો, ફૂડ અધિકારીઓને પ્રિવેન્ટિવ કામ કરવા સૂચનરેડ, ઓરેન્જ એલર્ટના મેસેજ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરોઃ ફક્ત આંકડા રજૂ ન કરો આંકડા બતાવવાને બદલે શહેરીજનોને સીધી રીતે સ્પર્શે તેવી કામગીરી કરવાની સૂચના AMC દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓના ચેકિંગ માટે અધિકારીઓને સમયાંતરે નાઈટ રાઉન્ડની ફરજ સોંપવામાં આવે છે. નાઈટ રાઉન્ડ દરમિયાન સફાઈ કામગીરી, પાણી, રોડના કામો, સ્ટ્રીટ લાઈટ, વગેરે કામગીરી યોગ્ય પ્રકારે ચાલે છે કે નહીં, તેમજ મ્યુનિ. સેવાઓ અંગેની ફરિયાદોમાં અધિકારીઓ ચેકિંગ કરીને રીપોર્ટ સુપરત કરતા ન હોવા બદલ AMC કમિશનર એમ. થેન્નારસને અધિકારીઓનો ઉધડો લીધો હતો અને નાઈટ રાઉન્ડની SOP તૈયાર કરવા તાકીદ કરી હતી. હિટ એકશન પ્લાન અંગેનુ પ્રેઝન્ટેશન નિહાળતાં આંકડા બતાવવાને બદલે શહેરીજનોને સીધી રીતે સ્પર્શે તેવી કામગીરી કરવાની સૂચના આપી હતી. હીટ એક્શન પ્લાન અંતર્ગત હવામાન ખાતાની આગાહીને આધારે રેડ અને ઓરેન્જ અંગેના મેસેજ સોશિયલ મિડીયામાં પ્રસિદ્ધ કરવા, પાણીની પરબો ઉભી કરવા, ફુટપાથ પર સૂઈ રહેતા નાગરિકો માટે પગલાં લેવા સૂચના આપી હતી. AMC હેલ્થ- ફુડ વિભાગના અધિકારીઓને પ્રિવેન્ટિવ કામગીરી કરવા તાકીદ કરી હતી. દક્ષિણ ઝોનમાં કોલેરાના વધુ કેસો નોંધાયા છે, ક્લેરિન ઓછું આવે છે, પાણીમાં પોલ્યુશનની ફરિયાદો આવે છે તો હેલ્થ- ફુડ અને એન્જિનીયરિંગ વિભાગે સંકલન કરીને કામગીરી કરવી જોઈએ. ઉનાળામાં સેન્ટ્રલ વર્જ સહિત શહેરમાં વિવિધ સ્થળે કરાયેલા પ્લાન્ટેશનના જતન માટે અઠવાડિયામાં ત્રણ વાર પાણી પૂરૂં પાડવા ગાર્ડન વિભાગને તાકીદ કરી હતી. રીવ્યુ મીટિંગમાં મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને અધિકારીઓને આડે હાથે લીધા હતા. રોડના કામો, સહિતની કામગીરીનું નાઈટ રાઉન્ડ દરમિયાન ચેકિંગ કરીને શું પગલાં લીધાં તે અંગેનો રીપોર્ટ સુપરત ન કરવામાં આવે તો નાઈટ રાઉન્ડ- ચેકિંગનો મતલબ શું ? એવો તેમણે પ્રશ્ન કર્યો હતો. શહેરમાં રાત્રે પણ મ્યુનિ. સેવાઓ યોગ્ય રીતે કાર્યરત હોય તે જોવા માટે અધિકારીઓના નાઇટ રાઉન્ડની સિસ્ટમ ગોઠવી છે. નાઇટ રાઉન્ડમાં તમે ખાલી જોઇને આવો નહિ, વાસ્તવિક ચેકિંગ કરો. મ્યુનિ. હોસ્પિટલો, વોટર અને ડ્રેનેજ પંપીગ સ્ટેશનમાં જાવ તો ટેન્ડરની શરતો પ્રમાણે સ્ટાફ્ છે કે નહિ તે ચેક કરો. રાત્રે રોડ રિસરફેસ, રાત્રિ સફાઇ વગેરે કામ થતુ હોય તો પણ ત્યાં ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઇએ.

મ્યુનિ. કમિશનરે નાઈટ રાઉન્ડનો રિપોર્ટ સુપરત ન કરનાર અધિકારીઓને ઝાટક્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાઈટ રાઉન્ડની SOP તૈયાર કરો, ફૂડ અધિકારીઓને પ્રિવેન્ટિવ કામ કરવા સૂચન
  • રેડ, ઓરેન્જ એલર્ટના મેસેજ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરોઃ ફક્ત આંકડા રજૂ ન કરો
  • આંકડા બતાવવાને બદલે શહેરીજનોને સીધી રીતે સ્પર્શે તેવી કામગીરી કરવાની સૂચના

AMC દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓના ચેકિંગ માટે અધિકારીઓને સમયાંતરે નાઈટ રાઉન્ડની ફરજ સોંપવામાં આવે છે. નાઈટ રાઉન્ડ દરમિયાન સફાઈ કામગીરી, પાણી, રોડના કામો, સ્ટ્રીટ લાઈટ, વગેરે કામગીરી યોગ્ય પ્રકારે ચાલે છે કે નહીં, તેમજ મ્યુનિ. સેવાઓ અંગેની ફરિયાદોમાં અધિકારીઓ ચેકિંગ કરીને રીપોર્ટ સુપરત કરતા ન હોવા બદલ AMC કમિશનર એમ. થેન્નારસને અધિકારીઓનો ઉધડો લીધો હતો અને નાઈટ રાઉન્ડની SOP તૈયાર કરવા તાકીદ કરી હતી. હિટ એકશન પ્લાન અંગેનુ પ્રેઝન્ટેશન નિહાળતાં આંકડા બતાવવાને બદલે શહેરીજનોને સીધી રીતે સ્પર્શે તેવી કામગીરી કરવાની સૂચના આપી હતી. હીટ એક્શન પ્લાન અંતર્ગત હવામાન ખાતાની આગાહીને આધારે રેડ અને ઓરેન્જ અંગેના મેસેજ સોશિયલ મિડીયામાં પ્રસિદ્ધ કરવા, પાણીની પરબો ઉભી કરવા, ફુટપાથ પર સૂઈ રહેતા નાગરિકો માટે પગલાં લેવા સૂચના આપી હતી. AMC હેલ્થ- ફુડ વિભાગના અધિકારીઓને પ્રિવેન્ટિવ કામગીરી કરવા તાકીદ કરી હતી. દક્ષિણ ઝોનમાં કોલેરાના વધુ કેસો નોંધાયા છે, ક્લેરિન ઓછું આવે છે, પાણીમાં પોલ્યુશનની ફરિયાદો આવે છે તો હેલ્થ- ફુડ અને એન્જિનીયરિંગ વિભાગે સંકલન કરીને કામગીરી કરવી જોઈએ. ઉનાળામાં સેન્ટ્રલ વર્જ સહિત શહેરમાં વિવિધ સ્થળે કરાયેલા પ્લાન્ટેશનના જતન માટે અઠવાડિયામાં ત્રણ વાર પાણી પૂરૂં પાડવા ગાર્ડન વિભાગને તાકીદ કરી હતી.

રીવ્યુ મીટિંગમાં મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને અધિકારીઓને આડે હાથે લીધા હતા. રોડના કામો, સહિતની કામગીરીનું નાઈટ રાઉન્ડ દરમિયાન ચેકિંગ કરીને શું પગલાં લીધાં તે અંગેનો રીપોર્ટ સુપરત ન કરવામાં આવે તો નાઈટ રાઉન્ડ- ચેકિંગનો મતલબ શું ? એવો તેમણે પ્રશ્ન કર્યો હતો. શહેરમાં રાત્રે પણ મ્યુનિ. સેવાઓ યોગ્ય રીતે કાર્યરત હોય તે જોવા માટે અધિકારીઓના નાઇટ રાઉન્ડની સિસ્ટમ ગોઠવી છે. નાઇટ રાઉન્ડમાં તમે ખાલી જોઇને આવો નહિ, વાસ્તવિક ચેકિંગ કરો. મ્યુનિ. હોસ્પિટલો, વોટર અને ડ્રેનેજ પંપીગ સ્ટેશનમાં જાવ તો ટેન્ડરની શરતો પ્રમાણે સ્ટાફ્ છે કે નહિ તે ચેક કરો. રાત્રે રોડ રિસરફેસ, રાત્રિ સફાઇ વગેરે કામ થતુ હોય તો પણ ત્યાં ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઇએ.