Morbi News: મચ્છુ નદીમાં ડૂબેલા 2 યુવકોના મળ્યા મૃતદેહ,ગઈકાલે ઘટના બની

નવા સાદુળકા ગામ નજીક નદીમાંથી મળ્યા મૃતદેહ ગઈકાલે નહાવા જતાં ત્રણ યુવકો પાણીમાં ડૂબ્યા હતા શોધખોળ દરમિયાન બે યુવકના મૃતદેહ મળી આવ્યાં ગુજરાતમાં કાળઝાળ ગરમી છે,અને ગરમીથી બચવા શહેરીજનો અલગ-અલગ રીતે ઠંડક મેળવવા સહારો લેતા હોય છે,મોરબીની મચ્છુ નદીમાં કુલ 7 બાળકો નહાવા માટે પડયા હતા,જેમાંથી 3 બાળકો પાણીમાં ડૂબતા હાહાકાર મચી ગયો હતો,સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ફાયરવિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ.સદુલકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા હતા,જેમાંથી બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે,તો એક યુવાનના મૃતદેહની શોધખોળ શરૂ છે. ગઈકાલથી ફાયરવિભાગે નદીમાં શોધખોળ શરૂ કરી મોરબીની મચ્છુ નદીમાં 3 યુવાનો ડૂબ્યા હોવાનો પ્રાથમિક કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયુ હતુ,અને વધુ તપાસ હાથધરી હતી.મચ્છુ 3 ડેમ હેઠવાસમાં સદુલકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા હતા.ડૂબેલા યુવાનો રોટરી નગરના હોવાનું બહાર આવ્યું છે.પરમાર ચિરાગ,ભંખોડિયા ધર્મેશ,ભંખોદિયા ગૌરવ આ ત્રણ યુવાનોમાંથી બે યુવાનોના મૃતદેહ મળ્યા છે. બે દિવસ પહેલા પોઈચા પાસે ડૂબવાની ઘટના બની સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ખાતે ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ડૂબતા પ્રવાસીઓની બચાવોની બૂમો સાંભળતા જ સ્થાનિક નાવિકો તેમને બચાવવા માટે પાણીમાં કૂદી પડયા હતા. જેમાં કુલ 8 પ્રવાસીઓમાં 3 નાનાં બાળકો હતાં. સ્થાનિકોએ 1 યુવાનને ડૂબતા બચાવ્યો હતો.એકનો મૃતદેહ મળ્યો છે,તો અન્ય 6 લોકોના મૃતદેહ શોધવાની કામગીરી શરૂ છે. ગુજરાતમાં ડૂબી જવાની તાજેતરની ઘટનાઓ1-પોઇચા પાસે નર્મદાં નદીમાં 7 લોકો ડૂબ્યાં 2-દાંડીના દરિયામાં ડૂબી જવાથી 4 લોકોનાં મોત 3-ધુળેટીના દિવસે ડૂબી જવાની ઘટનાઓમાં 20 લોકોનાં મોત 4-વડોદરા હરણી લેક બોટ દુર્ઘટનામાં 14 લોકોનાં મોતડૂબવાથી ગુજરાતમાં વધુ મોતNCRBના રિપોર્ટ મુજબ 2022માં સૌથી વધારે 5427 મોત મધ્ય પ્રદેશમાં નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં 4728 અને ઉત્તર પ્રદેશમાં 3007 લોકોના મોત થયા હતા. ડૂબવાથી થતાં મોત મામલે ગુજરાત દસમા સ્થાને છે. કર્ણાટકમાં 2827, તમિલનાડુમાં 2616 લોકોએ ડૂબવાના કારણે જીવ ગુમાવ્યા છે.

Morbi News:  મચ્છુ નદીમાં ડૂબેલા 2 યુવકોના મળ્યા મૃતદેહ,ગઈકાલે ઘટના બની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવા સાદુળકા ગામ નજીક નદીમાંથી મળ્યા મૃતદેહ
  • ગઈકાલે નહાવા જતાં ત્રણ યુવકો પાણીમાં ડૂબ્યા હતા
  • શોધખોળ દરમિયાન બે યુવકના મૃતદેહ મળી આવ્યાં

ગુજરાતમાં કાળઝાળ ગરમી છે,અને ગરમીથી બચવા શહેરીજનો અલગ-અલગ રીતે ઠંડક મેળવવા સહારો લેતા હોય છે,મોરબીની મચ્છુ નદીમાં કુલ 7 બાળકો નહાવા માટે પડયા હતા,જેમાંથી 3 બાળકો પાણીમાં ડૂબતા હાહાકાર મચી ગયો હતો,સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ફાયરવિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ.સદુલકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા હતા,જેમાંથી બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે,તો એક યુવાનના મૃતદેહની શોધખોળ શરૂ છે.

ગઈકાલથી ફાયરવિભાગે નદીમાં શોધખોળ શરૂ કરી

મોરબીની મચ્છુ નદીમાં 3 યુવાનો ડૂબ્યા હોવાનો પ્રાથમિક કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયુ હતુ,અને વધુ તપાસ હાથધરી હતી.મચ્છુ 3 ડેમ હેઠવાસમાં સદુલકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા હતા.ડૂબેલા યુવાનો રોટરી નગરના હોવાનું બહાર આવ્યું છે.પરમાર ચિરાગ,ભંખોડિયા ધર્મેશ,ભંખોદિયા ગૌરવ આ ત્રણ યુવાનોમાંથી બે યુવાનોના મૃતદેહ મળ્યા છે.

બે દિવસ પહેલા પોઈચા પાસે ડૂબવાની ઘટના બની

સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ખાતે ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ડૂબતા પ્રવાસીઓની બચાવોની બૂમો સાંભળતા જ સ્થાનિક નાવિકો તેમને બચાવવા માટે પાણીમાં કૂદી પડયા હતા. જેમાં કુલ 8 પ્રવાસીઓમાં 3 નાનાં બાળકો હતાં. સ્થાનિકોએ 1 યુવાનને ડૂબતા બચાવ્યો હતો.એકનો મૃતદેહ મળ્યો છે,તો અન્ય 6 લોકોના મૃતદેહ શોધવાની કામગીરી શરૂ છે.

ગુજરાતમાં ડૂબી જવાની તાજેતરની ઘટનાઓ

1-પોઇચા પાસે નર્મદાં નદીમાં 7 લોકો ડૂબ્યાં

2-દાંડીના દરિયામાં ડૂબી જવાથી 4 લોકોનાં મોત

3-ધુળેટીના દિવસે ડૂબી જવાની ઘટનાઓમાં 20 લોકોનાં મોત

4-વડોદરા હરણી લેક બોટ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત

ડૂબવાથી ગુજરાતમાં વધુ મોત

NCRBના રિપોર્ટ મુજબ 2022માં સૌથી વધારે 5427 મોત મધ્ય પ્રદેશમાં નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં 4728 અને ઉત્તર પ્રદેશમાં 3007 લોકોના મોત થયા હતા. ડૂબવાથી થતાં મોત મામલે ગુજરાત દસમા સ્થાને છે. કર્ણાટકમાં 2827, તમિલનાડુમાં 2616 લોકોએ ડૂબવાના કારણે જીવ ગુમાવ્યા છે.