Corruption: ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપોભાજપના પૂર્વ પ્રમુખે મામલતદારને કરી રજૂઆત ભ્રષ્ટાચાર મામલે જ્યારે ખુદ ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા ધોલેરા એક્સપ્રેસ વે ની કામગીરીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભાજપના ચૂંટાયેલા સભ્યે મામલતદારને આવેદનપત્ર પાઠવી તપાસની માગણી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ધોલેરા (SIR) (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયોનલ) વિસ્તાર માટે હાલ કરોડો રૂપિયાના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે ત્યારે સૌથી મહત્વનો એવો ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા એક્સપ્રેસ વે (હાઈવે) ના કામમાં બૂરાનપુર થી બાવળીયાળી સુધીના રોડનું કામ MKC કંપનીને કોન્ટ્રાક્ટ મળેલ છે જે MKC કંપની દ્વારા કામમાં સરકાર દ્વારા નક્કી કરાયેલ નોમ્સ ધારાધોરણનું ઉલ્લંઘન કરી અને અધિકારીઓ સાથે મીલીભગત કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારને લઈને ધોલેરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ધોલેરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ સભ્ય સુભાષભાઈ ગોહિલે ધોલેરા મામલતદારને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર ભ્રષ્ટાચાર મામલે તપાસ થાય તેવી માંગ કરી છે, વારંવાર વિવાદમાં આવતી અને અગાઉ અનેક વખત ભ્રષ્ટાચાર મામલે જેના પર આંગળી ચીંધાઈ ચૂકી છે એવી કોન્ટ્રાક્ટર કંપની MKC કંપની દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ધોલેરા વિસ્તારને નુકસાન કરાતું હોય જેથી અનેક મુદ્દાઓ સાથે તપાસની માંગ કરી હતી. તો સાથે સાથે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં યોગ્ય તપાસ સાથે કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી, તો ભ્રષ્ટાચાર મામલે જ્યારે ખુદ ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા હોય અને અગાઉ પણ આ બાબતે અનેકવાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના ભાજપ દ્વારા આક્ષેપો લગાવાયા હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા ભાજપના આગેવાનોના આવેદનપત્ર અને રજૂઆત બાદ કોઈ કાર્યવાહી થશે કે પછી અધિકારીઓનું અકળ મૌન યથાવત રહેશે તે જોવું રહ્યું.

Corruption: ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો
  • ભાજપના પૂર્વ પ્રમુખે મામલતદારને કરી રજૂઆત
  • ભ્રષ્ટાચાર મામલે જ્યારે ખુદ ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા

ધોલેરા એક્સપ્રેસ વે ની કામગીરીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભાજપના ચૂંટાયેલા સભ્યે મામલતદારને આવેદનપત્ર પાઠવી તપાસની માગણી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ધોલેરા (SIR) (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયોનલ) વિસ્તાર માટે હાલ કરોડો રૂપિયાના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે ત્યારે સૌથી મહત્વનો એવો ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા એક્સપ્રેસ વે (હાઈવે) ના કામમાં બૂરાનપુર થી બાવળીયાળી સુધીના રોડનું કામ MKC કંપનીને કોન્ટ્રાક્ટ મળેલ છે જે MKC કંપની દ્વારા કામમાં સરકાર દ્વારા નક્કી કરાયેલ નોમ્સ ધારાધોરણનું ઉલ્લંઘન કરી અને અધિકારીઓ સાથે મીલીભગત કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારને લઈને ધોલેરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.

ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ધોલેરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ સભ્ય સુભાષભાઈ ગોહિલે ધોલેરા મામલતદારને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર ભ્રષ્ટાચાર મામલે તપાસ થાય તેવી માંગ કરી છે, વારંવાર વિવાદમાં આવતી અને અગાઉ અનેક વખત ભ્રષ્ટાચાર મામલે જેના પર આંગળી ચીંધાઈ ચૂકી છે એવી કોન્ટ્રાક્ટર કંપની MKC કંપની દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ધોલેરા વિસ્તારને નુકસાન કરાતું હોય જેથી અનેક મુદ્દાઓ સાથે તપાસની માંગ કરી હતી.

તો સાથે સાથે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં યોગ્ય તપાસ સાથે કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી, તો ભ્રષ્ટાચાર મામલે જ્યારે ખુદ ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા હોય અને અગાઉ પણ આ બાબતે અનેકવાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના ભાજપ દ્વારા આક્ષેપો લગાવાયા હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા ભાજપના આગેવાનોના આવેદનપત્ર અને રજૂઆત બાદ કોઈ કાર્યવાહી થશે કે પછી અધિકારીઓનું અકળ મૌન યથાવત રહેશે તે જોવું રહ્યું.