Crime News : ચાઇના અને દુબઈથી ચાલતા સાયબર ક્રાઇમનું મૂળ ગુજરાત

છેતરપિંડીના રૂપિયા સૌરાષ્ટ્રની અલગ અલગ બેંકોના ખાતામાંથી ઉપાડવામાં આવ્યા હતા જે મામલે સાયબર ક્રાઇમે 13 આરોપીઓની ધરપકડ કરી ચાઈના સુધીની લીંક ખોલી ગુજરાતમાંથી આ રેકેટ બહાર આવતા પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે માઈકાના પ્રેસિડેન્ટ સાથે થયેલી 1.15 કરોડની છેતરપિંડી મામલે સાઇબર ક્રાઇમે 13 આરોપીઓની ધરપકડ કરી છે.જે આરોપીઓએ છેતરપિંડીની રકમના લાખો રૂપિયા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી તેને રોકડમાં કન્વર્ટ કરી મૂળ આરોપી સુધી પહોંચાડયા હતા. સાયબર ક્રાઇમે એકાઉન્ટના માલિક અને કમિશન માટે એકાઉન્ટ મેનેજ કરનાર મોઈન ઈંગારિયા અને તેની સાથે મિહિર ટોપીયા, અંકિત દેસાઈ, પ્રફુલ વાલાણી, રોનક સોજીત્રા, કિરણ દેસાઈ, કિશા ભારાઈ, બુટલેગર મેરુભાઆ કરમટા, યોગીરાજ જાડેજા, રવિ સવસેટા, રોહન લેઉવા, રોહિત વાઘેલા અને સાગર ડાભીની ધરપકડ કરી છે ઝડપાયેલા તમામ આરોપીઓએ છેતરપિંડી ના 1.15 કરોડ માંથી 62 લાખ રૂપિયા ઉપલેટા, ધોરાજી, કુતિયાણા, પોરબંદર, મોરબી, રાજકોટ અને અમદાવાદમાંથી મેળવી મૂળ આરોપીઓ સુધી પહોંચાડયા છે. બહારના દેશના લોકોને ધમકાવી રૂપિયા પડાવ્યા આરોપીઓની સાથે અન્ય કેટલાક આરોપીઓ ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.આરોપીઓ માંથી મોઈન ઇંગારિયા મુખ્ય આરોપી છે અને તેનો સાથીદાર નેવીવાલા મુસ્તફા યુનુસ ફરાર છે.આ બન્ને આરોપીઓ ભેગા મળી ને ચીન ના ગેંગ સાથે ભારત માં અનેક લોકો ને ડરાવી ને રૂપિયા પડાવી લીધા છે.બન્ને મુખ્ય આરોપી ચીન પણ જઈ આવ્યા છે અને ફરી જવાના હતા પરંતુ તે પેહલા એક મુખ્ય આરોપી પકડાઈ ગયો છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચીન માં બેઠલા કેટલાક ભારતીય અને ચીની સાયબર ક્રિમિનલ્સ લોકોને અલગ અલગ મોર્ડસ ઓપરેન્ડીથી ધમકાવી ફેડેક્સ કુરિયરમાં ડ્રગ્સ,પાસપોર્ટ સહિત અન્ય વસ્તુઓ પકડવામાં આવી છે.કોલ કરી ધમકાવતા તમારા એકાઉન્ટ માંથી પણ ટ્રાન્ઝેક્શન થયેલ છે.જેથી cbi અને rbi નો ખોટા લેટર મોકલી સ્કાઈપ મારફતે કોલ કરી ને ધમકાવી ને રૂપિયા પડાવી લેતા હતા.અને ત્યારબાદ પેહલા તે રૂપિયા મુંબઈ અને વેસ્ટ બંગાળ ના અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર થતાં.જે રૂપિયા ઝડપાયેલા આરોપીઓ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી કેટલાક રૂપિયા એટીએમ માંથી રોકડ કરાવી લેતા અને કેટલાક રૂપિયા થી વોલેટ મારફતે ક્રિપ્ટો કરન્સી લઈ હવાલા મારફતે ચીન માં મોકલી દેવામાં આવતા હતા.મહત્વનું છે કે છેતરપિંડીના 90 % રૂપિયા ચીન અને ત્યાર બાદ 10 % રુપિયા તમામ કમિશન એજન્ટોમાં વેચાતા હતા.નોંધનીય છેકે 13 માં થી 12 આરોપીઓ માત્ર 10-20 હજાર રૂપિયા માટે પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ અને બીજા લોકો કમિશન માટે જોડાયા હતા. આરોપીઓ પાસેથી કરન્સીના વોલેટ મળી આવ્યા નોંધનીય છે કે આરોપીઓ ના મોબાઇલ થી ક્રિપ્ટો કરન્સી ના વોલેટ પણ મળી આવ્યા છે.. અને આ લોકો એ આંધ્ર પ્રદેશ, ગોવા સહિત અનેક રાજ્યો માં આવી રીતે લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા નું સામે આવ્યું છે.. હાલ અન્ય ફરાર મુખ્ય આરોપી નેવીવાલા ની તપાસ શરૂ કરવામાં આવી છે.. અને ગુજરાત ના જે 40 ખાતા મળી આવ્યા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.. સાથે જ પોલીસ માટે ચિંતા નો વિષય એ છે કે ગુજરાતના નાના નાના તાલુકાઓમાં સાયબર ક્રાઇમ ની ગેંગો સક્રિય થઈ છે.

Crime News : ચાઇના અને દુબઈથી ચાલતા સાયબર ક્રાઇમનું મૂળ ગુજરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેતરપિંડીના રૂપિયા સૌરાષ્ટ્રની અલગ અલગ બેંકોના ખાતામાંથી ઉપાડવામાં આવ્યા હતા
  • જે મામલે સાયબર ક્રાઇમે 13 આરોપીઓની ધરપકડ કરી ચાઈના સુધીની લીંક ખોલી
  • ગુજરાતમાંથી આ રેકેટ બહાર આવતા પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે

માઈકાના પ્રેસિડેન્ટ સાથે થયેલી 1.15 કરોડની છેતરપિંડી મામલે સાઇબર ક્રાઇમે 13 આરોપીઓની ધરપકડ કરી છે.જે આરોપીઓએ છેતરપિંડીની રકમના લાખો રૂપિયા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી તેને રોકડમાં કન્વર્ટ કરી મૂળ આરોપી સુધી પહોંચાડયા હતા. સાયબર ક્રાઇમે એકાઉન્ટના માલિક અને કમિશન માટે એકાઉન્ટ મેનેજ કરનાર મોઈન ઈંગારિયા અને તેની સાથે મિહિર ટોપીયા, અંકિત દેસાઈ, પ્રફુલ વાલાણી, રોનક સોજીત્રા, કિરણ દેસાઈ, કિશા ભારાઈ, બુટલેગર મેરુભાઆ કરમટા, યોગીરાજ જાડેજા, રવિ સવસેટા, રોહન લેઉવા, રોહિત વાઘેલા અને સાગર ડાભીની ધરપકડ કરી છે ઝડપાયેલા તમામ આરોપીઓએ છેતરપિંડી ના 1.15 કરોડ માંથી 62 લાખ રૂપિયા ઉપલેટા, ધોરાજી, કુતિયાણા, પોરબંદર, મોરબી, રાજકોટ અને અમદાવાદમાંથી મેળવી મૂળ આરોપીઓ સુધી પહોંચાડયા છે.

બહારના દેશના લોકોને ધમકાવી રૂપિયા પડાવ્યા

આરોપીઓની સાથે અન્ય કેટલાક આરોપીઓ ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.આરોપીઓ માંથી મોઈન ઇંગારિયા મુખ્ય આરોપી છે અને તેનો સાથીદાર નેવીવાલા મુસ્તફા યુનુસ ફરાર છે.આ બન્ને આરોપીઓ ભેગા મળી ને ચીન ના ગેંગ સાથે ભારત માં અનેક લોકો ને ડરાવી ને રૂપિયા પડાવી લીધા છે.બન્ને મુખ્ય આરોપી ચીન પણ જઈ આવ્યા છે અને ફરી જવાના હતા પરંતુ તે પેહલા એક મુખ્ય આરોપી પકડાઈ ગયો છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચીન માં બેઠલા કેટલાક ભારતીય અને ચીની સાયબર ક્રિમિનલ્સ લોકોને અલગ અલગ મોર્ડસ ઓપરેન્ડીથી ધમકાવી ફેડેક્સ કુરિયરમાં ડ્રગ્સ,પાસપોર્ટ સહિત અન્ય વસ્તુઓ પકડવામાં આવી છે.


કોલ કરી ધમકાવતા

તમારા એકાઉન્ટ માંથી પણ ટ્રાન્ઝેક્શન થયેલ છે.જેથી cbi અને rbi નો ખોટા લેટર મોકલી સ્કાઈપ મારફતે કોલ કરી ને ધમકાવી ને રૂપિયા પડાવી લેતા હતા.અને ત્યારબાદ પેહલા તે રૂપિયા મુંબઈ અને વેસ્ટ બંગાળ ના અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર થતાં.જે રૂપિયા ઝડપાયેલા આરોપીઓ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી કેટલાક રૂપિયા એટીએમ માંથી રોકડ કરાવી લેતા અને કેટલાક રૂપિયા થી વોલેટ મારફતે ક્રિપ્ટો કરન્સી લઈ હવાલા મારફતે ચીન માં મોકલી દેવામાં આવતા હતા.મહત્વનું છે કે છેતરપિંડીના 90 % રૂપિયા ચીન અને ત્યાર બાદ 10 % રુપિયા તમામ કમિશન એજન્ટોમાં વેચાતા હતા.નોંધનીય છેકે 13 માં થી 12 આરોપીઓ માત્ર 10-20 હજાર રૂપિયા માટે પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ અને બીજા લોકો કમિશન માટે જોડાયા હતા.


આરોપીઓ પાસેથી કરન્સીના વોલેટ મળી આવ્યા

નોંધનીય છે કે આરોપીઓ ના મોબાઇલ થી ક્રિપ્ટો કરન્સી ના વોલેટ પણ મળી આવ્યા છે.. અને આ લોકો એ આંધ્ર પ્રદેશ, ગોવા સહિત અનેક રાજ્યો માં આવી રીતે લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા નું સામે આવ્યું છે.. હાલ અન્ય ફરાર મુખ્ય આરોપી નેવીવાલા ની તપાસ શરૂ કરવામાં આવી છે.. અને ગુજરાત ના જે 40 ખાતા મળી આવ્યા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.. સાથે જ પોલીસ માટે ચિંતા નો વિષય એ છે કે ગુજરાતના નાના નાના તાલુકાઓમાં સાયબર ક્રાઇમ ની ગેંગો સક્રિય થઈ છે.