Vadodra:રૂ. બે હજાર કરોડની જમીનમાં બિનખેતીની મંજૂરી હાઈકોર્ટે ફગાવી દીધી

વિવાદમાં સ્થાનિક કલેક્ટર કચેરીએ હેતુફેર નામંજૂર કરેલું, સિંગલ જજે આપેલીકરોડોની કિંમતની જમીનના કેસમાં ટેન્સિલ સ્ટીલને મોટો ફટકો પડયો  કંપની પાસેથી કોઇપણ ચાર્જ વસૂલ્યા વિના જમીન વેચાણની મંજૂરીની જોગવાઇ હતી વડોદરામાં રાહતદરે ફળવાયેલી જમીન પર બનેલી ફેકટરીના પ્લાન્ટ-મશીનરી વગેરે વેચાઇ ગયા બાદ કંપની દ્વારા જમીન વેચાણની હાથ ધરાયેલી તજવીજ અને જમીનને ઔદ્યોગિક હેતુમાંથી બિનખેતીના હેતુમાં પરિવર્તિત કરવાના વિવાદમાં સરકારના સત્તાવાળાઓ દ્વારા હેતુ ફેરની મંજૂરી અપાઇ ન હતી. સરકારના આ નિર્ણયને અયોગ્ય ઠરાવતાં અને હેતુફેર(બિન ખેતી)ની મંજૂરી આપવા અંગેના સીંગલ જજના હુકમ સામે રાજય સરકાર દ્વારા હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરાઇ હતી, જેની સુનાવણીમાં ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધા માયીની ખંડપીઠે આશરે બે હજાર કરોડ રૂપિયાની કિંમતની આ જમીન મામલે મહત્ત્વનો ચુકાદો આપતાં સીંગલ જજના બિનખેતીની મંજૂરી આપવા અંગેના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે હજારો કરોડની કિંમતની જમીનના કેસમાં ટેન્સીલ સ્ટીલ લિ.ને મોટો ફ્ટકો પડયો છે. ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે પ્રતિવાદી કંપનીને સરકારના તા.7-8-1956ના સંબંધિત ઠરાવ અનુસંધાનમાં યોગ્ય પગલાં લેવા(વિકલ્પ અપનાવવા) મંજૂરી આપી છે.. કેસ શું હતો વડોદરાની આશરે 2000 કરોડની કિંમતની જમીનના વિવાદના કેસની વિગતો એવી છે કે, વડોદરા કમિશનર દ્વારા વર્ષો પહેલાં તા.14-11-1960ના રોજ ટેન્સીલ સ્ટીલ કપનીને ટોકન ભાવે નિયત શરતોને આધીન વડોદરામાં જમીન ફાળવવામાં આવી હતી. તા.23-3-1961ના રોજ કંપનીને જમીનનો કબ્જો આપી દેવાયો હતો. જો કે, થોડો સમય ફેકટરી ચાલ્યા બાદ આર્થિક મુશ્કેલીઓને લઇ કંપનીને સીક ઇનિડસ્ટ્રીયલ કંપનીઝ એકટ હેઠળની પ્રોસીડીંગ્સનો સામનો કરવો પડયો હતો. જેમાં બાયફર (બોર્ડ ફેર ઇન્ડસ્ટ્રીયલ ફયનાન્શીયલ રિકન્સ્ટ્રકશન) દ્વારા કંપનીને પુનઃસ્થાપિત કરવાની સ્કીમ 1996માં મંજૂર કરાઇ હતી. આ સ્કીમની સંબંધિત કલોઝ મુજબ, કંપની પાસેથી કોઇપણ ચાર્જ વસૂલ્યા વિના જમીન વેચાણની મંજૂરીની જોગવાઇ હતી. જો કે, સરકારના સત્તાવાળાઓ દ્વારા આ સ્કીમને મંજૂરી આપવામાં આવી ન હતી. કંપનીએ જમીન વેચાણની કાર્યવાહી કરતા સરકારે પરવાનગી ના આપી બીજીબાજુ, કંપની દ્વારા જમીન વેચાણની તજવીજ હાથ ધરાઇ હતી અને તેના ભાગરૂપે જમીનને ઔદ્યોગિક હેતુમાંથી બિન ખેતીના હેતુમાં રૂપાંતરિત કરાવવા માટેની સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ અરજી કરાઇ હતી. જો કે, સરકારના સત્તાવાળાઓ દ્વારા કંપનીને જમીનના હેતુ ફેર અંગેની પરવાનગી આપવાનો સાફ્ ઇન્કાર કરી દેવાયો હતો. જેનાથી નારાજ થઇ કંપનીએ હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી કરતાં સીંગલ જજે સરકારને હેતુફેર(બિનખેતી)ની પરવાનગી આપવા નિર્દેશ કર્યો હતો. સીંગલ જજના આ ચુકાદાને રાજય સરકાર દ્વારા લેટર્સ પેટન્ટ અપીલ મારફ્તે હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. રાજય સરકાર તરફ્થી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, કંપની દ્વારા નિયત શરતોનો ભંગ કરવામાં આવ્યો છે.

Vadodra:રૂ. બે હજાર કરોડની જમીનમાં બિનખેતીની મંજૂરી હાઈકોર્ટે ફગાવી દીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિવાદમાં સ્થાનિક કલેક્ટર કચેરીએ હેતુફેર નામંજૂર કરેલું, સિંગલ જજે આપેલી
  • કરોડોની કિંમતની જમીનના કેસમાં ટેન્સિલ સ્ટીલને મોટો ફટકો પડયો
  •  કંપની પાસેથી કોઇપણ ચાર્જ વસૂલ્યા વિના જમીન વેચાણની મંજૂરીની જોગવાઇ હતી

વડોદરામાં રાહતદરે ફળવાયેલી જમીન પર બનેલી ફેકટરીના પ્લાન્ટ-મશીનરી વગેરે વેચાઇ ગયા બાદ કંપની દ્વારા જમીન વેચાણની હાથ ધરાયેલી તજવીજ અને જમીનને ઔદ્યોગિક હેતુમાંથી બિનખેતીના હેતુમાં પરિવર્તિત કરવાના વિવાદમાં સરકારના સત્તાવાળાઓ દ્વારા હેતુ ફેરની મંજૂરી અપાઇ ન હતી. સરકારના આ નિર્ણયને અયોગ્ય ઠરાવતાં અને હેતુફેર(બિન ખેતી)ની મંજૂરી આપવા અંગેના સીંગલ જજના હુકમ સામે રાજય સરકાર દ્વારા હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરાઇ હતી, જેની સુનાવણીમાં ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધા માયીની ખંડપીઠે આશરે બે હજાર કરોડ રૂપિયાની કિંમતની આ જમીન મામલે મહત્ત્વનો ચુકાદો આપતાં સીંગલ જજના બિનખેતીની મંજૂરી આપવા અંગેના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે હજારો કરોડની કિંમતની જમીનના કેસમાં ટેન્સીલ સ્ટીલ લિ.ને મોટો ફ્ટકો પડયો છે. ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે પ્રતિવાદી કંપનીને સરકારના તા.7-8-1956ના સંબંધિત ઠરાવ અનુસંધાનમાં યોગ્ય પગલાં લેવા(વિકલ્પ અપનાવવા) મંજૂરી આપી છે..

કેસ શું હતો

વડોદરાની આશરે 2000 કરોડની કિંમતની જમીનના વિવાદના કેસની વિગતો એવી છે કે, વડોદરા કમિશનર દ્વારા વર્ષો પહેલાં તા.14-11-1960ના રોજ ટેન્સીલ સ્ટીલ કપનીને ટોકન ભાવે નિયત શરતોને આધીન વડોદરામાં જમીન ફાળવવામાં આવી હતી. તા.23-3-1961ના રોજ કંપનીને જમીનનો કબ્જો આપી દેવાયો હતો. જો કે, થોડો સમય ફેકટરી ચાલ્યા બાદ આર્થિક મુશ્કેલીઓને લઇ કંપનીને સીક ઇનિડસ્ટ્રીયલ કંપનીઝ એકટ હેઠળની પ્રોસીડીંગ્સનો સામનો કરવો પડયો હતો. જેમાં બાયફર (બોર્ડ ફેર ઇન્ડસ્ટ્રીયલ ફયનાન્શીયલ રિકન્સ્ટ્રકશન) દ્વારા કંપનીને પુનઃસ્થાપિત કરવાની સ્કીમ 1996માં મંજૂર કરાઇ હતી. આ સ્કીમની સંબંધિત કલોઝ મુજબ, કંપની પાસેથી કોઇપણ ચાર્જ વસૂલ્યા વિના જમીન વેચાણની મંજૂરીની જોગવાઇ હતી. જો કે, સરકારના સત્તાવાળાઓ દ્વારા આ સ્કીમને મંજૂરી આપવામાં આવી ન હતી.

કંપનીએ જમીન વેચાણની કાર્યવાહી કરતા સરકારે પરવાનગી ના આપી

બીજીબાજુ, કંપની દ્વારા જમીન વેચાણની તજવીજ હાથ ધરાઇ હતી અને તેના ભાગરૂપે જમીનને ઔદ્યોગિક હેતુમાંથી બિન ખેતીના હેતુમાં રૂપાંતરિત કરાવવા માટેની સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ અરજી કરાઇ હતી. જો કે, સરકારના સત્તાવાળાઓ દ્વારા કંપનીને જમીનના હેતુ ફેર અંગેની પરવાનગી આપવાનો સાફ્ ઇન્કાર કરી દેવાયો હતો. જેનાથી નારાજ થઇ કંપનીએ હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી કરતાં સીંગલ જજે સરકારને હેતુફેર(બિનખેતી)ની પરવાનગી આપવા નિર્દેશ કર્યો હતો. સીંગલ જજના આ ચુકાદાને રાજય સરકાર દ્વારા લેટર્સ પેટન્ટ અપીલ મારફ્તે હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. રાજય સરકાર તરફ્થી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, કંપની દ્વારા નિયત શરતોનો ભંગ કરવામાં આવ્યો છે.