દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત્, ફરી અંદાજે રૂ. 30 કરોડ જથ્થો મળ્યો

Drugs Found In Dwarka: દ્વારકા નજીકના દરિયાકાંઠેથી નશીલા પદાર્થનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે આજે (16મી જૂન) પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન દરિયાકાંઠથી ચરસના 64 જેટલાં પેકેટ મળી આવ્યા હતા. જેની કિંમત અંદાજે 30 કરોડ રૂપિયા જેટલી થાય છે.દ્વારકા દરિયાકાંઠે પોલીસનું સર્ચ ઓપરેશન  મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના જથ્થાની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન વાંચ્છું અને ચંદ્રભાગા દરિયાકાંઠાથી 64 પેકેટ ચરસનો બિનવારસી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત કચ્છમાંથી પણ ચરસનો જથ્થો મળ્યો છે. પોલીસ દ્વારા ડ્રગ્સ જેવા ગેરકાયદે માદક પદાર્થોની હેરાફેરી પર અંકુશ લાવવા દરિયાકાંઠાના વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.આગાઉ ચરસનાં 30 પેકેટ મળ્યા હતાથોડા દિવસો પહેલાં રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસનાં 30 પેકેટનો જથ્થો મળી આવ્યો હતો, જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કિંમત 16.65 કરોડ જેટલી થાય છે. ત્યારબાદ ફરી દ્વારકાના દરિયાકાંઠેથી 16.03 કરોડની કિંમતનો 32 કિલો ચરસનો જથ્થો મળ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયામાં દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના આશરે 115 જેટલાં પેકેટની કિંમત અંદાજિત 57 કરોડ રૂપિયા સુધીની  છે.

દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત્, ફરી અંદાજે રૂ. 30 કરોડ જથ્થો મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Drugs Found In Dwarka

Drugs Found In Dwarka: દ્વારકા નજીકના દરિયાકાંઠેથી નશીલા પદાર્થનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે આજે (16મી જૂન) પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન દરિયાકાંઠથી ચરસના 64 જેટલાં પેકેટ મળી આવ્યા હતા. જેની કિંમત અંદાજે 30 કરોડ રૂપિયા જેટલી થાય છે.

દ્વારકા દરિયાકાંઠે પોલીસનું સર્ચ ઓપરેશન  

મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના જથ્થાની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન વાંચ્છું અને ચંદ્રભાગા દરિયાકાંઠાથી 64 પેકેટ ચરસનો બિનવારસી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત કચ્છમાંથી પણ ચરસનો જથ્થો મળ્યો છે. પોલીસ દ્વારા ડ્રગ્સ જેવા ગેરકાયદે માદક પદાર્થોની હેરાફેરી પર અંકુશ લાવવા દરિયાકાંઠાના વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આગાઉ ચરસનાં 30 પેકેટ મળ્યા હતા

થોડા દિવસો પહેલાં રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસનાં 30 પેકેટનો જથ્થો મળી આવ્યો હતો, જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કિંમત 16.65 કરોડ જેટલી થાય છે. ત્યારબાદ ફરી દ્વારકાના દરિયાકાંઠેથી 16.03 કરોડની કિંમતનો 32 કિલો ચરસનો જથ્થો મળ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયામાં દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના આશરે 115 જેટલાં પેકેટની કિંમત અંદાજિત 57 કરોડ રૂપિયા સુધીની  છે.